“બાપરે! તમે કટ્ટર શાકાહારી છો! તો તમે કઈ રીતે જીવી રહ્યાં છો? તમે આટલા આધુનિક છો, છતાંય તમે માંસાહાર નથી કરતાં? તમે દારૂ પાર્ટી માટે તમારા મિત્રો સાથે કઈ રીતે જાઓ છો? ઘણા સર્વ સામાન્ય સવાલો છે જે એક કટ્ટર શાકાહારી વ્યક્તિ ને પૂછવામાં આવતા હોય છે. માંસાહારી વ્યક્તિઓને હંમેશા એ કુતુહલ રહે છે કે શાકાહારીઓના આહારમાં એવું શું સમાવિષ્ટ હશે જે તેમને આટલું હેલ્ધી રાખતું હોય. પૂછવામાં આવતા સવાલો માંથી વધારે પડતા સવાલો કલ્પિત વાતો હોય છે જે સમયાંતરે સત્યમાં બદલી ગયા છે જે સાચા નથી. માંસાહારી અથવા શાકાહારી હોવું એ એક વ્યક્તિગત પસંદગી છે.
શાકાહારી અને માંસાહાર વિષે લોકોની ૯ ગેરમાન્યતાઓ
ચાલો તો અત્યારે આ ગેરમાન્યતાઓ પરથી થોડી ધૂળ હટાવીએ.
૧. તમારા સારા દેખાવ માટે તમને માંસની જરૂરત છે
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
તમે જીમમાં, રમત ગમતની પ્રવૃત્તિમાં કે કોઈપણ દૈનિક કાર્યો કરતાં હોવ. એવું વ્યાપકપણે માનવામાં આવે છે કે માત્ર માંસ દ્વારા જ તમારા શરીરમાં સો ટકા શક્તિ આવે છે. ઘણા શાકાહારીઓ પ્લાન્ટ ફ્યુઅલ જેવાકે શાકભાજીઓ, કઠોળ, ફળો, અનાજ, બીજ અને સૂકોમેવો વાપરે છે તેમની જાતને શક્તિ થી ભરપૂર રાખવા માટે.
૨. શાકાહારી લોકો આકર્ષક અને નાજુક હોય છે
જો તમે સંતુલિત આહાર લ્યો, તો તમે ફિટ અને તંદુરસ્ત રહેવાના જ છો. તમે ભૂલી ગયા કે કટ્ટર શાકાહારી વધારાના ચીઝી પિઝા, સોફ્ટ ડ્રિંક્સ, ચિપ્સ, ભજીયા વગેરે ખાઈ શકે છે? તમારી પ્લેટમાં આવતા આહારની સમજદારી પૂર્વકની પસંદગી મહત્વપૂર્ણ બાબત છે.
૩. શાકાહારી આહાર માંસની સરખામણીએ ખુબ મોંઘું હોય છે
તમે ક્યારેય કસાઈ પાસે માંસ ખરીદવા ગયા છો અથવા શાકભાજી વાળા પાસેથી શાકભાજી ખરીદવા ગયા છો? માંસના ભાવ શાકભાજીના ભાવ કરતાં વધુ હોય છે. મોસમી શાકભાજીઓના ભાવ સામાન્ય કરતાં ઓછા હોય છે. અને તમે તેમાંના થોડાં તમારા ગાર્ડનમાં વાવી શકો છો.
૪. શાકાહારી આહારમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન નથી હોતું જે આપણા શરીર માટે જરૂરી હોય
તમે ફાઈબર ખાઈ શકો શાકભાજી મારફતે જે કોઈ પણ માંસાહારી આહારમાં નથી હોતું. એનિમલ પ્રોટીન દૂધ, ચીઝ, ઈંડા વગેરેમાંથી મેળવી શકાય છે.
૫. શાકાહારી ભોજન બોરિંગ હોય છે
શાકાહારી ખાણાંની શ્રેણી ખુબ વિશાળ છે. તમે ઘણીબધી વસ્તુઓને એકબીજામાં ભેળવી શકો છો. જો તમને બટ્ટર ચિકન ખુબ સ્વાદિષ્ટ લાગે છે, તો તમે સ્વાદિષ્ટ પાવ ભાજી, છોલે ભટુરે, ડોસા, ઈડલી, પાસ્તા, પિઝા, દાલ મખની, દમ આલૂ વગેરે વગર પણ ના જ રહી શકો. ઓહહ! આ બધું ખુબ જ લલચામણું હોય છે.
૬. મુસાફરીમાં એ મુશ્કેલ છે
પશ્ચિમના લોકો માંસાહાર ખુબ ગંભીરતાપૂર્વક ખાય છે. તમને શાકાહારી ભોજન મળે ખરું, પણ તમને જેવું ભાવે તેવું મળવું મુશ્કેલ છે. તમારે શુદ્ધ શાકાહારી ભોજન માટે તેઓને ખાસ વિનંતી કરવી પડે, અને ઘણી વાર તેઓ આવું ભોજન બનાવી આપતા હોય છે.
૭. શું કટ્ટર શાકાહારી લોકોને તેમની સામે કોઈ માંસ ખાય તો વાંધો હોય છે?
મારા લગભગ બધા મિત્રો કટ્ટર શાકાહારી છે, અને હું તેમની સામે માંસાહાર કરું તો તેઓ કોઈ વાંધો ઉઠાવતા નથી. તેઓને માત્ર એ નથી ગમતું કે તમે તેમને ગ્રેવી કે પીસ ખાવાની ઓફર કરો. તમે તેમને હેરાન ના કરો, તો તેઓ તમને નહિ નડે.
૮. માણસો તો માંસ ખાવા માટે જ બન્યા છે
હા હા હા. આપણે લોકોને તીક્ષ્ણ દાંત છે, પણ તેનો મતલબ એવો નથી કે આપણે લોકો માંસ ખાનારા છીએ. આપણે માંસને આસાનીથી પચાવી શકીએ છીએ, પણ આપણું પાચનતંત્ર છોડવાઓ સાથે વધારે સહાયકારી છે.
૯. ઘણા ખરાં શાકાહારીઓ માંસને નફરત નથી કરતાં
હું એવા ઘણા લોકોને મળ્યો છું જેમના માતાપિતા માંસ ખાતા હોય, પણ તેમના સંતાનો શુદ્ધ શાકાહારી હોય. તેઓ માંસને નફરત નથી કરતાં કેમકે તે તેઓના ઘરોમાં બનતું હોય છે, પણ તેઓને તે ખાવું નથી ગમતું.