મિત્રો ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને હવે બજારમાં તમને ઉનાળાના ફળો પણ મળવા લાગ્યા હશે જે સ્વાસ્થ્ય માટે પણ લાભપ્રદ હોય છે. ઉનાળામાં સૌથી વધારે ફળ કોઈ વેચાતુ હોય તો તે છે તરબુચ. તમને બધાને જાણ હશે કે તેમાં ઘણા બધા ખનીજ, વિટામીન્સ હોય છે.
જે આપણા સ્વાસ્થ્ય માટે લાભપ્રદ હોય છે. પણ શું તમને ખબર છે કે ટેટી કરતાં તરબુચના બીયામાં વધારે પોષકતત્ત્વો હોય છે, જે ઘણાબધા રોગોમાં રાહત આપે છે.તરબુચના બીયામાં, પ્રોટીન જેમ કે એમિનો એસીડ હોય છે જે તમારા શરીરને સાફ કરે છે અને સાથે સાથે વાળને લગતી સમસ્યા પણ દૂર કરે છે.
તેના માટે તમારે તરબુચના કાચા બીજને મીઠા લીંમડાના પાન સાથે વાટી લેવાના હોય છે અને તેની આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાડવાની હોય છે. આ ઉપરાંત તમે તરબુચના બીજનું તેલથી મોઢા પર મસાજ કરી શકો છો તેમ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થશે અને ત્વચા સુંદર બનશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
વાટેલા તરબુચના બીયાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને મગજની યાદશક્તિ પણ વધે છે. તરબુચના બીયા ખીલમાં પણ રાહત આપે છે. જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો તમારે રોજ સવારે તરબુચના બીજ ઉકાળી તેનું સેવન કરવું જોઈએ. તમારા શરીરનું શર્કરાનું સ્તર ધીમે ધીમે ઘટી જશે.