તમે ચોક્કસથી એવી કોઈ વ્યક્તિને મળ્યા જ હશો જે કોઈ એક વખત તો ભૂતને મળ્યો જ હશે. સાથે જ એ વાત તો જાણીતી છે કે લગભગ દરેક ગામમાં અને દરેક શહેરમાં ભૂતિયા જગ્યા તો હોતી જ હોય છે.
ગુજરાતમાં અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં ઘણી બધી એવી જગ્યાઓ છે. પણ શું તમને એ ખબર છે કેવી જગ્યા આવેલી છે જ્યાં જે ભૂત ફક્ત રહેતો નથી પરંતુ આ જગ્યા પર જે કડિયા કામ કરવામાં આવ્યું છે એ પણ ભૂત દ્વારા કરવામાં આવ્યું છે.
કઈ છે આ જગ્યા એ જાણવા માટે પૂરો આર્ટિકલ વાંચો.
આ જગ્યા વિશે જાણીએ. હવે ગુજરાતમાં ઘણી બધી ભૂતિયા પ્લેસીસ આવેલી છે. જેમ કે અમદાવાદનું સિગ્નેચર ફાર્મ હોય કે પછી રાજકોટનું અવધ પ્લેસ. આવી જ એક જગ્યા અમરેલીમાં આવેલી છે. જેને અમરેલીની વાવ અથવા તો લાલિયા ભૂતની વાવ કહેવામાં આવે છે. અને એવું કહેવાય છે કે આ જગ્યા પર રાત્રે જતાં ભલભલાની ફાટે છે. આ જે જગ્યા છે આ જે વાવ છે 450 વર્ષ જૂની છે. અને એવું કહેવાય છે કે લાલિયા નામના ભૂતે એક જ રાતમાં આ જે વાવ છે તેને ખોદી નાખી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
સાથે જ ત્યાંના સ્થાનિકો એવું પણ કહે છે કે જો કોઈ સ્ત્રી રાત્રે એકલી આ વાવ પાસે જાય છે તો તે ત્યાંથી ગાયબ થઈ જાય છે. આટલું જ નહીં ત્યાંના સ્થાનિકો એવું પણ કહે છે કે ફક્ત લાલિયા ભૂતે નહીં પરંતુ તેની સાથે બીજા 125 ભૂતે એક જ રાતમાં આ વાવ આખી બનાવી નાખી હતી.
સાથે જ આ વાવની અંદર તમને લાલિયા ભૂતની મૂર્તિ પણ જોવા મળે છે. એટલું જ નહીં ત્યાંના સ્થાનિકો એવું પણ કહે છે કે આજે વાવ છે તેની અંદર કોઈપણ ઈંટ કે સિમેન્ટનો ઉપયોગ નથી થયો. ફક્ત પથ્થરની ગોઠવણીથી જ આ વાવ બનાવવામાં આવી છે.
આજે લાલિયા ભૂતની વાવ છે એ સાત કોઠામાં વહેંચાયેલી છે. અને એવું કહેવાય છે કે સાતમાં કોઠા એ લાલિયા ભૂતની ખાંભી પણ છે. જો કે આજ સુધી આ વાવમાં કોઈના પણ ડૂબવાની ઘટના અથવા તો કોઈના પણ ગાયબ થવાની ઘટના બની નથી. તેમ છતાં ત્યાંના લોકો સાંજે પાંચ વાગ્યા પછી આ વાવ પાસે નથી જતા કારણ કે તેમનામાં આ એક પ્રકારનો ડર જોવા મળે છે.