છેલ્લા થોડા વર્ષોમાં જો તમારી આવકમાં વધારો થયો હશે ને તો એક વસ્તુ તમે નોટીસ કરી જ હશે કે યાર આવકમાં કેટલો પણ વધારો થાય પૈસા બચતા જ નથી. આપણે કંગાળના કંગાળ જ રહીએ છીએ. હવે આનું કારણ શું છે ને એ મને ખબર પડી ગઈ છે ને જો તમે પણ જાણવા માંગતા હોય એ આઠ ભૂલો, એ આઠ આદતો જેના લીધે આપણે કંગાળના કંગાળ રહીએ છીએ.
આઠ એવી આદતો કહીશ જેના લીધે આપણા પૈસા આપણે બચાવી નથી શકતા. અને આપણને એવું જ લાગે છે કે યાર પૈસા જ નથી. ભલે કેટલી પણ આવકો બચી જાય.
1st Point
સૌથી પહેલું દર મહિનાની આવક આપણે દર મહિને ખર્ચી નાખીએ. જો અગર આપણે આવું કરીશું ને કે જેવી આવક થઈ એવું આપણે નવો ખર્ચો મગજમાં તૈયાર રાખ્યો જ હશે કે યાર આ મહિને આવક આવશે એ પૈસા અહીંયા વાપરીશું. પેલા મહિનાના પૈસા અહીંયા વાપરીશું. આવતા સપ્ટેમ્બરમાં જે નવો ફોન આવવાનો છે એમાં પૈસા વાપરીશું. ડિસેમ્બરમાં આપણે આ જગ્યાએ ફરવા જઈશું. એવું આપણે વિચારીને રાખ્યું હશે ને અને દર મહિનાની આવક દર મહિને આપણે વાપરી કાઢીશું તો એક સ્કેરસિટી માઇન્ડસેટ સર્જાશે. કેમ કારણ કે આપણે આપણા પૈસા બચાવતા નથી પૈસા બચતા નથી. જેવા આવે છે એવા ખર્ચાઈ જાય છે અને એના લીધે આપણને મગજમાં એવું જ રહેશે કે આપણી જોડે ઇનફ પૈસા નથી અને જો અગર ભૂલે ચૂકે એવી કોઈ ઓપોર્ચ્યુનિટી આપણને દેખાય કે જે ઓપોર્ચ્યુનિટીમાં આપણને લાગે છે કે તરત પૈસા રોકાણ કરીને કંઈક પૈસા મળી જાય એમ છે પણ એમાં કેપિટલના અભાવને કારણે કદાચ આપણે રોકાણ નહીં કરી શકીએ અને એટલે આપણે એમાંથી થતી આવકથી વંચિત રહી જઈશું એટલે આ માઇન્ડસેટ પહેલા ચેન્જ કરવાનું છે.
2nd Point
બીજું આપણે નાની ઉંમરથી બચત અને ઇન્વેસ્ટિંગ ઓછું કરીએ. નોર્મલી આપણો ફોર્મ્યુલા શું હોય કે આપણી જે આવક થઈ છે એમાંથી આપણે ખર્ચા બાદ કરી દઈએ જેટલા પૈસા બચ્યા એ આપણી બચત કા તો ઇન્વેસ્ટમેન્ટ. પણ એવું ના હોવું જોઈએ સાચો ફોર્મ્યુલા શું છે? આપણી જેટલી આવક છે એ આવકમાંથી પહેલા તો આપણા ગોલ શું છે આપણે શેના માટે પૈસા બચાવવા છે એ નક્કી કરવાનું. એ નક્કી કરીને એટલા પૈસા આપણે સાઈડમાં મૂકવાના અને એના પછી જે બચ્યા ને એટલા જ પૈસા આપણે ખર્ચા કરવાના આ જે પૈસા આપણે રોકાણ કરવાના છે કે બચાવવાના છે. એના ઘણા બધા ઉપયોગો હોઈ શકે ઇમર્જન્સી ફંડ હોઈ શકે આપણે એ પૈસાથી એક મુડી બનાવવા માંગીએ છીએ જેનાથી એ મૂડી ઉપર આપણને બીજી આવક થઈ શકે. આ બધા રીઝન્સ હોઈ શકે જેના માટે આપણે આ બચત કરવી હોય. અરે આવનારા ચાર પાંચ વર્ષમાં કોઈ ખર્ચો આવવાનો છે એના માટે આપણે પૈસા અત્યારથી જો પ્લાન કરીને સાઈડમાં મૂકવા ચાલુ કરી દઈએ તો એ ખર્ચો નજીક આવે ને ત્યારે ટેન્શન ના થાય. પણ આવક ઉભી કરવા માટે મૂડી જોઈએ અને મૂડી ભેગી કરવા માટે બચત જોઈએ એટલે પહેલા આવકમાંથી બચતના પૈસા સાઈડમાં કાઢી લે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
3rd Point
ત્રીજી એવી આદત છે આપણી જે આદતના લીધે આપણી જોડે પૈસા નથી બચતા એ છે હાઈ ઇન્ટરેસ્ટ વાળી લોન. એટલે જો આપણે કોઈ પણ રિક્વાયરમેન્ટ માટે પર્સનલ લોન લીધી કે ક્રેડિટ કાર્ડ ઘસાઈ દીધું પછી આપણે ક્રેડિટ કાર્ડ ઉપર લોન લીધી, ઈએમઆઈ કરાઈ કે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ નથી કરતા ટાઈમ સર મિનિમમ ડ્યુ પે કરીએ છીએ. આ બધા કારણોને લીધે આપણી આવક વ્યાજમાં જતી રહે છે. હવે આવો કોઈ ઈમર્જન્સી ખર્ચ કાં તો આપણા હેલ્થનો ખર્ચ આવ્યો હોય કાં તો કોઈ અનપ્લાન પર્ચેસ આપણે કરી દીધું છે કે અનપ્લાન ટ્રાવેલ કરી દીધું છે, ફરવા જતા રહ્યા છે પ્લાનિંગ વગર, તો આવું એક દેવું થાય અને એના ઉપર કદાચ હાઈ ઇન્ટરેસ્ટ વાળી લોન આપણે લેવી પડે. અને એટલે જ ચોથો પોઈન્ટ છે કે આપણે જો ઈમર્જન્સી ફંડ નથી રાખતા ને તો આવો ખર્ચો આવી શકે છે.
4th Point
ચોથા પોઈન્ટમાં ઈમર્જન્સી ફંડની જ વાત કરીશ. કે આપણી જેટલી આવક છે એમાંથી આપણે જે ખર્ચા કરીએ છીએ એ આપણા મહિનાના ફિક્સ ખર્ચા થઈ ગયા. આપણી જોડે આપણા છ મહિનાના ફિક્સ ખર્ચા જેટલું ફંડ સાઈડમાં હોવું જોઈએ. જેને આપણું ઇમર્જન્સી ફંડ કહેવાય. આ ઇમર્જન્સી ફંડ કોઈ હેલ્થ ઈમર્જન્સી કોઈ સર્જરી તરત આવી ગઈ, જોબ લોસ થઈ ગયો ધંધો નથી ચાલતો આ બધામાં કામ લાગી શકે અને છ મહિનાનો ખર્ચો જો સાઈડમાં મૂકેલો હોય ને ફિક્સ ડિપોઝિટમાં કે પછી કોઈ એવા મ્યુચ્યુઅલ ફંડમાં પાર્ક કરી દીધો હોય જે આપણને ફિક્સ રિટર્ન આપે છે અને જેમાં કોઈ રિસ્ક પણ નથી. તો એનાથી આપણું ઇમર્જન્સી ફંડ એક આવક કમાવવાનું પણ શરૂ કરશે અને આપણે જ્યારે જરૂરત પડે ને ત્યારે આપણે ફિક્સ ડિપોઝિટ ઉપર લોન લઈને કે મ્યુચ્યુઅલ ફંડ ઉપર લોન લઈને પણ આપણે આપણા ખર્ચા પૂરા કરી શકીએ ના કે પર્સનલ લોન લઈને. અને લાંબા ગાળામાં જ્યારે હિસાબ કરીશું તો ફિક્સ ડિપોઝિટ પર કે મ્યુચ્યુઅલ ફંડ પર લીધેલી લોનમાં આપણે ઇન્ટરેસ્ટ લગભગ ઝીરો એટલે ના ને બરાબર હોય છે.
5th Point
હેલ્થ ઇન્સ્યોરન્સ ના લેવો. હેલ્થ ઇન્સ્યોરન્સ શેના માટે છે કે હા દર વર્ષે પ્રીમિયમ ભરવાનું આવે પણ જો આપણી કોઈ અનપ્લાન સર્જરી આવી ગઈ, કોઈ ઇમર્જન્સી આવી ગઈ આપણા હેલ્થમાં તો એ જે ખર્ચો છે ને એ અહીંયા વાગે છે બોસ. અને એ ખર્ચો આપણે કરવા જઈએ ને તો આપણા જીવનના ત્રણ ચાર વર્ષના પ્લાનિંગ ખેરવાઈ જાય છે. અને એટલે જ એક ફિક્સ પ્રીમિયમ હોય ને તો આપણને ખબર હોય કે આટલો ખર્ચો તો છે જ મારે. અને જ્યારે એ પ્રીમિયમથી આપણા હેલ્થ ઇન્સ્યોરન્સથી આપણી કોઈ હેલ્થ ઇમર્જન્સીમાં ફાયદો થાય છે ને તો એ ફાયદો આપણને લાંબા સમય સુધી ફાયદો કરાવે છે.
6th Point
બહારનું ખાવાનું. ઘણા લોકોને આદત હોય છે કે રોજનું 25- 50 નું કઈ નહીં તો એક નાનકડું પડીકું પણ બહારથી લઈ લે. રોજના ₹100 નો ખર્ચો તો ગલ્લે થતો જ હોય છે. હવે આ બધા જે ખર્ચા છે ને ₹50, ₹100 એ તરત ના દેખાય. પણ આખા મહિનાનું તમે જ્યારે ટોટલ મારોને તો ખબર પડે કે આખા મહિનામાં બે ત્રણ હજાર આમાં ખર્ચો થઈ જતો હોય છે. બે ત્રણ હજાર જે આમાં ખર્ચો થયો, બિનજરૂરી ખર્ચ છે. એના સિવાય આ ખર્ચ તમે બીજે ક્યાંય ઇન્વેસ્ટ કરો તો એમાં જે આવક થાય એ આવકનો તમે લોસ મેળવી રહ્યા છો. એના સિવાય રેગ્યુલરલી જો બહારનું ખાવ છો કે રેગ્યુલરલી કોઈ વ્યસન કરો છો એના લીધે જે હેલ્થ ઉપર અસર થવાની છે એ હેલ્થ પણ બગાડશે અને ફ્યુચરમાં આપણા ફાઇનાન્સીસ પણ બગાડશે.
7th Point
શો ઓફ માટે પૈસા વાપરવા. એવું ઘણા બધા એક્સપર્ટ કહે છે કે આપણી જોડે પૈસા હોવા જોઈએ પૈસા છે એવું દેખાડવું ના જોઈએ. અને એટલે જ આપણે હંમેશા આપણા મીન્સ આપણા જે ખર્ચા કરી શકીએ ને એના કરતાં ઓછા જ કરવાના. હા ઘણી જગ્યાએ એવી હોય જ્યાં દિખતા હે વો બિકતા હે આપણે થોડા દેખાડા કરવા પડે પણ બધે દેખાડાની જરૂરત નથી હોતી અને આપણે કરી શકીએ ને એના કરતાં ઓછા જ ખર્ચા કરવામાં વધારે ફાયદો છે.
8th Point
ઈએમઆઈ ઓન ક્રેડિટ કાર્ડ. આ બીજી વખત તમને કહું છું ક્રેડિટ કાર્ડ લોન અલગ થઈ ગઈ હાઈ ઇન્ટરેસ્ટ લોન અને ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ અલગ થઈ ગઈ. આજકાલ શું થાય છે મોંઘા મોંઘા ફોન મોંઘી મોંઘી વસ્તુઓ આપણને ઈએમઆઈ ઉપર આપી દે છે બધા. એટલે મહિને બે પાંચ હજાર રૂપિયા ની ઈએમઆઈ આપણને અડે નહીં પણ એ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ સુધી ચાલતી હોય છે. પણ આ આવી જે ઈએમઆઈ હોય ને એ આપણા ફાઇનાન્સિયલ પ્લાનિંગમાં એક બાધારૂપ હોય છે. એટલે ક્રેડિટ કાર્ડ વાળી ઈએમઆઈ કે પછી પર્ચેસ વખતે ઇઝી ઈએમઆઈ માં જવાનું જ નહીં. કદાચ એવું પણ બને કે નો કોસ્ટ ઈએમઆઈ કહે છે તો એમાં પણ એક કોસ્ટ તો લાગે જ છે જીએસટી તો તમારે ભરવાનું આવશે જ દર મહિને એક ખર્ચો તો થશે જ. અને ઘણી ઈએમઆઈ તો 12 થી 18% જેટલું ઇન્ટરેસ્ટ આપણી જોડેથી લેતી હોય છે. એટલે આ પૈસા સાચવીને વાપરવાના.
બસ આ આ જ પોઈન્ટનું ધ્યાન રાખશો ને તો ભલે આવક વધે આવકની સાથે ખર્ચા નહીં વધે. અને બસ જે જે પૈસા વાપરીએ છીએ એ પૈસા સ્વેચ્છાએથી ઈચ્છાએથી વાપરવાના. કોઈએ એડ કરી છે કે બીજા કોઈની વસ્તુ જોઈને વાપરવાના નહીં.