વજન ઘટાડવું છે તો અજમાવો આ 5 આદતો

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

યાર વજન ઓછું કરવું છે ફિટ દેખાવું છે, હવે મારી જેમ ઘણા લોકોને આવી ઈચ્છા થતી હશે, પણ ગમે તેટલી ડાયટીંગ કરી લે, વજન ઓછું નથી થતું અને દરરોજ એક્સરસાઈઝ કરવાનો સમય પણ નથી મળતો.

જો તમને પણ આવી સમસ્યા છે તો તમારે વધારે ટેન્શન લેવાની જરૂર નથી.

તમે તમારી લાઈફ સ્ટાઇલમાં ફક્ત પાંચ ફેરફાર લઈ આવવાના છે. હવે જો તમે આ પાંચ આદત દરરોજ કેળવી લેશો તો તમારું વજન બે થી ત્રણ અઠવાડિયામાં ફટાફટ ઓછું થવા લાગશે. આ પ્રશ્ન એ છે કે લાઈફ સ્ટાઇલમાં ક્યાં પાંચ ચેન્જીસ લઈ આવવાના છે?

આ કઈ પાંચ આદત છે? આ વજન ઉતારવાના નુસ્ખાઓ

સામાન્ય રીતે જ્યારે આપણે વજન ઓછું કરવા જઈએ ત્યારે આપણે રેગ્યુલર એક્સરસાઈઝ કરવી પડતી હોય છે. રેગ્યુલર ડાયટીંગ કરવી પડતી હોય છે પણ ઘણી વખત આપણે એવી ભૂલો કરી દેતા હોય છે જેના ચક્કરમાં આપણું વજન ઓછું નથી થતું અને તેની સામે વજન વધવા લાગતું હોય છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

પહેલી આદત

ઘણા એક્સપર્ટ અનુસાર આપણે એવી પાંચ ભૂલો કરીએ છીએ જેના કારણે આપણું વજન ઓછું નથી થતું અને તેમાંથી સૌથી મોટી ભૂલ એ છે કે સવારે આપણે નાસ્તો સ્કીપ કરી દેતા હોઈએ છીએ. ઘણી વખત વજન ઓછું કરવાના ચક્કરમાં આપણે એવું વિચારતા હોઈએ કે આપણે જો ઓછું ખાશું તો આપણું વજન ફટાફટ ઓછું થઈ જશે અને એના ચક્કરમાં આપણે સવારે નાસ્તો નથી કરતા. પણ એવું ના કરવું જોઈએ. આપણે દરરોજ સવારે ઉઠીને થોડી એક્સરસાઈઝ કર્યા બાદ નાસ્તો ફરજિયાત પણે કરી લેવો જોઈએ.

બીજી આદત

આપણે રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી ન કરવી. ઘણી વખત વજન ઓછું કરવાના ચક્કરમાં આપણે સવારે ઉઠીને વધારે પડતી એક્સરસાઈઝ કરી લેતા હોય છે. વધારે પડતું આપણે ચાલી લેતા હોય છે અથવા તો ડાયટીંગ કરી લેતા હોય છે. અને બે ત્રણ દિવસ આવું કર્યા બાદ આપણે એક્સરસાઈઝ કર્યા બાદ આપણા મસલ પેઇન થવા લાગતા હોય છે. આપણે પગમાં કે હાથમાં દુખાવો થવા લાગતો હોય છે. તેના કારણે આપણે એક્સરસાઈઝ કરવાનું છોડી દેતા હોઈએ છીએ એટલે કે ટૂંકમાં આપણે અઠવાડિયામાં એક બે દિવસ એક્સરસાઈઝ કરીએ છીએ અને બાકીના દિવસોમાં એક્સરસાઈઝ નથી કરતા તો આપણે એવું ના કરવું જોઈએ. ખાસ કરીને તમારે વજન ઓછું કરવું છે તો તમારે આખા દિવસમાં રેગ્યુલર એક્સરસાઈઝ કરવી જોશે અને એક જ દિવસની આખું અઠવાડિયું, આખું મહિનો અને આખું વર્ષ તમે જો રેગ્યુલર એક્સરસાઈઝ કરશો તો તમારું વજન જે છે ફટાફટ ઓછું થઈ જશે.

ત્રીજી આદત

આપણે આખા દિવસમાં પૂરતું પાણી નથી પીતા. જો આપણે આખા દિવસમાં પૂરતું પાણી ના પીએ તો આપણું વજન ઓછું નથી થઈ શકતું. કારણ કે પૂરતું પાણી પીવાને કારણે ઝેરી તત્વો જે છે એ આપણા શરીરમાંથી બહાર નીકળી જતા હોય છે. પણ જો આપણે આખા દિવસમાં આઠ થી 10 ગ્લાસના પાણી નથી પીતા તો એ તત્વો આપણા શરીરમાં જ રહે છે. સાથે જ પૂરતું પાણી પી લઈએ તો આપણું જે પેટ છે એ ભરાયેલું રહે છે તેના કારણે આપણું વજન ઓછું પણ થઈ શકે છે.

ચોથી આદત

જો તમે પૂરતી ઊંઘ નહીં લો પૂરતી ઊંઘ નહીં કરો તો પણ તમારું જે વજન છે એ વધવા લાગશે. કારણ કે પૂરતી નીંદર ન કરવાને કારણે આપણા શરીરમાં કોર્ટિસલ નામનું જે હોર્મોન્સ છે એ વધારે ઉત્પન્ન થાય છે. અને તેના કારણે આપણું જે વજન ઘટવાની પ્રક્રિયા છે તેમાં અવરોધ ઊભો થાય છે. એટલા માટે આપણે આખા દિવસમાં પૂરતી નીંદર કરવી ખૂબ જ જરૂરી છે.

પાંચમી આદત

છેલ્લું છે સ્ટ્રેસ જો તમે કામનું કે બીજા કોઈપણ વાતનું વધારે પડતું સ્ટ્રેસ લો છો તો પણ તમારું વજન ઓછું નહીં થાય અને તેની જગ્યા પર તમારું વજન વધવા લાગશે.

એટલા માટે પૂરતી એક્સરસાઈઝ કરવી જોઈએ આપણે પૂરતી ડાયટ ફોલો કરવી જોઈએ અને આખા દિવસમાં બને તેટલું સ્ટ્રેસ જે છે એ ઓછું લેવું જોઈએ.

બધી વસ્તુ કર્યા પછી પણ જો તમારું વજન ઓછું નથી થતું તો તમારે થાયરોઈડની તપાસ એક વખત કરાવી લેવી જોઈએ.

Sharing Is Caring:

Leave a Comment

Our Whatsapp Group Join Now
latestnewsupdates.in © {{current_year}}  • Built with Latest News Updates
About Us Contact Us Disclaimer Privacy Policy