દિવસમાં વધુ પડતી ચા પીવાથી થાય છે આ પ્રોબ્લમ્સ

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

ચા રસિકોને તો ચા સાંભળીને જ પીવાનું મન થઈ ગયું હશે. કારણ કે ઘણા લોકો ચાના એટલા શોખીન હોય છે કે સવારના સમય સિવાય તેઓ કામ દરમિયાન પણ ચા પી પી કરતા હોય અને પાછા કહે પણ ખરા કે ચા તો મારો પહેલો પ્રેમ. જ્યારે તેઓ ખુશ હોય ત્યારે ચા પીવે છે જ્યારે તેઓ તણાવમાં હોય ત્યારે ચા પીવે છે એટલે કે એકંદરે ચા મળવી જ જોઈએ. પરંતુ જેમ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાન કરે છે તેમ એ જ રીતે વધુ પડતી ચા પીવી પણ હાનિકારક છે.

ચા ફક્ત તમારા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારા દાંતને પણ નુકસાન પહોંચાડે છે. જો તમે કામના તણાવ અથવા આળસને દૂર કરવા માટે વારંવાર ચાનો સહારો લો છો અથવા તો સુતા પહેલા ચા પીવાની આદત ધરાવો છો તો તે સૌથી પહેલાં તો તમારી ઊંઘની પેટર્નને બગાડે છે. જેનાથી મૂળમાં ચીડિયાપણું જેવી સમસ્યાઓ થાય છે. અને ચા તમારા દાંતને પણ નુકશાન પહોંચાડે છે.

ALSO READ:-  કયા વિટામિનની ઉણપથી ભૂખ ઓછી લાગે છે? તમારા માટે કયું સારું છે, વિટામિન B12 કે વિટામિન B કોમ્પ્લેક્સ?

ચા તમારા દાંતને કેવી રીતે નુકશાન પહોંચાડે છે?

કેવી રીતે આ આર્ટિકલમાં વિસ્તારપૂર્વક જાણીયે. સૌથી પહેલા તો આ સાંભળી લો કે ચા તમારા દાંતને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

દાંતના ઉપરના સ્તરને નુકસાન

તો ઘણા લોકોને ગરમ ચા પીવાની આદત હોય છે. ચા થોડી પણ ઠંડી થાય તો તેમને ગમતી નથી. પરંતુ તમારી આ આદત ઇનેબાલ એટલે કે દાંતના ઉપરના પડને નુકસાન પહોંચાડે છે. આને કારણે સેન્સિટીવીટી થઈ જાય છે અને જ્યારે પણ તમે ગરમ કે ઠંડુ મીઠી કે ખાટી વસ્તુ ખાવ છો ત્યારે તમને દાંતમાં તીવ્ર ઝણઝણાટી અનુભવાય છે.

દાંતનો રંગ ઝાંખો પડી જાય છે

જો તમે પણ દરરોજ ઘણી બધી ચા પીતા હોવ તો જાણી લો કે તેના કારણે તમારા દાંતનો કુદરતી સફેદ રંગ ફીક્કો પડી શકે છે. અને તમારા દાંત પીળા દેખાવા લાગે છે. જે શરમજનક હોઈ શકે છે. વાસ્તવમાં ટેનીન નામનું તત્વ ચામાં જો જોવા મળે છે. જે પીળાશ લાવી શકે છે અથવા દાંતની ઉપરની સપાટી પર ડાઘા પાડી શકે છે.

ALSO READ:-  કયા વિટામિનની ઉણપથી ભૂખ ઓછી લાગે છે? તમારા માટે કયું સારું છે, વિટામિન B12 કે વિટામિન B કોમ્પ્લેક્સ?

મોહ માંથી દુર્ગંધ આવવી

જો તમે વધુ પડતી ચા પીવો છો તો તે દાંતને નુકસાન પહોંચાડે છે. પરંતુ ઓરલ હાઈજીન પર પણ નકારાત્મક અસર કરી શકે છે. જેના કારણે બેક્ટેરિયાના વિકાસને કારણે શ્વાસની દુર્ગંધ તમને પરેશાન કરી શકે છે.

કેવીટીની સંભાવના વધારે છે

જો તમે દિવસમાં ઘણી વખત ચા પીતા હોવ તો તેનાથી તમારા દાંત પર પ્લાગ જમા થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય જો તમને વધુ પડતી મીઠી ચા પીવાનું પસંદ હોય તો તે તેનાથી પણ વધુ નુકસાનકારક છે. કારણ કે તેનાથી દાંતમાં કેવીટી થશે. આ સિવાય વધુ પડતી ચા પીવાથી કેલ્શિયમ એબ્સોર્પશનમાં પણ અવરોધ આવવાને કારણે હાડકા જ નહીં પરંતુ દાંત પણ નબળા પડી શકે છે.

ALSO READ:-  કયા વિટામિનની ઉણપથી ભૂખ ઓછી લાગે છે? તમારા માટે કયું સારું છે, વિટામિન B12 કે વિટામિન B કોમ્પ્લેક્સ?

તો જો તમે પણ અતિશય ચાનું સેવન કરતા હોવ તો થોડી ઓછી કરી દેજો તમારા માટે સારું રહેશે.

Sharing Is Caring:

Leave a Comment

Our Whatsapp Group Join Now
latestnewsupdates.in © {{current_year}}  • Built with Latest News Updates
About Us Contact Us Disclaimer Privacy Policy