આ કંપની આપશે પ્રેમ કરવાના પૈસા કઈ રીતે?

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

આજે જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ લોકો મોડા લગ્ન કરી રહ્યા છે. એક સમય એવો હતો કે જ્યારે લોકો સમયસર લગ્ન કરી લેતા હતા. અને ઘરના વડીલો આ કામની જવાબદારી લેતા હતા. છોકરી કે છોકરો તેમની પસંદગી મુજબ મળી જાય એટલે લગ્ન યોગ્ય સમયે થઈ ગયા.

જો કે હવે વાતાવરણ બદલાયું છે. અને યુવાનો લગ્ન અને દાંપત્ય જીવનથી દૂર ભાગી રહ્યા છે. તો આવી સ્થિતિમાં તેમને લગ્ન માટે મનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે છે. અત્યાર સુધીમાં તમે લગ્ન માટે પરિવાર અને સંબંધીઓ તરફથી દબાણ કરતા હોય એવું સાંભળ્યું હશે અને તેનો અનુભવ પણ કર્યો હશે.

ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

પણ જો તમને પ્રેમ કરવાના પૈસા આપવામાં આવે તો?

હવે તમે કહેશો કે આવું કઈ રીતે બને? તો આ વાત સાચી છે અને આ ઓફર આપી રહી છે ચીનની એક કંપની. તો પાડોશી દેશ ચીનમાં એક કંપની પોતાના કર્મચારીઓને ડેટિંગ માટે પૈસા આપી રહી છે. આ સાંભળીને તમને થોડું વિચિત્ર લાગશે છે, પરંતુ ખરેખર આ દિલચસ્પ ઓફર આપવામાં આવી રહી છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

દક્ષિણ ચીનમાં એક કંપની તેમના કર્મચારીઓ માટે કામના સ્થળે ઓછું અને વધુ મેચ મેકિંગનું કામ કરી રહી છે. કર્મચારીઓની ખુશીને ધ્યાનમાં રાખીને તેમણે એવા તમામ પ્રયાસો શરૂ કર્યા છે કે જેથી તે લગ્ન કરવા માટે પ્રેરિત થાય. એક રિપોર્ટ અનુસાર શેનજેનની કેમેરા કંપની ઇન્સ્ટા 360 એ એક આકર્ષક અને રોમેન્ટિક ઓફર કરી છે. કંપનીએ વચન આપ્યું છે કે જો કર્મચારી સિંગલ છે અને કંપનીના ડેટિંગ પ્લેટફોર્મ પર કોઈપણ ડેટ વાળી એપ પોસ્ટ કરે છે. તો તેને નવ જેટલા યુઆન એટલે કે ₹800 આપવામાં આવશે. અને આ ઓફર 11 નવેમ્બરથી શરૂ થઈ ગઈ હતી. અને અત્યાર સુધીમાં 500 કર્મચારીઓએ આવી પોસ્ટ કરી છે. આ સ્થિતિમાં ₹100000 ની વધારાની રકમનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. અને એટલું જ નહીં જો કોઈ આ ઓફર સાથે ત્રણ મહિના સુધી એક જ રિલેશનમાં રહે છે તો તેને અલગથી બોનસ પણ આપે છે આ કંપની.

ALSO READ:-  ચૈત્ર નવરાત્રી દરમિયાન શું કરવું અને શું ના કરવું અને કઈ કઈ રાશિઓ માટે છે આ લાભદાયક સમય?

માત્ર કપલ જ નહીં પરંતુ તેમના મેચ મેકરને પણ લગભગ 12000 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. કંપનીનું કહેવું છે કે આ ઓફરનો ઉદ્દેશ કર્મચારીઓની ખુશી અને તેમને સોલમેટને શોધવા માટેના તમામ પ્રયાસોનો પ્રયત્ન છે.

તો આ અંગે ટિપ્પણી કરતાં કંપનીના કર્મચારીઓએ કહ્યું કે મારા સંબંધ માટે મારી મમ્મી કરતાં મારી કંપની વધુ એક્સાઇટેડ છે. તો આ ઓફર લોકોના ધ્યાનમાં આવતા સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે શું અહીં ભરતી થઈ રહી છે. આ વાત ચીનની કંપનીની છે. પણ શું આવી ઓફર ભારતમાં પણ હોવી જોઈએ ?

Sharing Is Caring:

Leave a Comment

Our Whatsapp Group Join Now
latestnewsupdates.in © {{current_year}}  • Built with Latest News Updates
About Us Contact Us Disclaimer Privacy Policy