પેટના કેન્સરના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો શું છે?

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

કેન્સર સાંભળતા જ ભય લાગે .આપણે જાણીએ છીએ કે કેન્સર જીવલેણ સાબિત થઈ શકે છે .જો કે કેન્સરના ઘણા પ્રકાર છે .

આજે આપણે પેટના કેન્સર વિશે વાત કરીશું .

તમે જાણો જ છો કે લોકોની બિન આરોગ્યપ્રદ જીવનશૈલી અને ખરાબ ખાવાની આદતો કેન્સરનું જોખમ વધારી શકે છે. અને તેના પરિણામો પણ ગંભીર હોઈ શકે છે. હાલમાં પેટના કેન્સરના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. અને દર વર્ષે પેટના કેન્સરના અનેક કેસ નોંધાઈ રહ્યા છે.

પેટનું કેન્સર

પેટનું કેન્સર એક ગંભીર પ્રકારનું કેન્સર છે અને મોટાભાગના કિસ્સાઓમાં લોકોને પેટના કેન્સરનું નિદાન ખૂબ મોડું અથવા તો છેલ્લા સ્ટેજ પર થાય છે. જેના કારણે દર્દી માટે પરિસ્થિતિ ગંભીર બની શકે છે. વાસ્તવમાં પેટના કેન્સરના લક્ષણો પ્રારંભિક તબક્કામાં દેખાતા નથી. તેથી દર્દીઓને કેન્સરનું નિદાન ખૂબ મોડું થાય છે. એટલા માટે પેટના કેન્સરથી પીડિત લોકોની સારવાર કરવી ડોક્ટરો માટે પણ મુશ્કેલ બની શકે છે. તેથી દર્દીઓએ પોતે જ તેમના સ્વાસ્થ્યમાં થતા ફેરફારો પર ધ્યાન આપવાની અને પેટના કેન્સરના લક્ષણોને ઓળખવાની ની જરૂર છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

પેટના કેન્સરના પ્રારંભિક લક્ષણો

પેટના કેન્સરના પ્રારંભિક લક્ષણોની વાત કરીએ તો કેન્સરના પ્રારંભિક લક્ષણોમાં અપચોની સમસ્યા મુખ્ય છે. પેટમાં ગેસ કે પેટનું ફૂલવું એ પણ પેટના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. અચાનક વજન ઘટવું, ઓછી ભૂખ લાગવી, પેટમાં દુખાવો, મળમાં લોહી આવવું. સામાન્ય રીતે પેટના કેન્સરની શરૂઆત પેટમાં ગાંઠ બનવાથી થાય છે. અને ત્યારબાદ આ ગાંઠ ઝડપથી શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. તેથી પેટની ગાંઠની સારવાર સમયસર શરૂ કરવી જોઈએ. પેટના કેન્સર એટલે કે ગેસ્ટ્રીક કેન્સર ના લક્ષણો ગંભીર બની જાય છે. અને ગાંઠ વધવાની સાથે કેન્સર જીવલેણ પણ બની શકે છે. તેથી આ લક્ષણોને સમયસર ઓળખો અને તમારી સારવાર શરૂ કરો.

પેટના કેન્સરથી બચવાના ઉપાયો શું છે ?

જો તમને પેટના કેન્સર સંબંધિત લક્ષણો દેખાય તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જે લોકોના પરિવારને પહેલા કેન્સર થયું હોય તેઓએ વધુ સાવચેત રહેવું જોઈએ. અને લક્ષણોની અવગણના કરવી જોઈએ નહીં. દારૂ અને ધૂમ્રપાન જેવી ખરાબ આદત ટાળો. જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનું સેવન ન કરો. આવા ખોરાકમાં ઉમેરવામાં આવે આવતા રસાયણો પ્રિઝર્વેટીવસ વગેરે લોકોમાં કેન્સરનું જોખમ વધારે છે. સ્વસ્થ આહાર અપનાવો અને શારીરિક રીતે સક્રિય રહો.

તો જે રીતે આપણે કહીએ છીએ કે સાવચેતી એ જ સલામતી એ રીતે શરીરનું ધ્યાન રાખો અન્ન પારકું છે પેટ નહીં એટલે પેટમાં કોઈ પણ બિન આરોગ્યપ્રદ આહાર ન જાય એ વાતનું ધ્યાન રાખવું હિતાવહ છે.અને જો તમે કે તમારા પરિવારના કોઈ પણ સદસ્યને આ પ્રકારના લક્ષણ દેખાય છે તો બિલકુલ પણ સમય બગાડ્યા વગર તરત જ સંબંધિત ડોક્ટરનો સંપર્ક કરો અને નિદાન કરાવીને સારવાર કરાવો.

Sharing Is Caring:

Leave a Comment

Our Whatsapp Group Join Now
latestnewsupdates.in © {{current_year}}  • Built with Latest News Updates
About Us Contact Us Disclaimer Privacy Policy