મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ શિષ્યવૃત્તિ યોજના 2025

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

આપણે વાત કરીશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ વિશે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ શું છે અને કયા કયા બાળકો આ યોજના અંતર્ગત પરીક્ષા આપી શકે છે અને આ પરીક્ષાનો કાર્યક્રમ શું છે?

તમામ માહિતી વિશે આપણે આ આર્ટિકલની અંદર વાત કરવાના છીએ.

વાત કરીએ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના શું છે?

તો ધોરણ એક થી આઠમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 આરટી એક્ટ 2009 તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012 અન્વે 6 થી 14 વર્ષના નબળા વર્ગના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25% ની મર્યાદાઓ શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ એકમાં પ્રવેશ મેળવીને ધોરણ આઠ સુધીનો જે બાળકોએ અભ્યાસ અધ્યારે સળંગ કરેલો છે તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે સરકારી, ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ નવ થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ શું છે?

તો અહીંયા જે નબળા વર્ગના જે બાળકો છે અને જે બાળકો અત્યારે આરટીઈ એક્ટ 2009 હેઠળ ધોરણ એક થી પ્રવેશ મેળવેલ છે અને ધોરણ આઠ સુધીનો જે અત્યારે સળંગ અભ્યાસ જે બાળકોએ અત્યારે લીધેલો છે તેવા બાળકોની અહીંયા પરીક્ષા લેવામાં આવતી હોય છે. અને પરીક્ષા હેઠળ અહીંયા 25000 જેવા તેજસ્વી વિદ્યાર્થીઓનું અહીંયા સિલેક્શન થાય છે.

હવે વાત કરીએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપના કાર્યક્રમ વિશે પરીક્ષાનો કાર્યક્રમ કઈ રીતનો છે?

અહીંયા જે જાહેરનામું અહિયાં બહાર પાડવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપનું એ 24/2/2025 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. અહિયાં રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો જે સમયગાળો છે એ 25/2/2025 થી 6/3/2025 દરમિયાન તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું છે. અને પરીક્ષા પરીક્ષા ફી જે તમે જોઈ શકો છો નિશુલ્ક છે. પણ જાતની પરીક્ષા ફી તમારી પાસે લેવામાં આવશે નહીં. પરીક્ષાની તારીખ છે એ 29/3/2025 છે, જે તારીખે અહિયાં પરીક્ષા લેવામાં આવશે.

ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

હવે વાત કરીએ કે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપની અંદર કયા કયા બાળકો આ યોજનાની અંદર પરીક્ષા આપી શકે છે?

કસોટીમાં બેસવા માટેની જે પાત્રતા છે તમે જોઈ શકો છો કે સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠનો સળંગ અભ્યાસ કરી ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલા હોય તેવા આવકની મર્યાદા ધ્યાન લીધા વગર તમામ વિદ્યાર્થીઓ અથવા અહીંયા તમે જોઈ શકો છો અથવામાં આરટી એક્ટ 2009 હેઠળ જોગવાઈ હેઠળ જે સમયે આ સ્વનિર્ભર શાળાઓમાં 25% ની મર્યાદામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ જેઓ હાલ 2025 ની અંદર ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલા હોય જેઓની વાલીની આવક જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા વખતે આરટી એક્ટ 2009 હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતાં વધુ ના હોય તો તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.

ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

Helpline Number : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના

વિદ્યાર્થી/વાલીને નીચેની કોઈ બાબતે મુજવણ હોય પોતાના સંબંધિત જિલ્લાના Helpdesk નંબર પર કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂમાં સંપર્ક કરવો.

  1. કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય
  2. શાળા પસંદગી બાબતે મુંજવણ હોય
  3. અરજી રીજેક્ટ થયેલ હોય
  4. ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય
  5. યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન
  6. કોઈ ટેકનીકલ સમસ્યા
  7. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના Helpline – Click Here

Administrative Support – +91 7923973615

દોસ્તો આ આર્ટિકલની અંદર આપણે વાત કરી કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના શું છે? અને કયા કયા બાળકો આ પરીક્ષાને આપી શકે છે? અને તેનો લાભ લઈ શકે છે? અને પરીક્ષાના કાર્યક્રમ વિશે પણ આપણે આ આર્ટિકલની અંદર વાત કરી

Sharing Is Caring:

Leave a Comment

Our Whatsapp Group Join Now
latestnewsupdates.in © {{current_year}}  • Built with Latest News Updates
About Us Contact Us Disclaimer Privacy Policy