ભારતને મંદિરોનો દેશ કહેવાય છે. એટલું જ હીં આ દેશની 80 ટકા વસ્તી સનાતન ધર્મનું મત પાલન કરે છે. એટલા માટે જ ભારતના ખૂણે ખૂણામાં મંદિરોની સંખ્યા હોવી એ સ્વાભાવિક બાબત છે. દેશમાં સેકડો એવા પ્રાચીન મંદિરો છે જેમના વિશે જાણીને લોકો હેરાન પરેશાન થઈ જાય. તેમાંથી ઘણા મંદિર અનેક રહસ્યોથી ભરેલા છે. જેના ચમત્કારોને આજ દિન સુધી કોઈ નથી ઉકેલી શકતું.
આજે અમે એવા જ એક ભારતના મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે જ્યાં નંદી મહારાજની પ્રતિમાનો આકાર સતત વધી રહ્યો છે.
ક્યાં આવેલું છે આ શિવ મંદિર?
એવું કેમ થઈ રહ્યું છે આ વાત આજે પણ રહસ્યમય છે. જાણકારોના મતે ભગવાન શિવ સાથે જોડાયેલા અનોખું મંદિર હૈદરાબાદથી લગભગ 300 કિલોમીટર દૂર આંધ્રપ્રદેશના કુરનોલમાં બનેલું છે. આ મંદિરનું નામ શ્રી યાંગતી ઉમામહેશ્વર મંદિર છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ 15 મી સદીમાં વિજયનગર સામ્રાજ્યના સંગમ વંશના રાજા હરિહર બુકારાએ કરાવ્યું હતું. આ મંદિરના નિર્માણમાં વૈષ્ણવ પરંપરાની છાપ સ્પષ્ટ નજરે પડે છે. એટલે જ નહીં મંદિર પર વિજયનગર નગર ચાલુક્ય ચોલ અને પલ્લવ શાસકોની પરંપરાઓ પણ દેખાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
આ મંદિર ની સ્થાપના કોને કરી હતી?
માન્યતા અનુસાર આ શિવ મંદિરની સ્થાપના ઋષિ અગત્યએ કરી હતી. ત્યાં સ્થાન પર ભગવાન વેંકટેશ્વરનું મંદિર બનાવવા માંગતા હતા, પરંતુ નિર્માણ દરમિયાન મૂર્તિનો અંગૂઠો તૂટી ગયો. જેના કારણે અગત્ય ઋષિ ખૂબ દુઃખી થયા. ત્યારબાદ તેમણે ભોલેનાથની પૂજા અર્ચના કરી. તેમની ભક્તિથી ભગવાન શિવે પ્રગટ થઈને તેમને આશીર્વાદ પણ આપ્યા. સાથે એવું પણ કહ્યું કે આ સ્થાન કૈલાશની જેમ દેખાય છે એટલા માટે અહીં તેમનું મંદિર જ બનાવવું યોગ્ય રહેશે.
શા માટે આ મંદિરમાં કાગડા નથી આવી શકતા?
આ મંદિરમાં તમને કાગડા નજરે નહીં પડે. કહેવાય છે કે જ્યારે ઋષિ અગત્ય તપસ્યા કરી રહ્યા હતા ત્યારે કાગડા કાં કાં કરીને તેમને હેરાન પરેશાન કરતા હતા. જેના કારણે નારાજ થઈને અગતસ્ય મુનિએ તેમને શ્રાપ આપ્યો કે હવે ક્યારે પણ આ સ્થાન પર નહીં આવી શકે. અને જો આવવાનો પ્રયાસ કરશે તો મોતને ભેટશે. ત્યારબાદ કાગડા મંદિરની આસપાસ પણ નજરે નથી પડી રહ્યા.
આ મંદિરનું સૌથી મોટું આશ્ચર્ય ત્યાં સ્થાપિત નંદીજીની મૂર્તિ છે. કહેવાય છે કે પથ્થરથી બનેલી આ પ્રતિમાનો આકાર દર 20 વર્ષે એક એક ઇંચ વધતો જઈ રહ્યો છે. જેને કારણે ત્યાં લાગેલા આધાર સ્તંભને એક એક કરીને હટાવવા પડી રહ્યા છે.
માન્યતા એવી પણ છે કે કલિયુગના અંતમાં નંદી પોતાની લાંબી ઊંઘમાંથી જાગીને વિરાટ રૂપમાં આવી જશે. અને તેની સાથે જ ધરતી પર પ્રલય આવી જશે. જેમાં તમામ લોકો પણ માર્યા જશે.