બિહાર વિધાનસભાની ચૂંટણી 2025 માટેનું બે તબક્કામાં થયેલું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બિહારમાં રાજકીય વાતાવરણ ઉત્સાહથી ભરેલું અને મતદારો ચૂંટણી પરિણામોની આતુરતાથી રાહ જોઈને બેઠા છે.
જો કે ચૂંટણીના પરિણામો પહેલા એક્ઝિટ પોલ બહાર આવ્યા છે. આમ તો ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર અનિર્ણિત મતદારો પર છેલ્લી ઘડીએ પ્રભાવ રોકવા માટે આ અનુમાન અંતિમ જે મતદાન છે તે પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધિત રાખવામાં આવે છે. પરંતુ હવે જ્યારે ગઈ કાલે બિહાર ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આની સાથે જ એક મહિનાથી ચાલી રહેલી ચૂંટણીની કવાયાતનો પણ અંત આવ્યો છે અને હવે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલના તારણો પણ જાહેર કરવામાં આવ્યા હતા.
એક્ઝિટ પોલ મતદાન પછી સર્વે એજન્સીઓ દ્વારા એકત્રિત કરાયેલા મતદારોના પ્રતિસાદ પર આધારિત હોય છે. તેમનો હેતુ એ વાસ્તવિક પરિણામો જાહેર થાય તેના પહેલા જાહેર જનતાની જે લાગણીઓ છે તેને સચોટ રીતે પ્રતિબિંબિત કરવાનો હોય છે. જો કે અહીંયા પહેલા એક બાબતને ધ્યાને લેવી જરૂર છે. કે એક્ઝિટ પોલ એ હંમેશા સાચા સાબિત નથી થતા. તે ખોટા પણ સાબિત થતા હોય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
હવે આ મુદ્દે ડિટેલમાં વાત કરીશું. જેમાં પહેલા તો તમને એવી જાણકારી આપી દઈએ કે આ ચૂંટણી મેદાને ઉતરેલી પાર્ટીઓ કઈ કઈ હતી?
બિહારની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો
એવા અહેવાલ છે કે આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો બે ગઠબંધનની વચ્ચે છે જેમાં શાસક એનડીએ અને મહાગઠબંધન. ત્રીજો પક્ષ જનસુરાજ છે જે મેદાનમાં ઉતરેલી છે પરંતુ પ્રશાંત કિશોરની આ પાર્ટી પહેલીવાર ચૂંટણી લડી રહી છે.
બિહારની વિધાનસભાની અત્યારની સ્થિતિ?
એનડીએ ગઠબંધનમાં પાંચ પક્ષોનો સમાવેશ થાય છે. ભાજપ અને જેડીયુ 243 બેઠકવાળી બિહારની વિધાનસભામાં 101-101 બેઠકો ઉપર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ 29 બેઠકો પર અને રાષ્ટ્રીય લોકમોર્ચા એટલે કે આરએલએમ અને હિન્દુસ્તાની અવામ મોર્ચા એટલે કે એચએએમ 6 છ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળ 143 બેઠકો પર કોંગ્રેસ 61 બેઠકો પર સીપીઆઈએમએલ 20 બેઠકો પરસીપીઆઈએમ એ ચાર બેઠકો પર અનેસીપીઆઈ એ નવ બેઠક પર ચૂંટણી લડી રહી છે.
હવે આપણે વાત કરીશું એક્ઝિટ પોલની
મેટ્રીસીસ અને આઈએએનએસના એક્ઝિટ પોલ
આ એક્ઝિટ પોલના સર્વેમાં કોની સરકાર બનવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો મીડિયામાંથી અહેવાલ સામે આવ્યા છે કે મેટ્રીસીસ અને આઈએએનએસના એક્ઝિટ પોલમાં એનડીએને 147-167 જેટલી બેઠકો મહાગઠબંધનને 70 થી 90 બેઠકો અને અન્યને 2 થી 6 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. આમાં ભાજપને 65 થી 73 બેઠકો જેડીયુ ને 67 થી 75 બેઠકો, એલજેપીઆર ને સાત થી ઝીરો બેઠકો અને એચએએમને ચાર થી પાંચ બેઠકો અને આરએલએમ ને એક કે બેઠક આપવાની સંભાવના છે. મહાગઠબંધનમાં આરજેડી ને 53 માંથી 53 યા તો પછી 58 બેઠકો કોંગ્રેસને 10 થી 12 બેઠકો વીઆઈપી ને 1 થી 4 બેઠકો અને ડાબેરી પક્ષોને 9 થી 14 બેઠકો આપવામાં આવી છે.આ એક્ઝિટ પોલ મુજબ એનડીએને 48% અને મહાગઠબંધનને 37% જેટલા મત મળી શકે છે.
ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પોલ
જ્યારે ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પોલમાં એનડીએને 130 થી 138 બેઠકો, મહાગઠબંધનને 100 થી 108 બેઠકો અને અન્યને 3 થીપ બેઠકો મળવાની ધારણા છે.
દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ
આ સિવાય દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલમાં પણ એનડીએને 145 થી 160 બેઠકો મહાગઠબંધનને 73 થી 91 જેટલી બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.
પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલ
જ્યારે પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલમાં એનડીએ ને 133 થી લઈને 159 બેઠકો મહાગઠબંધનને 75 થી 101 બેઠક આપવામાં આવી છે.
પીપલ્સ ઇનસાઈડના એક્ઝિટ પોલ
આના ઉપરાંત પીપલ્સ ઇનસાઈડના એક્ઝિટ પોલમાં એનડીએ ગઠબંધનને 133 થી લઈને 148 જેટલી બેઠકો, મહાગઠબંધનને 87 થી 102 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી.
પોલ ડાયરીના એક્ઝિટ પોલ
પોલ ડાયરીના એક્ઝિટ પોલમાં એનડીએ ગઠબંધનને 184 થી 209 બેઠકો મહાગઠબંધનને 32 થી 49 બેઠકો અને અન્ય પક્ષોનેએક થી પાંચ બેઠક મળવાની આગાહી કરવામાં આવી છે.
બિહાર વિધાનસભામાં કેટલી બેઠક બહુમત માટે જરૂરી છે?
બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષ યા તો પછી ગઠબંધન 122 બેઠકો હોવી જરૂરી છે. હાલમાં બિહારમાં એનડીએ સરકાર છે જેમાં જેડીયુ અને બીજેપી તેના ઘટક પક્ષો છે અને આરજેડીના જે તેજસ્વી યાદવ છે તે બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે. હાલમાં બિહાર વિધાનસભામાં ભાજપ પાસે 80 આરજેડી પાસે 77 અને જેડીયુ પાસે 45 જ્યારે કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યો છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્કસદવાદ અને લેલીનવાદી લિબરેશનના 11 ધારાસભ્ય છે. જ્યારે હિન્દુસ્તાની આવામ મોર્ચા એટલે કે સેક્યુલરના ચાર ધારાસભ્યો છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે માર્કસરવાદના બે ધારાસભ્ય છે જ્યારે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના બે ધારાસભ્ય.
બિહારમાં અત્યારે સુધી વિધાનસભાની ચૂંટણી?
આ સિવાય તમને જણાવી દઈએ કે એવા અહેવાલ છે કે બિહારમાં વિધાનસભાની પહેલી ચૂંટણી 1952 માં યોજાઈ હતી. ત્યારથી 2020 સુધી બિહારમાં 17 વખત વિધાનસભાની ચૂંટણી યોજાય છે. ફેબ્રુઆરી 2005 માં યોજાયેલી ચૂંટણીમાં સરકાર બનાવવામાં નિષ્ફળતાના કારણે ઓક્ટોબરમાં ફરી એકવાર ચૂંટણી યોજવી પડી હતી.
બિહારમાં કોની બનશે સરકાર?
જો કે આ વખતે એક્ઝિટ પોલમાં એનડીએનના પરફોર્મન્સે લોકો ખાસ નજર રાખી રહ્યા છે. હકીકત જોઈએ તો એનડીએમાં આ વખતે ફરી એકવાર નીતીશકુમારને સીએમ ફેસ ઘોષિત કર્યા હતા. આવા સમયે જોવાનું રહેશે કે શું ફરી એકવાર નીિતીશકુમાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લઈને ઇતિહાસ બનાવે છે કે પછી બિહારની ગાદી પર તેજસ્વી યાદવના નેતૃત્વવાળી મહાગઠબંધનની સરકાર બની શકે છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી 2025 કેટલું મતદાન થયું?
જો કે આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણી 2025 ના પહેલા અને બીજા તબક્કામાં મતદાનની ટકાવારીએ આના અગાઉ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કારણ કે કુલ 66.90% મતદાન નોંધાયું છે જે 1951 થી થયેલી અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણીઓ છે તેમાં સૌથી વધુ મતદાન માનવામાં આવે છે. બંને તબક્કામાં કુલ 3.7 7 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેને લઈને એવા સમાચાર સામે આવ્યા છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર બિહાર વિધાનસભાની ચૂંટણી પર કહ્યું છે કે મતદારોએ સ્વતંત્ર ભારતમાં પણ ઇતિહાસ રચ્યો છે. બિહારના મતદારોએ 1951 બાદ થયેલી અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં સૌથી વધુ મતદાન કર્યું છે. લગભગ 66.9% મતદાન થયું છે. તેમણે કહ્યું છે કે મહિલાઓએ ચૂંટણી પંચ પ્રત્યે પોતાનો સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો છે.
243 વિધાનસભાની બેઠકોમાં રેકોર્ડ મતદાન
બિહારના 20 જિલ્લાઓમાં 122 વિધાનસભાની બેઠકો પર ચૂંટણીના બીજા તબક્કામાં બમ્પર મતદાન થયું છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર 68.80% મતદાન થયું છે. એકંદરે મતદાનના બીજા તબક્કામાં મતદારોએ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. છઠ્ઠી નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર 65 ટકાથી વધુ રેકોર્ડ મતદાન થયું હતું.
ઓપિનિયન પોલ શું હોય છે?
આ ઓપિનિયન પોલ પણ એક ચૂંટણી લક્ષી સર્વે છે. જેમાં દરેકનો સમાવેશ કરવામાં આવે છે અને મતદાતાની સ્થિતિ ફરજિયાત નથી. આ સર્વે ચોક્કસે ક્ષેત્રના આધારે વિવિધ મુદ્દાઓ ઉપર જનતાના મૂળનું મૂલ્યાંકન કરે છે. ઓપિનિયન પોલ એ ચોક્કસ યોજનાઓ પ્રત્યે જનતાની પસંદ અને અસ્વીકારનું પણ મૂલ્યાંકન કરતું હોય છે તેઓ એ પણ મૂલ્યાંકન કરે છે કે તેઓ કયા પક્ષથી કેટલા ખુશ છે જો કે આ સર્વેનું અનુમાનને સત્ય હકીકત ન ગણી શકાય ચૂંટણીના પરિણામના દિવસે જ આ ચૂંટણીમાં કોણે બાજી મારી છે તેનો ખ્યાલ આવશે.