શું તમે જાણો છો આ ખજાના વિશે?

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

તમે હંમેશા પુસ્તકોમાં, વાર્તામાં સાંભળ્યું હશે કે રાજા-મહારાજાઓએ કોઈ જગ્યા પર ખજાનો છુપાવ્યો હતો. જેને હજી સુધી કોઈ શોધી શક્યું નથી. ઘણા લોકોએ પ્રયાસો કર્યા પણ કોઈ છુપાયેલો ખજાનો શોધી શક્યું નથી. તમે અનેક પુસ્તકોમાં આ રસપ્રદ વાર્તાઓ વાંચી હશે, જેને વાંચીને તમને પણ એવું લાગ્યું હશે કે તમને પણ આવો ખજાનો મળી જાય તો મજા આવી જાય. પરંતુ તમને આ વાતો માત્ર વાતો જ લાગતી હશે. પરંતુ ફિલ્મો કે પુસ્તકોમાં બતાવવામાં આવેલા આ ખજાના વિશે વાંચીને લોકોને હંમેશા એવું વિચારે છે કે શું સાચે જ આવો ખજાનો છુપાયેલો હોય છે.

આ સવાલનો જવાબ હા છે. આપણા દેશમાં અનેક જગ્યાઓ પર આવો કુબેરનો ખજાનો છે, જેનાથી આખો દેશ માલામાલ થઈ શકે છે. તો ચાલો આજે જાણીએ કે, એવી કઈ જગ્યાઓ છે જ્યાં ખજાનાઓ છુપાયેલા છે.

ALSO READ:-  કુલરના પાણીમાં દુર્ગંધ કેવી રીતે દૂર કરવી?

અલવરનો ખજાનો

તમે કદાચ આ વાત નહિ જાણતા હોવ, પણ અલવર જિલ્લામાં એક બાલા નામનો કિલ્લો છે, જે આમ તો ટુરિઝમ સ્થળ છે. પરંતુ અહી મોટી માત્રામાં ખજાનો છુપાયેલો છે. જેને હજી સુધી કોઈ શોધી શક્યુ નથી. આ કિલ્લાના શસ્ત્રાગાર રાખવાના તહેખાનાને સીલ કરી દેવાયું છે, અને ત્યાં જવાની કોઈને પરમિશન નથી.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

હૈદરાબાદનો ખજાનો

હૈદરાબાદમાં જેકબ નામનો એક હીરો છે, જે વિશ્વનો સાતમો સૌથી મોટો અનકટ હીરો છે. તે કોહિનૂર કરતા પણ બે ગણો મોટો છે. આ હીરા વિશે અનેક સ્ટોરીઝ પ્રચલિત છે. એવું કહેવાય છે કે, નિઝામને આ હીરો એટલો ગમી ગયો હતો કે, તેને આ હીરો એક જ ઝાટકે કોઈ પણ ભાવતોલ કર્યા વગર ખરીદી લીધો હતો અને પોતાનું નામ આપીને પાસે રાખી લીધો હતો. વર્ષ 1995માં એક કરાર બાદ કેન્દ્ર સરકારે માત્ર 218 કરોડ રૂપિયામાં તેને ખરીદી લીધો હતો. જોકે, તમામ આભૂષણોની કિંમત તે સમયે 2000 કરોડ હતી.

ALSO READ:-  કોનો પગાર વધારે છે? પાકિસ્તાની આર્મી ચીફ કે ભારતીય આર્મી ચીફ

પાટણનો ખજાનો

ગુજરાતનું પાટણ શહેર પોતાનામાં ઈતિહાસની ઉજળું પાનું ધરબીને બેઠું છે. અહી ઘણો મોટો ખજાનો છુપાયેલો છે. અહી એક શિવમંદિર છે, જેની પાસે એક સમાધિ છે. આ મંદિરની દેખરેખ કરનારા સોવન પરિવારનો દાવો છે કે, અહી તેમની ત્રણ-ત્રણ પેઢીઓએ આ સમાધિ નીચે ખજાનો છુપાવ્યો છે.

આવી અનેક વાતો એવી છે જે ખજાના સુધી પહોંચે છે, અને દેશમાં ઠેકઠેકાણે ધરબાયેલી છે. આ વાર્તાઓમાં અલગ અલગ પ્રકારની ધારણાઓ બતાવવામાં આવી છે, જે વિવિધ રસ્તાઓ સુધી પહોંચે છે. આ કારણોથી જ ભારતને સોનાની ચીડિયા કહેવામા આવતું હતું.

આ દેશમાં અંગ્રેજોની હુકૂમત પહેલા બહુ જ ધન હતું, આજે તે ક્યાંક છુપાયેલું છે તો ક્યાંક બચાયેલું છે. જે કેટલીક ગુફાઓ અને પદ્મનાભસ્વામી મંદિરના તહેખાનાની અંદર બંધ પણ છે. જ્યાં સામાન્ય માણસને પહોંચવું બહુ જ મુશ્કેલ છે.

ALSO READ:-  જાણો આ સ્કેલ્પ મિસાઇલ વિશે જેને પાકિસ્તાન ને બરબાદ કરી દીધું?
Sharing Is Caring:

Leave a Comment

નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp