રાત્રે નીંદર નથી આવતી અને આખી રાત આપણે પડખા ફેરવતા રહીએ છીએ. આવું થાય ત્યારે આપણે શું કરવું જોઈએ?
મારી જેમ ઘણા લોકોને આ પ્રશ્ન સતાવતો હશે. હવે એક રિસર્ચ અનુસાર ઓછામાં ઓછા લોકોએ આઠ કલાકની નીંદર તો કરવી જ જોઈએ. અને એક ઉંમર પછી રાત્રે છ થી સાત કલાકની નીંદર કરવી જોઈએ. પણ અત્યારે જે આપણી લાઈફ સ્ટાઇલ છે અને જે આપણું કામ છે અને તેના કારણે જે સ્ટ્રેસ થઈ રહ્યું છે તેના કારણે આપણે ઘણી વખત એવું પણ બને છે કે આખી રાત નીંદર નથી આવતી. અને આખી રાત આપણે પડખા ફેરવતા રહીએ છીએ.
આવું જ થાય થાય ત્યારે તમારે વધારે કંઈ કરવાનું કામ નથી તમે રાત્રે સૂતા પહેલા બસ પાંચ વસ્તુઓ ખાઈ લેશો ને તો આખી રાત તમને ઘસઘસાટ નીંદર આવી જશે અને તમારી આંખ જે છે એ બીજે દિવસે સવારે જ ખુલશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
હવે કઈ છે પાંચ વસ્તુ એ જાણીયે
હવે ઘણા લોકોને એવી સમસ્યા થતી હશે કે એમને રાત્રે નીંદર ના આવતી હોય. અને જો એક વખત નીંદર આવી જાય તો તે ઉડ ઉડ થતી હોય. હવે આ બધાને કારણે આપણી જે સ્લીપ સાયકલ છે એ બગડી જતી હોય છે. અને બીજે દિવસે સવારે ઉઠીને પણ આપણે થાક લાગતો હોય છે. અને કામ પર પણ આપણે ધ્યાન નથી આપી શકતા અને આને કારણે આપણે આગળ જતાં બીમાર પણ પડી શકીએ છીએ. હવે આ નીંદર ન આવવાની જે સમસ્યા છે એ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે અને આપણી લાઈફ સ્ટાઇલ અને ફૂડ સાથે પણ જોડાયેલી છે. જેમ ફિટ રહેવા માટે આપણે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ એવી રીતે સારી ઊંઘ આવે ને એ માટે પણ આપણે થોડી વસ્તુઓ ખાવી જોઈએ.
આ જ માટે જો તમે સૂતા પહેલા પાંચ વસ્તુઓ ખાઈ લેશો ને તો તમને આખી રાત ઘસઘસાટની અંદર આવી જશે.
સૌથી પહેલી વસ્તુ છે દૂધ
હવે દૂધ પીવાના ફાયદા તો આપણે બધાને ખબર જ છે. આપણે ખબર છે કે દૂધ પીવાથી આપણા હાડકા મજબૂત થાય છે અને બીજા આપણે ઘણા ફાયદા મળે છે. પણ આ દૂધ પીવાને કારણે આપણે સારી ઊંઘ પણ આવે છે. એટલા માટે તમે જ્યારે પણ સૂતા હોવ એટલે કે રાત્રે 10, 11 વાગે જ્યારે પણ તમે ઊંઘવા જતા હોવ એ પહેલા તમારે એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું જોઈએ. કારણ કે દૂધમાં ટ્રીપ્ટોફીન અને મેલાફથોનિક નામના જે તત્વો હોય છે તેના કારણે આપણે આખી રાત ઊંઘ સરળતાથી આવે છે.
હવે આ પાંચ ફૂડ માંથી બીજું ફૂડ છે કેળા
તમે સાંભળો હશે કે રાત્રે કેળા ન ખાવા જોઈએ પણ એ એ લોકો માટે છે જેમને તાવ અથવા તો કફ જેવી બીજી બીમારી હોય છે. પણ જો તમને આખી રાત સારી ઊંઘ જોતી હોય તો તમે રાત્રે એક કેળું ખાઈને સુઈ જશો તો તમને આખી રાત સારી ઊંઘ આવશે. કારણ કે કેળામાં વિટામિન, પોટેશિયમ, મેગ્નેશિયમ તો હોય જ છે આ સાથે જ ટ્રીપ્ટોફીન પણ હોય છે અને તેને કારણે જ આખી રાત આપણે ઊંઘ પણ આવી શકે છે. અને જો તમારે એકલું કેળું ન ખાવું હોય તો તમે દૂધ અને કેળા પણ ખાઈ શકો છો. અને દૂધ કેળા ખાવાને કારણે તમે આખી રાત ઘસઘસાટ સુઈ પણ શકો છો. જો કે કેળા ખાતા પહેલા તમારે એક્સપર્ટની સલાહ ચોક્કસથી લેવી જોઈએ.
ત્રીજું છે બદામ અથવા તો અખરોટ
હવે જો તમે આવા નટ્સ ખાઈ લેશો તો પણ તમને આખી રાત ઘસઘસાટ ઊંઘ આવશે. કારણ કે અખરોટમાં ટ્રીપ્ટોફીન નામનું જે તત્વ હોય છે તેના કારણે આપણા જે ઊંઘના હોર્મોન્સ હોય છે તે આપણા શરીરમાં વધે છે અને આપણે આખી રાત સારી ઊંઘ આવે છે. આવું જ કંઈક બદામમાં છે બદામમાં પણ મેલાટોનીન અને ટ્રીપ્ટોફીન નામના તત્વો હોય છે. તેના કારણે આપણે આખી રાત ઊંઘ આવે છે. એટલે જો તમે સૂતા પહેલા એક અખરોટ અથવા તો બે ત્રણ બદામ ખાઈ લેશો તો તમને સારી ઊંઘ આવશે.
ચોથી છે ચા
મને ખબર છે કે ચા પીવાથી જે રાતની ઊંઘ છે એ ઉડી જતી હોય છે એવું તમે સાંભળ્યું હશે. પણ હું દૂધ વાળી ચા નહીં અમે તમને હર્બલ ટી પીવાનું કહી રહ્યા છીએ અને ખાસ કરીને તમે કેમોમાઈલની જે ચા છે એ પી લેશો તો તમારો આખા દિવસનો જે સ્ટ્રેસ છે એ ઓછો થઈ જશે. અને તમને રાત્રે સારી ઊંઘ પણ આવશે.
અને પાંચમું છે ચોખા એટલે કે ભાત
ઘણા લોકો કહેતા હોય છે કે રાત્રે ચોખા ન ખાવા જોઈએ જેના કારણે ચરબી વધે છે. અને ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ છે એમને સફેદ ચોખા તો ન જ ખાવા જોઈએ. પણ આ ચોખાને કારણે તમને રાત્રે સારી ઊંઘ પણ આવી શકે છે. એટલા માટે જેમને કોઈ હેલ્થ સમસ્યા નથી એમને રાત્રે થોડા ચોખા ખાઈ લે અથવા તો ભાત ખાઈ લે તો તેમને આખી રાત ઘસઘસાત ઊંઘ આવી શકે છે.
અને આ સિવાય તમે ફ્રૂટ્સ પણ ખાઈ શકો છો. તેમાં પણ ખાસ કરીને જે કીવી છે એ ખાવાથી તમને આખી રાત ઊંઘ આવશે. અને ચેરી ખાવાથી પણ તમને આખી રાત સારી ઊંઘ આવી શકે છે.
હવે આપણે એ ફ્રૂટ્સની પણ વાત કરી લઈએ જેને ખાવાથી આપણે આખી રાત ઊંઘ નથી આવતી અથવા તો જેના કારણે આ જે ઊંઘ છે એ ઉડ ઉડ થયા કરે છે.
ખાસ કરીને લોકોને રાત્રે ચીઝ બર્ગર પીઝા એટલે કે આ જે ફાસ્ટ ફૂડની આઈટમ છે એ ઓછી કરી નાખવી જોઈએ. કારણ કે તેના કારણે આપણી ઊંઘ જે છે એ ઉડી જતી હોય છે અને જે લોકોને આલ્કોહોલનું સેવન કરવાની આદત છે એમને ખબર હશે કે જો આલ્કોહોલ પીધા બાદ આપણે સારી ઊંઘ આવે છે પણ જે અડધી રાત્રે ઊંઘ જે છે એ ઉડી જતી હોય છે. એટલા કારણે આપણે રાત્રે સૂતા પહેલા ક્યારેય પણ કેફીનનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય ચા અને કોફીનું પણ સેવન ન કરવું જોઈએ. અને જે એનર્જી ડ્રિંક અને કોલ્ડ ડ્રિંક હોય છે તેનું પણ સેવન આપણે ના કરવું જોઈએ.