બોર્ડ દ્વારા પરિણામની તૈયારીઓ આખરી તબક્કામાં
ત્યારે જો ધોરણ 10નું પરિણામ જાહેર કરવાની વાત કરીએ તો મે મહિનામાં ધોરણ 10નું પરિણામ જાહેર થઈ શકે છે. ગુજરાત બોર્ડ દ્વારા પરિણામની તૈયારીઓ આખરી તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી બોર્ડની પરીક્ષાના પરીણામ જાહેર થવાની કોઈ ચોક્કસ તારીખ સામે આવી નથી. જો કે પહેલા ધોરણ 12નું પરીણામ જાહેર કરવામાં આવે છે, કારણ કે ત્યારબાદ વિદ્યાર્થીઓને અલગ અલગ કોલેજમાં એડમિશન લેવાની પ્રક્રિયા પણ જૂન મહિનામાં શરૂ થતી હોય છે.
આ વખતે ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 14 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. હવે પરિણામ બાદ જોવાનું એ રહ્યું કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે અને કેટલા વિદ્યાર્થીઓને નિષ્ફળતા મળે છે. ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 14 લાખ વિદ્યાર્થીઓની પરિણામ લક્ષી આતૂરતાનો અંત મે મહિનાની શરૂઆત સુધી આવી જશે. પરિણામ જાહેર થયા પછી પરિણામ ઓનલાઈન જોઈ શકાશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ પોતાના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાત બોર્ડ પરિણામ મે મહિનામાં આવે છે ત્યારે આ વખતે આ વર્ષે ગુજરાત બોર્ડનું પરિણામ એપ્રિલ એટલે કે ચાલુ મહિનામાં જ શકે છે. ગુજરાત બોર્ડ પરિણામ અંગે એક મહત્વનું અપડેટ્સ સામે આવ્યું છે. વિશ્વાસુ સુત્રોના જણાવ્યા પ્રમાણે 15-26 એપ્રિલની આસપાસ ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી શકે છે.
ગુજરાત બોર્ડ પરિણામ કેવી રીતે જોવું?
ગુજરાત બોર્ડનું પરિણામ 2025 જોવા માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ (Gseb.org) ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. અમે વિદ્યાર્થીઓને સલાહ આપીએ છીએ કે નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની સૂચનાઓ તપાસતા રહે.
ગુજરાત બોર્ડ પરિણામ ચેક કરવા માટે આ સ્ટેપ અપનાવો
- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જાઓ
- વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
- હવે GSEB પરિણામ 2025 લિંક પર ક્લિક કરો
- હોલ ટિકિટ પર SSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો
- હવે GSEB ની માર્કશીટ તમારી સામે હશે
- ગુજરાત SSC માર્કશીટ ડાઉનલોડ કરો અને ભવિષ્યની જરૂરિયાત માટે રાખો.