શિયાળામાં ફરવા જવાનો પ્લાન હોય તો આ ભારતના સ્વિટ્ઝર્લેન્ડમાં જઈ શકો છો..!

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

શિયાળાની ઋતુમાં લોકો ફરવા માટે જતા હોય છે. એમાં પણ સ્વિટ્ઝર્લેન્ડ જેવી જગ્યા જો ભારતમાં જ મળી જાય તો કંઈક અલગ જ વાત છે.

આજે ભારતના એવા જ રાજ્ય વિશે જણાવીશું. જ્યાં જશો તો સ્વિટ્ઝર્લેન્ડ જેવું જ લાગશે. મતલબ કે તમારે સ્વિટ્ઝર્લેન્ડજવાની નથી જરૂર.

આમ તો ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જેને દેશના સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઊંચા પહાડો અને એમાં પણ બરફ વર્ષાથી ઢંકાયેલી સફેદ ચાદર તમારું મન મોહી લેશે. એટલે કે જમ્મુ કાશ્મીરને ભારતનું મિની સ્વિટ્ઝર્લેન્ડ કહેવાય છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

શિયાળાની સીઝનમાં ખાસ કરીને આ વિસ્તારમાં સફેદ ચાદર પથરાઈ જાય છે. જેમાં શ્રીનગર, ગુલમર્ગ અને પહલગામ જેવી અતિ સુંદર જગ્યાઓ તમારા મનને પ્રસન્ન કરી દેશે.

ALSO READ:-  હનીમૂન માટે કયા દેશો સૌથી સસ્તા છે જ્યાં તમે મુલાકાત લઈ શકો છો?

આ સિવાય અન્ય જગ્યાની વાત કરીએ તો ખજિયારને પણ ભારતનું સ્વિટ્ઝર્લેન્ડ કહેવાય છે. જે હિમાચલના ચંબામાં આવેલું ડેલહાઉજીની પાસે એક નાનું એવું હિલ સ્ટેશન છે. પરંતુ તેનો અહેસાસ સ્વિટ્ઝર્લેન્ડ થી જરા પણ ઓછો નથી.

આ ઉપરાંત હિમાચલની તળેટી પાસે વસેલું એક નાનું ગામ છે મુનસિયારી. તેને પણ મિની સ્વિટ્ઝર્લેન્ડના રૂપમાં ઓળખાય છે. અહીં શિયાળાની ઋતુમાં થતી બરફ વર્ષા અનોખું આકર્ષણ ઊભું કરે છે.

સૌથી છેલ્લે જણાવીએ તો ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાને પણ ભારતનું સ્વિટ્ઝર્લેન્ડ કહેવાય છે. વાત થોડી અચરજ ભરી છે. પરંતુ આ જિલ્લો પહાડોથી ઘેરાયેલો હોવાને કારણે અહીંનો પ્રાકૃતિક નજારો સ્વિટ્ઝર્લેન્ડ જેવો જ છે.

જો તમે પણ શિયાળામાં ફરવા જવાનો પ્લાન બનાવો છો તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.

ALSO READ:-  કાવડ યાત્રા 2025 માટે ઓનલાઈન નોંધણી કેવી રીતે કરવી?
Sharing Is Caring:

Leave a Comment

નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp