તમાકુ અને સિગારેટની આદત છોડાવો આ નુસખાથી

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

આપણા સૌરાષ્ટ્રમાં લોકોને જમ્યા બાદ કે પછી કંઈ પણ નાસ્તો કર્યા બાદ માવો એટલે કે તમાકુ અને સોપારી ખાવાની આદત હોય છે. અને આ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને લોકોને ગુટકા અને સિગરેટ ફૂકવાની આદત હોય છે.

હવે આપણે બધાએ પહેલા મુકેશની કહાની સાંભળી હશે. જેને તમાકુનું સેવન કરીને કેન્સર થઈ ગયું હતું અને અંતે તે મૃત્યુ પામ્યો હતો. આ ગુટકા અને તમાકુના જે પેકેટ આવે છે તેના પર પણ લખેલું હોય છે કે તમાકુના સેવનથી કેન્સર થાય છે. એમ છતાં લોકો આ પોતાની આદત છોડતા નથી અને છેલ્લે આ આદત જે છે એમના મૃત્યુનું કારણ બને છે.

પણ શું તમને એ ખબર છે કે તમે પાંચ રીત અપનાવીને આ તમાકુ ખાવાની આદતને આરામથી છોડી શકો છો.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

તમાકુ કે સિગારેટ ની આદત છોડવાની રીત કઈ છે?

આપણે બધાને ખબર છે કે તમાકુ ખાવાથી કેન્સરના ચાન્સીસ વધી જતા હોય છે. અને WHO ના એક રિપોર્ટ અનુસાર દર વર્ષે તમાકુ ના સેવનથી આશરે 70 લાખ લોકો અકાળે મૃત્યુ પામે છે. એટલું જ નહીં આપણે બધાને ખબર છે કે આ તમાકુ અને ગુટકા અને સિગરેટના જે પેકેટ હોય છે તેના ઉપર પણ એવી ચેતવણી લખવામાં આવી હોય છે કે આનું સેવન કરશો તો તમને કેન્સર થઈ જશે. એમ છતાં આપણે આ બધા વસ્તુઓનું સેવન કરતા રહીએ છીએ. અને ખાસ કરીને તમાકુનું સેવન કરવાથી તે આપણી નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. અને લોકોને સ્ટ્રેસથી તુરંત રાહત મળે છે એટલા માટે લોકો તમાકુનું સેવન વધુને વધુ કરે છે. પણ ટૂંક સમયમાં જ આપણે તેની આદત પડી જાય છે. અને આ આદત ધીરે ધીરે આપણા મૃત્યુનું કારણ પણ બની શકે છે.

જ્યારે પણ તમને ગુટકા અથવા તો તમાકુનું સેવન કરવાની અથવા તો સિગરેટ ફૂંકવાની ઈચ્છા થાય ને ત્યારે તમે પાંચ રીત અપનાવીને આ આદતને તમારી ઈચ્છાને દૂર કરી શકો છો.

1. અજવાઈન

અજવાઈનનું સેવન કરવાથી તમાકુ ખાવાની લાલસા અથવા તો સિગરેટ ફૂંકવાની જે લાલસા છે તેને તમે આરામથી દૂર કરી શકો છો. એટલા માટે જ્યારે પણ તમને તમાકુ ખાવાની ઈચ્છા થાય ત્યારે તમારે શેકેલા અજવાઈનનું સેવન કરી લેવું જોઈએ. એટલું જ નહીં આ અજવાઈન ખાવાથી આપણે પેટ સંબંધિત ઘણી સમસ્યા પણ છુટકારો મળે છે.

2. આદુ

જ્યારે પણ તમને તમાકુ ખાવાની ઈચ્છા અથવા તો સિગરેટ પૂકવાની ઈચ્છા થાય ને ત્યારે તમારે નાના નાના આદુના જે ટુકડા છે એ મોઢામાં ચાવા રાખવા જોઈએ. આવું કરવાથી તમાકુ ખાવાની જે લાલસા છે એ તમારી દૂર થઈ જશે. એટલું જ નહીં તમે આદુના ટુકડાને લીંબુના રસ અને મીઠા સાથે તડકામાં સુકવીને બે દિવસ પછી તેને ખાસો તો પણ તમારું જે તમાકુ ખાવાની લાલસા છે એ તુરંત જ દૂર ભાગી જશે.

3. આમળા વરિયાળી અને એલચીનો પાવડર

હવે જ્યારે પણ તમને તમાકુ ખાવાની ઈચ્છા અથવા તો સિગરેટ ફૂકવાની ઈચ્છા થાય ને ત્યારે આમળા વરિયાળી અને એલચીનો પાવડર મિક્સ કરીને તમારે તેને પાવડરને ચાવતું રહેવું જોઈએ. આવું કરવાથી આ જે લાલસા છે એ તમારી દૂર થઈ જશે અને તમારા શરીરને બીજા ઘણા ફાયદા પણ પહોંચાડશે.

4. લીંબુ અને મધ અથવા તો તુલસી

હવે તમને જ્યારે પણ આવી કુટેવ કરવાની ઈચ્છા થાય ત્યારે તમારે લીંબુનો રસ જે છે એ ઘણો મદદરૂપ બનશે. અને જો તમને એકલો લીંબુનો રસ ન પસંદ આવે તો તમે તેનું મધ સાથે પણ સેવન કરી શકો છો. એટલું જ નહીં તુલસી પણ આ બધી કુટેવ છોડવા માટે આટલી જ અસરકારક છે. જ્યારે પણ તમને તમાકુ ખાવાની ઈચ્છા થાય ને ત્યારે તમારે તુલસીના બે થી ત્રણ પાન જે છે તેનું સેવન કરી લેવું જોઈએ. અથવા તો તમારે મોઢામાં તુલસીના પાન રાખવા જોઈએ અને તેને ચાવવા જોઈએ. અને એવું ના કરવું હોય તો તમે સવાર સાંજ તુલસીના બે થી ત્રણ પાન ખાઈ પણ શકો છો. આ બધાથી તમારી જે આ કુટેવ છે એ બધી જ દૂર થઈ જશે.

5. પાઇનેપલ અથવા તો હરડે અથવા તો લવિંગનું સેવન

હવે જ્યારે પણ તમને તમાકુ અથવા તો સિગરેટ ફૂકવાની ઈચ્છા થાય ને ત્યારે તમે સુકાઈ ગયેલા પાઇનેપલ અથવા તો તે પાઇનેપલને મધ સાથે ખાઈ શકો છો. એટલું જ નહીં જે હવાબાણ હરડે ગોળી આવે છે તે પણ તમે મોઢામાં રાખી શકો છો. આવું કરવાથી તમારું જે તમાકુ ખાવાની લાલસા છે એ બંધ થઈ જશે.

અને છેલ્લે તમે લવિંગ પણ ચૂસી શકો છો જ્યારે પણ તમને આખા દિવસમાં આવી કંઈ કરવાની ઈચ્છા થાય ત્યારે તમે લવિંગનો એક ટુકડો મોઢામાં રાખો અને તેને ચાવવા લાગો.

આટલું જ નહીં આવી કુટેવથી છુટકારો મેળવવા માટે બજારમાં ઘણી ચ્યુંગમ પણ મળે છે. અને આ સિવાય તમે તમારું મન મક્કમ રાખશો તો આ બધી કુટેવથી તમે છુટકારો મેળવી શકો છો. જ્યારે પણ તમને તમાકુ ખાવાની ઈચ્છા અથવા તો સિગરેટ ફૂંકવાની ઈચ્છા થાય ને ત્યારે તમે વ્યાયામ કરવા લાગો. ફિઝિકલ એક્ટિવિટી કરવા લાગો અને તમારું જે મન છે એ કોઈ બીજા કામમાં પોરવવા લાગશો તો આ બધી જ ઈચ્છાઓ તમને મરી જશે. અને તમે આ બધી જ ફૂટેવથી છુટકારો મેળવી શકશો.

Sharing Is Caring:

Leave a Comment

Our Whatsapp Group Join Now
latestnewsupdates.in © {{current_year}}  • Built with Latest News Updates
About Us Contact Us Disclaimer Privacy Policy