શું તમે પણ તમારા ઘરમાં જે વાસી રોટલી બચેલી હોય છે તેને સવારે ફેંકી દો છો?
તો એવું ના કરવું જોઈએ. હવે આપણે જે રાત્રે રોટલી બનાવી હોય એ સવારે આપણે ગાયને ખવડાવી દેતા હોય છે. અથવા તો કચરામાં ફેંકી દેતા હોય છે. પણ આ જે વાસી રોટલી છે એને ખાવાથી આપણા શરીરને કુલ પાંચ ફાયદા મળે છે.
ટૂંકમાં એમ પણ કહી શકીએ કે જે તાજી રોટલી છે તેના કરતાં પણ વધારે વાસી રોટલી ખાવાથી આપણા શરીરને ફાયદા મળે છે.
ક્યાં એ ફાયદા છે એ જાણવા માટે આ આર્ટિકલ આખો જોઈ લેજો.
હવે ઘરમાં આપણે વડીલોને એવું કહેતા સાંભળ્યું હશે કે જે વાસી રોટલી છે એ ફેંકી ના દેવી જોઈએ અને તેને નાસ્તામાં ખાઈ લેવી જોઈએ. કારણ કે વાસી રોટલી ખાવાના ઘણા ફાયદા હોય છે. પણ શું ફાયદા હોય છે એ આપણે નથી ખબર. હવે અત્યારે આપણે હેલ્થ અને ડાયટના ચક્કરમાં વાસી રોટલી ખાવાનું છોડી દીધું છે. પણ જો વાસી રોટલી ખાઈએ તો આપણા પેટને ઘણી બધી સમસ્યાથી છુટકારો મળી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
સૌથી પહેલા તો જે વાસી રોટલી છે એમાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે.
એના કારણે આજે વાસી રોટલી પચાવવામાં સરળ રહે છે. અને આપણી પાચન શક્તિ પણ સારી કરે છે. એટલે જે લોકોને અપચાની સમસ્યા રહેતી હોય છે અથવા તો જેમની નબળી પાચન શક્તિ છે એમને જમવામાં અથવા તો સવારે નાસ્તામાં વાસી રોટલી ખાવી જોઈએ. એટલું જ નહીં વાસી રોટલીને કારણે આપણે કબજિયાત, ગેસ જેવી બીજી ઘણી બીમારીઓથી પણ છુટકારો મળી શકે છે.
બીજું છે વાસી રોટલી જે છે આપણે વજન ઓછું કરવામાં ઘણી મદદ કરે છે. હવે પ્રશ્ન થાય કે વાસી રોટલી ખાવાથી વજન કેવી રીતે ઓછું થાય?
વાસી રોટલી માં લો કાર્બ હોય છે. જેના કારણે તે ખાવામાં હળવી હોય છે. પણ તે લાંબો સમય સુધી આપણા પેટમાં રહે છે અને તેમાં ફાઇબરનું પ્રમાણ પણ વધારે હોય છે. તેના કારણે આપણું પેટ જે છે એ લાંબો સમય સુધી ભરેલું રહે છે. અને લાંબા સમય સુધી આપણે ભૂખ પણ નથી લાગતી. એટલે સવારે ઉઠીને જો તમે નાસ્તામાં વાસી રોટલી ખાઈ લો છો તો તમને આખા દિવસમાં ઘણી ઓછી ભૂખ લાગશે અને તમારું જે વજન છે એ ફટાફટ ઘટી જશે.
ત્રીજું છે વાંસી રોટલી ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી વધારે સારી બને છે.
હવે અનાજ અને પાણીના સંયોજનને આખી રાત રાખી મૂકવાને કારણે તેમાં પ્રીબાયોટિક બેક્ટેરિયા જે સારા બેક્ટેરિયા માનવામાં આવે છે. તે આપણા આંતરડામાં બને છે અને તેના કારણે કબજિયાત અને અપચા જેવી સમસ્યા તો દૂર થાય જ છે. સાથે જ આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે સારી બને છે. એટલા માટે તાજી રોટલી કરતાં વાસી રોટલી ખાવી ખાસ કરીને નાસ્તામાં વાસી રોટલી ખાવી વધારે સારી માનવામાં આવે છે.
ચોથું છે આપણા શરીરના દોષ, વાત, પીત અને કફને વાસી રોટલી દૂર કરે છે.
સવારે નાસ્તામાં વાસી રોટલી ખાવાથી જે હળવી અને શુષ્ક હોય છે જેના કારણે કફ આપણો દૂર થાય છે. અને જે રોટલીમાં ગરમી હોય છે તેના કારણે આ વાત અને પીત પણ દૂર થાય છે.
પાંચમું છે વાસી રોટલી ખાવાથી ડાયાબિટીસ અને જે બ્લડ પ્રેશર છે તે સંતુલિત રહે છે.
એવું કહેવાય છે કે વાસી રોટલીમાં જે જીઆઈ એટલે કે ક્લાઈમેટિક ઇન્ડેક્સ જે છે એ સારું રહે છે અને તેને ખાવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. એટલું જ નહીં સવારે ઉઠીને ઠંડા દૂધ સાથે આપણે વાસી રોટલી ખાઈ લઈએ તો આપણું બ્લડ પ્રેશર પણ આખા દિવસમાં નિયંત્રિત રહે છે.
હવે એ જાણી લઈએ કે વાસી રોટલી આપણે કેટલા સમય સુધી અને કેવી રીતે ખાવી જોઈએ?
તો આ જે વાસી રોટલી છે 24 કલાક સુધી આપણે ખાઈ શકીએ છીએ. એ બાદ આપણે ન ખાવી જોઈએ. સાથે જ આ વાસી રોટલી આપણે ક્યારેય ગરમ કરીને પણ ન ખાવી જોઈએ.
હવે વાસી રોટલી કેવી રીતે ખાવી?
એ વિશે વાત કરીએ તો વાસી રોટલી ખાવાના ઘણા ફાયદા છે. તમે સવારે ઉઠીને નાસ્તામાં એ વાસી રોટલી ખાઈ શકો છો. પણ ખાસ કરીને તમે ગરમ દૂધ અથવા તો ઠંડા દૂધ સાથે વાસી રોટલી ખાશો તો તમારા શરીરને ઘણો ફાયદો મળશે.