મુકેશ અંબાણીના અંગત-જાહેર-ધંધાકીય જીવન વિષે તો આપણે ઘણું બધું જાણી લીધું છે. અને સાથે સાથે આપણે તેમના કુટુંબ એટલે કે તેમની માતા,પત્ની, બાળકો વિષે પણ થોડું ઘણું જાણતા થયા છીએ. પણ તમે એ તો માનતા જ હશો કે બિઝનેસ મેન પતિની સાથે સાથે તેમની પત્ની એટલે કે નીતા અંબાણી પણ એક બિઝનેસ વુમન છે, એક સોશ્યલિસ્ટ છે એક મોટી સેલિબ્રિટી છે.
તેએ પણ પોતાના પતિથી અલગ એક આગવી ઓળખ ઉભી કરી છે. તો ચાલો જાણીએ આજે નીતા અંબાણીનું કેટલુંક અંગત-અંગત.તમારામાંથી ઘણા બધાને એ ખ્યાલ હશે જ કે તે એક એજ્યુકેશનીસ્ટ છે એટલે કે શૈક્ષણિક સંસ્થાની એક આખી શ્રેણી ચલાવી રહી છે. પણ તમને કદાચ તે પાછળની હકીકતોની જાણ નહીં હોય. નીતા અંબાણીના દાદા કોલકાતામાં એક ફ્રેન્ચ પ્રોફેસર હતા જો કે તે ક્યારેય તેમને મળી નહોતી.
પણ તેણે પોતાના લગ્ન બાદ ભણાવવાનું શરૂ કર્યું. મુકેશ અંબાણી તે વખતે પાતાળ ગંગા પ્લાન્ટ સ્થાપી રહ્યા હતા અને તે વખતે તે બન્નેએ ત્યાં એક ગ્રામીણ શાળા ખોલવાનું નક્કી કર્યું હતું. તેમને બળકો હંમેશથી વાહલા છે અને જ્યારે તેમણે તે શાળાની શરૂઆત કરી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ ખરેખર શીક્ષણમાં રસ ધરાવે છે અને પોતાના બાકી જીવનમાં પણ તેઓ તે જ કરવા માગે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
તેમણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું હતું. તે વખતે તેઓ કાયદાનું શીક્ષણ લઈ રહ્યા હતા, અને તે જ વખતે તેમના સસરા એટલે કે ધીરુભાઈ અંબાણી બીમાર પડ્યા અને એમણે પોતાનો અભ્યાસ છોડી દીધો. પાતાળગંગા શાળા બાદ તેમણે જામનગર શાળા સ્થાપી અને ત્યાર બાદ તો તે ક્રિયા આગળ વધથી જ રહી. અને છેવટે તેમને વિચાર આવ્યો કે તેમણે મુંબઈમાં પણ એક ઉચ્ચ ગુણવત્તાની શાળા સ્થાપવી જોઈએ.
નીતા અંબાણી રસપ્રદ વાતો
આજે ઘણા બધા લોકો પોતાના બાળકોને વિદેશ સારા અભ્યાસ માટે મોકલતા હોય છે. અને ત્યારે તેમણે ધીરુભાઈ અંબાણી શાળાની શરૂઆત કરી. શીક્ષણમાં નીસ્પક્ષતા હોવી ખુબ જરૂરી છે. કોઈ પણ દેશ શીક્ષણ વગર આગળ વધી શકે નહીં. આપણને સારી કોલેજો તેમજ સારા શીક્ષકોની જરૂર છે. આપણે શીક્ષકોને સશક્ત બનાવવા છે. તેઓ પોતાની શીક્ષણ સંસ્થાના શીક્ષકોને જણાવે છે કે તેમને આજે પોતે કયો પાઠ શીખી હતી તે યાદ નથી પણ તેમણે પોતાના શીક્ષકો સાથે કેવો સમય પસાર કરેલો અને તે દ્વારા તે કેવી રીતે ઘડાઈ હતી તે તેમને ચોક્કસ યાદ છે.
તેઓ શાળામાં એડમિશન પિરિયડ દરમિયાન સંસ્થામાં જ રહે છે. તેઓ તે દરમિયાન પોતાનો ફોન પણ ઓફ રાખે છે. અને તેમની જો મરજી ચાલતી હોય તો તેઓ તે દરેકને એડમિશન આપી દે જે ત્યાં એડમીશન માટે આવતું હોય છે પણ તે શક્ય નથી. તેઓ આજે દીકરી, પત્ની, માતા, ક્રીકેટ ટીમ ઓનર, એજ્યુકેશનીસ્ટ… વિગેરે કેટલાએ ભાગ પોતાના જીવનમાં નીભાવી રહી છે.
પણ ખાસ વાત એ છે કે તે પોતાના આ દરેક રોલને સારી રીતે નીભાવી જાણે છે. પણ તેને માતાનો રોલ સૌથી વધારે પ્રિય છે. અને તેને તે પ્રાથમીકતા પણ આપે છે. તેમના લગ્નના આંઠ વર્ષ બાદ તેમને બાળકો થયા જે તેના માટે એક મોટું સ્વપ્ન પુરું થવા જેવું હતું. અને તે માટે આજે તેઓ ઘણીવાર પોતાની જાતને ચુંટલી પણ ખણી લે છે કે તે ખરેખ હકીકત જ છે ને !તેઓ એક હંમેશા બાળકો માટે હાજર રહેતી માતા છે.
તેમને ખબર હોય છે કે જે-તે ક્ષણે તેના બાળકો શું કરે છે, શું ખાય છે, ક્યાં જાય છે. તેઓ હંમેશા એક બીજા સાથે જોડાયેલા રહે છે.તેણી પોતાના બાળકોને હંમેશા જમીન સાથે જોડાયેલા રાખે છે. બન્ને પતિ-પત્ની મુકેશ અને નીતા એક મધ્યમવર્ગના સંયુક્ત કુટુંબમાંથી આવે છે. તેમાં ઘણો પ્રેમ, આત્મિયતા, હુંફ અને એકબીજા માટેની સમજ હોય છે, પણ તેમણે પણ કંઈક તો ગુમાવવું જ પડતું હોય છે.
તેમના બાળકોને પણ તેઓ તે જ મુલ્યો સાથે ઉછેરવા માગે છે. બાળકોએ મુકેશ અંબાણીના માતા પિતા તેમજ નીતાના માતાપિતાને પણ જોયેલા છે. તેમની સાથે પણ રહેલા છે. નીતાના માતાપિતા સાન્ટાક્રૂઝમાં રહેતા હતા અને તે બાળકોને ચર્ચગેટ લઈ જતી અને ત્યાંથી લોકલ ટ્રેઇનમાં તેમને પોતાના માતાપિતાને ત્યાં લઈ જતી. તેમના માતા અમદાવાદના છે, અને તેઓ પણ નીતાના બાળકોને ગુજરાત મેઇલ ટ્રેઇનમાં અમદાવાદ લઈ આવતા હતા.
એટલે કે તેઓ પણ લોકલ ટ્રાન્સપોર્ટમાં સફર કરતા હતા. તેનું માનવું છે કે બાળકોને હંમેશા જમીન સાથે જોડાયેલા જ રાખવા જોઈએ. તેઓએ તેમને જાહેર જીવનથી દૂર રાખ્યા છે. તેમને પોતાના બાળકોના ફોટોઝ શેયર કરવા નથી ગમતા.તેમનું માનવું છે કે તેઓ જ્યારે સમાજમાં પોતાના તરફથી કોઈ ફાળો આપે ત્યારે જ તેમણે જાહેરમાં આવવું જોઈએ. તે તેમને કશું જ તૈયાર આપવા નથી માગતી. અમારા કુટુંબનું નામ એ એક જાતની લીગસી છે તેને કમાવા માટે તેમણે કામ કરવું પડશે.
તે તેઓની મિત્ર છે પણ છેવટે તો તેઓ માતા જ છે. અને આ પાતળી રેખા તેમના બાળકો સારી રીતે જાણે છે. તેઓ પુરતી સ્વતંત્રતા લઈ શકે છે પણ તેનો ફાયદો ક્યારેય નથી ઉઠાવતા.
તેમને એક ઇન્ટર્વ્યુમાં પુછવામાં આવ્યું હતું કે તેમના બાળકોને ક્યારેક કોઈ સમસ્યા હોય ત્યારે તેઓ કોની પાસે જાય છે. ત્યારે તેઓ જણાવે છે કે તે તેમની સમસ્યા અને સ્થીતી પર આધાર રાખે છે. જો તેમને આઈપીએલ દરમિયાન કોઈ સમસ્યા હોય તો તેમને ખબર છે કે ત્યારે શું કરવું અને તે વખતે તેઓ તેમના પિતા પાસે જાય છે.
તેમનું ડેઈલી રૂટીન ક્યારેય સરખુ નથી હોતું. તે પછી આઈપીએલ હોય કે ન હોય. જો કે તેઓ રોજ સવારે 7 વાગે ઉઠી જાય છે. તેમના મોટા બાળકો યુએસમાં છે ઇશા એલેમાં છે અને આકાશ બ્રાઉનમાં છે – પણ અનંત અહીં જ છે અને તેમને તેની આસપાસ રહેવું ગમે છે. તેમના દીવસની શરૂઆત તેની ડાન્સ પ્રેક્ટિસથી થાય છે. અને ત્યાર બાદ તે પોતાનું કામ શરુ કરે છે, પછી તે શાળા હોય, આઈપીએલ હોય, ઓફિસ હોય કે પછી હોસ્પિટલ હોય. તેઓની એક હરતી ફરતી ઓફિસ છે જેનું કોઈ જ ઠેકાણુ નક્કી નથી હોતું.
જ્યારે તેઓ શાળાએ હોય ત્યારે બધું ત્યાં હોય છે. જો તેઓ આઈપીએલમાં હોય ત્યારે બધું જ કામ સ્ટેડિયમમાંથી થાય છે અથવા તો ક્રીકેટર્સ જ્યાં રોકાયા હોય ત્યાંથી થાય છે. અને જો તેઓ હોસ્ટિપલમાં હોય તો બધી જ મીટીંગ્સ ત્યાં થાય છે. તેમનું કોઈ જ ચોક્કસ ઠેકાણું નથી હોતું.
તેઓ પોતાની જાતને રીલેક્સ કરવા માટે સ્વિમિંગ, ડાન્સીંગ અને બાળકો સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તેમની ઇચ્છે છે કે તેમની દીકરી પણ નૃત્યમાં રસ લે પણ તેને તેમાં જરા પણ રસ નથી. ઇશા જ્યારે 5 વર્ષની હતી ત્યારે ડાન્સ ક્લાસમાંથી છુટ્યા બાદ પોતાનો ક્લાસ રૂમ નહોતો શોધી શકી અને ત્યાર બાદ તેણે ક્યારેય ડાન્સ ક્લાસ જવાનો વિચાર નથી કર્યો.
પણ નીતા માટે નૃત્ય એક ધ્યાન સમાન છે. તેમને માટે તે ભગવાન સાથેનું એક કનેક્શન છે. તેઓ પોતાની જાતને નશીબદાર માને છે કે તેઓને આ પ્રકારનું એક પેશન છે અને તે તેને આગળ વધવા પ્રેર્યા કરે છે. તેનાથી તે પુનઃજીવંત થાય છે. તેમનું માનવું છે કે દરેક સ્ત્રી માટે એ મહત્ત્વનું છે કે તેની પાસે કોઈ એવી પ્રવૃત્તિ હોય જે તેને પોતાની આંતરીક જાત સાથે જોડે.
ઘણા લોકો તેમને પર્ફેક્શનીસ્ટ કહે છે. પણ તેઓ પોતાના વિષે તેવું નથી અનુભવતી. તેઓ હંમેશા પોતાનું ઉત્તમ આપવા તત્પર રહે છે. હજુ પણ તેમની ડોક્ટર મિત્ર ફિરોઝા તેમને કહે છે કે બધી જ વાતમાં ઇવન્વોલ્વ ન થા. તેઓ હોસ્પિટલની દરેકે દરેક બાબતમાં ઇન્વોલ્વ રહે છે, કયું મશીન ઓર્ડર કરવામાં આવ્યું છે, તે કઈ કંપનીનું છે, કયા ડોક્ટર આવવાના છે વિગેરે વિગેરે.
તેઓ ક્યારેય પરિણામ માટે કામ નથી કરતી પણ તેમને આપવામાં આવેલા કામમાં તે સંપુર્ણ ઓતપ્રોત થઈ જાય છે. તેમનું એવું માનવું છે કે જો તમે જે કામ કરી રહ્યા હોવ તે બાબતે પેશનેટ હોવ તો તમે તમારું 100 ટકા આપી શકો છો. જો તેમને કોઈ બાબત આકર્ષિત ન કરતી હોય તો તેઓ તે બાબતે નિરસ રહે છે.
તેઓ પોતાની આઈપીએલ ટીમ વિષે કંઈક આમ જણાવે છે. તેઓ જણાવે છે કે મુકેશે ટીમ ખરીદી, અને લગભગ બે વર્ષ સુધી તેમની ટીમ તળીયાની ટીમ રહી. તે વખતે તેમનું ક્રીકેટનું જ્ઞાન શૂન્ય હતું, તેઓને તેમાં કોઈ જ રસ નહોતો. તેમની ટીમ ખુબ જ ખરાબ પર્ફોમ કરી રહી હતી. ત્યાર બાદ તેઓએ તેને ગંભીરતાથી લેવાનું નક્કી કર્યું. લગભગ એક વર્ષ એટલે કે 365 દિવસ તેમણે ક્રિકેટને જ જીવ્યું. તેઓએ દરેકે દરેક મેચ જોઈ, પછી તે સ્થાનીક હોય, નેશનલ હોય ઇન્ટરનેશનલ હોય, કે પછી કોઈ ક્લબો વચ્ચે રમાતી હોય. તેમણે ટીવી પર આવતી દરેકે દરેક મેચ જોઈ. તેમનું એક માત્ર લક્ષ હતું શીખવું.
આઈપીએલ 2 દરમિયાન જ્યારે તેઓ સાઉથ આફ્રિકા ગઈ ત્યારે તેની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે રમી રહી હતી અને તે હારવી અશક્ય હતી. તેની ટીમે 6 બોલમાં 9 રન કરવાના હતા. તેઓએ વિચાર્યું કે તેની ટીમ જીતી જશે, પણ તેઓ હારી ગયા. ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, ‘મારે આ રમત શીખવી જ પડશે.’ ત્યારે તેમણે પોતાની ટીમ સાથે ટ્રાવેલ કરવાનું નક્કી કર્યું, કેમ્પ રાખ્યા, ટીમ સાથે મીટીંગ કરી અને પછી તેમનું ક્રીકેટ પ્રત્યેનું પેશન ઉજાગર થયું.
તેઓ પોતાના કામ પ્રત્યે કંઈક આમ જણાવે છે. તેઓ કહે છે કે તે જ્યારે કોઈ પ્રોજેક્ટ શરૂ થાય છે ત્યારે તે તે માટે 24 કલાક અવેલેબલ રહે છે પણ એક વાર પ્રોજેક્ટ એસ્ટાબ્લીશ થઈ ગયા બાદ તેઓ તેને આગળ વધવા દે છે. તેમને દરેક બાબત કન્ટ્રોલ કરવી નથી ગમતી.
તેઓ ઇચ્છે છે કે બધા જ તેમાં ઇન્વોલ્વ થાય અને એક ટીમ તરીકે કામ કરે. પણ તેઓ સીસ્ટમ્સ અને પ્રોસેસ એટલે કે તંત્રો અને પ્રક્રિયા બાબતે ખુબ જ ચીકણી છે. તે એવું પણ માને છે કે લોકોને સશક્ત બનાવવા જોઈએ. તે જુના બાબુની જેમ કામ કરવામાં નથી માનતી. તેની કામ કરવાની શૈલી દરેકના સરખા જ યોગદાનવાળી છે.
તે જણાવે છે કે જ્યારે ક્યારેય તેને સલાહની જરૂર પડે છે ત્યારે તે મુકેશ તરફ જ નજર કરે છે. તે તેમના મેન્ટોર, ફિલોસોફર, બધું જ છે. પણ હાલના દિવસોમાં તેઓ તે માટે ઇશા અને આકાશ તરફ પણ નજર કરે છે. તેઓ હવે 20ના થવાના છે અને વસ્તુઓ બાબતે યુવાન લોકોનો દ્રષ્ટિકોણ મેળવવો પણ સારો છે. તેઓ તેમના કરતાં તદ્દ્ન જુદી જ રીતે જુએ છે અને તેમના વિચારો જાણવા તેમને ગમે છે.
તેમની દુનિયા ખુબ જ ઉર્જાક્ષમ, હકારાત્મક અને એકદમ નાવિન્ય ઉર્જા વાળી છે. તે બાળકોના બાળપણને યાદ કરતા જણાવે છે કે જ્યારે તેમના બાળકો છઠ્ઠા-સાતમામાં અભ્યાસ કરતા હતા ત્યારે તે શાળાનું ટાઇમ ટેબલનું પ્લાનીંગ કરતી.
સામાન્ય રીતે તેઓ દરેક વિષયને એક કલાક આપતા. ત્યારે ઇશા અને આકાશે આવીને કહ્યું હતું, “મમ્મી, અમે છેલ્લી 20 મીનીટમાં સુઈ જઈએ છીએ, માટે કશું જ 40 મીનીટથી વધારે ન હોવું જોઈએ ત્યાં સુધીમાં અમારું ધ્યાન બે ધ્યાન થઈ જાય છે.” તે તેમની સાથે સહમત થઈ. હવે દરેક વિષયને 40 મીનીટ ફાળવવામાં આવી છે અને નાના બાળકો માટે 30 મિનિટ રાખવામાં આવી છે.
તે મિડિયા વિષે જણાવે છે કે તેણે ક્યારેય તે વિષે નહોતું વિચાર્યું. તેનું એવું માનવું છે કે તેના કામથી મિડિયા તેની તરફ આકર્ષાય છે. તેના લગ્નના પ્રથમ 20 વર્ષ દરમિયાન તો તેવું કશું જ નહોતું થયું, કારણ કે તે વખતે તે શાળાઓ, હોસ્પિટલ કે આઈપીએલ સાથે જોડાયેલી નહોતી. તે હંમેશા સ્પષ્ટ હતી કે તે ક્યારેય વાત કરવાની આવી તો તે માત્ર તેના કામની જ વાતો હશે. તેના માનવા પ્રમાણે તેના કામથી જ તેને આ લાઈમલાઈટ મળી છે.
તે પહેલાં લગભઘ 17 વર્ષ સુધી તે માત્ર મુકેશની વાઈફ હતી અને તેણે તે બધાથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું. તેનું જીવન ખુબ જ સરળ હતું પણ. તે ભાગ્યે જ બહાર જતી હતી. તે પોતાનું કામ પુરુ કરતી, ઘરે આવી જતી, બાળકોને સુવડાવી દેતી અને પોતાના પતિની ઓફીસેથી આવવાની અને સાથે જમવાની રાહ જોતી.
એવી પણ વાત સાંભળવા મળી હતી કે ધીરુભાઈ અંબાણીએ તેને ફોન કર્યો હતો અને તેણે ફોન પછાડીને મુકી દીધો હતો. તેના જવાબમાં તે કહે છે. “તે વખતે હું કોલેજમાં હતી અને તેમણે મને એક ડાન્સ પર્ફોમન્સમાં જોઈ હતી. તેમણે મને ફોન કર્યો અને કહ્યું, ‘હું ધીરુભાઈ અંબાણી.’ મેં તરત જ ફોન કટ કરી દીધો.
તેમણે ફરી મને ફોન કર્યો ત્યારે મેં ફોન પર કહ્યું, ‘હા તો, હું પણ એલિઝાબેથ ટેલર છું,’ અને ફરી પાછો ફોન કાપી નાખ્યો. ત્રીજીવાર ફોન આવ્યો ત્યારે મારા પપ્પાએ વાત કરી ત્યારે તેમણે મને કહ્યું તે ખરેખર તેઓ જ છે અને મારે તેમની સાથે વ્યવસ્થીત વાત કરી લેવી. અને આમ શરૂઆત થઈ હતી.”
તે જણાવે છે કે માત્ર એક જ ડાન્સ પર્ફોમન્સમાં તેમણે મને જોઈ અને મને પોતાની વહુ તરીકે પસંદ કરી લીધી. ખરેખર અદ્ભુત કહેવાય. તે જણાવે છે કે તેમણે એકવાર મુકેશને મુંબઈની લોકલ બસમાં પણ સફર કરવા મજબુર કર્યા હતા. તે બાબતે તે જણાવે છે કે. તેમનો સંબંધ નક્કી થયા બાદ તે અને મુકેશ તેમની મર્સીડીઝમાં જ ફરતા હતા. ત્યારે એકવાર તેમણે મુકેશને બેસ્ટમાં સફર કરવા કહ્યું.
તે વખતે તેઓ ડબલ ડેકર બસની ઉપરની પ્રથમ સીટ પર બેઠા હતા. તે તેનો પ્રિય બસ રૂટ હતો કારણ કે તે જુહુ બીચ થઈને જતો હતો અને તમે ઉપરથી દરિયા કીનારાનું સુંદર દ્રશ્ય જોઈ શકતા હતા. તે દિવસે તેમણે ખુબ મજા કરી હતી.
ઘણા લાંબા સમય સુધી મુકેશ અંબાણી અને નીતા અંબાણી એક ખુબ જ અંગત જીવન જીવતા હતા. તે વિષે તે જણાવે છે કે તે હંમેશા પોતાના કામ વિષે જ વાત કરતી હતી. અને મુકેશ પોતે શરમાળ તેમજ શાંત સ્વભાવના છે. તેમને તો પોતાના 10-15 મિત્રો સાથે મૂવીઝ જોવા ગમે અને તે વર્ષોથી તેવા જ છે. તેમને પોતાનું અંગત મિત્ર વર્તુળ ખુબ ગમે છે, પણ તેને જુદા જુદા લોકોને મળવુ ગમે છે. તે ઉત્તમ એજ્યુકેશનીસ્ટ, સ્પોર્ટ્સમેન અને હવે તો ડોક્ટર્સને પણ મળે છે તેમ કરી તે પોતાની જાતને પુનઃજીવંત અને સમૃદ્ધ બનાવે છે.
છેલ્લા કેટલાએ વર્ષોથી તેમના વજન તેમજ તેમના દેખાવ તેમજ પોષાકમાં ખુબ પરિવર્તન આવ્યું છે. તે માટે તે પોતાના દીકરા અનંતને પોતાનો પ્રેરણાસ્રોત માને છે. તે મેદસ્વીતાથી પીડાતો હતો. તેને અસ્થમા હતો. તેણે પોતાનું વજન ઘટાડવું જ પડે તેમ હતું. બાળક પોતાની માતા પાસેથી જ બધું શીખે છે માટે જ જ્યારે તેને ડાયેટ પર મુકવામાં આવ્યો ત્યારે તેઓએ પોતાની જાતને પણ ડાયેટ પર મુકી.
તે જે ખાતો તે જ તે પણ ખાતી. તે જ્યારે એક્સરસાઇઝ કરતો ત્યારે તે પણ એક્સરસાઇઝ કરતી. જ્યારે તે ચાલવા જતો ત્યારે તે પણ ચાલવા જતી. તે રીતે તેનું વજન પણ ઘટ્યું. તે તેનો પ્રેરણા સ્રોત રહ્યો છે. તે જણાવે છે કે ઘણા બાળકો આજે મેદસ્વીતાથી પીડાય છે અને માતા તે બાબત માનતા શરમાય છે. પણ તેનું એવું માનવું છે કે તમારે જ તમારા બાળકને વજન ઘટાડવા માટે પ્રેરણા આપવી જોઈએ, પ્રોત્સાહિત કરવા જોઈએ.
કારણ કે બાળક તમને જોઈને જ શીખે છે. તે બન્ને થોડા સમય માટે લોસ એન્જેલસ ગયા હતા જ્યાં બાળ મેદસ્વિતાની હોસ્પિટલ આવી હતી અને તે વખતે પણ તેણે દીકરાના રૂટીનને પોતાનું રૂટીન બનાવી લીધું. તેનું માનવું છે કે તે દ્વારા જ તેનામાં આટલું બધું પરિવર્તન આવ્યું છે. પણ તે એ શબ્દો પર ભાર મુકે છે “મારું ડ્રેસીંગ જરા પણ બદલાયું નથી”
તેનો દીવસ એટલો બીઝી રહે છે કે તે માટે એક દિવસની રજા એ કોઈ સ્વપ્ન સમાન વાત છે. તેને જ્યારે પણ થોડો સમય મળે ત્યારે તેને કોલાબા ખાતેની યુએસ ક્લબમાં જવું ખુબ ગમે છે. તેને ત્યાં જઈ લાઈટ હાઉસ જોવું ગમે છે. તેમના બાળકો જ્યારે નાના હતા ત્યારે તે અવારનવાર ત્યાં જતી અને બાળકો સાથે મસ્તી કરતી.
પોતાની રજાઓ વિષે તે જણાવે છે કે તેઓ ભાગ્યે જ રજા પર જતા હોય છે પણ જ્યારે પણ જાય છે ત્યારે તેમનો સમય માત્ર કુટુંબ માટે જ હોય છે તે વખતે ફોન્સ બંધ રહે છે. મિટિંગો નથી હોતી, કોઈ પણ જાતનો વ્યવહાર ચાલુ નથી હોતો. તેઓ વર્ષમાં ચાર-પાંચ સફારી કરે છે. પણ તે જ્યારે મુંબઈમાં હોય છે ત્યારે એક દિવસની રજા તે તેને માટે કોઈ લક્ઝરીથી કમ નથી હોતું.