સોલે ફિલ્મ તો તમે જરૂરથી જોઈ હશે. ફિલ્મના એક દ્રશ્યમાં ગબ્બર પૂછતો જોવા મળે છે કે સરકારે તેના પર કેટલું ઇનામ જાહેર કર્યું છે.
સ્વાભાવિક છે કે ઇનામની રકમ જેટલી મોટી હોય ગુનેગાર તેના પર એટલો જ ગર્વ કરતો હોય છે, પણ સોશિયલ મીડિયા પર હાલ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસે એક ગુનેગાર પર એટલું ઇનામ જાહેર કર્યું કે જેની રકમ સાંભળીને ગુનેગાર ખુદ સરેન્ડર કરવા પર મજબૂર થઈ જશે.
એક કુખ્યાત આરોપી માટે રાજસ્થાનના ભરતપુર પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી. સૌથી પહેલા પોલીસે શેર કરેલી આ પોસ્ટને જુઓ, વોન્ટેડ આરોપીનું નામ સાંભળતા જ લોકોની પહેલી નજર આરોપીના ફોટા પર જતી હોય છે. આ પોસ્ટ પર તમારી પહેલી નજર કુખ્યાત આરોપી પર ગઈ હશે, પરંતુ અહીં આરોપી નહીં પરંતુ તેના પર જાહેર કરવામાં આવેલું ઇનામ મહત્વનું છે. આ આરોપી પર એટલું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે કે જો ઇનામની આખે આખી રકમ મળી જાય તો એક નાના બાળક માટે ચોકલેટ પણ ના આવે.
પહેલા આ આરોપી વિશે જાણી લો આરોપીનું નામ છે ખૂબીરામ જાટ. જે ભરતપુરના મય વિસ્તારનો નિવાસી છે. આ આરોપી પર ભરતપુરમાં મારપીટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ દાખલ છે. પોસ્ટમાં આરોપી વિશે તમામ જાણકારી આપવામાં આવી છે. આ પોસ્ટમાં જાણકારી આપનારની માહિતી ગુપ્ત રાખવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
ઘણા લોકોને થતું હશે કે ઇનામના રકમની તો વાત કરો. આ કુખ્યાત આરોપી પર ભરતપુર પોલીસે 25 પૈસાનું ઇનામ જાહેર કર્યું છે માત્ર 25 પૈસા. ઘણા લોકોને થતું હશે કે પોલીસથી કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે? તો તેવું નથી પોલીસે આ કુખ્યાત ગુનેગાર પર 25 પૈસાનું જ ઇનામ રાખ્યું છે.
25 પૈસા સાંભળતા જ સોશિયલ મીડિયાની જનતા પણ મજા લેવા લાગી અને મજેદાર કોમેન્ટ કરવા લાગી. કોઈનું કહેવું છે કે આ રકમ સાંભળીને તો આરોપી ખુદ સરેન્ડર કરી દેશે. તો કોઈનું કહેવું છે કે ઇનામની રકમ કેશમાં મળશે કે ચેકથી. તો કોઈએ તો એવું બી કહી દીધું કે 25 પૈસે કી કિંમત તુમ ક્યાં જાનો અપરાધી બાબુ.
હવે 25 પૈસા ઇનામ રાખવા પાછળનું કારણ શું હોઈ શકે?
ભરતપુર પોલીસ પાસેથી જ જાણી લો “ઉભીરામ નામક જો વ્યક્તિ હૈ, ઉસપે જિલ્લા પોલીસ દ્વારા 25 પૈસે કા ઇનામ જો હે વો જારી કિયા ગયા હૈ, પ્રાવધાનો કે અનુરૂપ શૂન્ય સે લેકર કે 25 હજાર રૂપે તક કી શક્તિયા જિલ્લા પોલીસ અધીક્ષક કે પાસ નિહિત હૈ, ઉસી કે અંતર્ગત ઔર ઇસ પ્રકાર સે અપરાધીઓ મેં એક સંદેશ દેને કે લિયે યે નામ જારી કિયા.”
હાલ સોશિયલ મીડિયા પર રાજસ્થાનના ભરતપુર પોલીસની આ મજેદાર પોસ્ટ વાયરલ છે. લોકોને તો આઈડિયા ખૂબ પસંદ આવી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આવા આઈડિયા આપણી ગુજરાત પોલીસ અપનાવે છે કે નહીં..!