ગુજરાત સરકાર શ્રી રામ મંદિર અયોધ્યાની યાત્રા કરવા માટે 5000 રૂપિયાની સહાય આપી રહી છે. આ યોજનાનો લાભ લેવો હોય તો ઝડપથી રજીસ્ટ્રેશન કરી લેજો.
આ આર્ટિકલ માં યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
અરજી માટે તમારે નીચેની વેબસાઈટ ઉપર જવાનું છે.
https://yatradham.gujarat.gov.in/SRJapplicantRegistration
અથવા નીચેના નંબર ઉપર સંપર્ક કરવાનો છે.
99784 12284
અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 છે.
‘શ્રી રામ જન્મભૂમિ -માં શબરી સ્મૃતિ યોજના’ માટે અરજી પ્રક્રિયા
સહાય માટે ની શરતો
દરેક જ્ઞાતિના 12 વર્ષથી વધુ ઉંમરના ગુજરાતમાં વસવાટ કરતાં દરેક લોકો અરજી કરી શકશે. આ યોજનાનો લાભ જીવનભર એકવાર જ મળશે.આ યાત્રા રેલવે મારફત જ કરવાની રહેશે.
સૌપ્રથમ તમારે વેબસાઈટમાં અરજી કરવાની રહેશે.
તેમાં નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
- આધાર કાર્ડ,
- જાતિ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર,
- બેંકની પાસબુકનું પ્રથમ પેજ
તમે જો 31 તારીખ પહેલા રજીસ્ટર કરાવશો તો જ તમે આ સહાય મેળવવા માટે હકદાર બનશો. યાત્રા પૂરી થઈ જાય એટલે યાત્રા કર્યાના એક મહિનાની અંદર વેબસાઈટમાં અગાઉ કરેલ ઓનલાઇન અરજીમાં માહિતી અપલોડ કરવાની રહેશે. જેમાં આવા જવાની રેલવે ટિકિટ અપલોડ કરવાની રહેશે. તેમજ યાત્રા દરમિયાન તમે ક્યાંય રોકાયા હોય અને ધર્માદુ કર્યું હોય તો તે અંગેની પહોંચ પણ અપલોડ કરવાની રહેશે. સાથે અયોધ્યા મંદિર સહિત યાત્રાના બે થી ત્રણ રંગીન ફોટોગ્રાફ્સ પણ આપવાના રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
પ્રતિ યાત્રાળુને રેલવે ભાડા અને સહાયની રકમ 5000 માંથી જે ઓછું હોય તેની મર્યાદામાં ચૂકવણું કરવામાં આવશે.
સહાય ગ્રાન્ટની ઉપલબ્ધતાના આધારે કરવામાં આવશે.
આ યોજના અંતર્ગત પ્રથમ ગુજરાતના 10000 લોકોને લાભ આપવામાં આવશે.
તેમાંથી 1500 લોકો અનુસૂચિત (જનજાતિ વનવાસી સમુદાયના હશે). બાકીના બધી જ જ્ઞાતિમાંથી આવતા લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. શ્રી રામ મંદિર અયોધ્યાના દર્શન કરવા માટેની ગુજરાત સરકારની માં શબરી સ્મૃતિ યાત્રા યોજનાનો લાભ લેવા આજે જ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટની મુલાકાત લઈ નોંધણી કરાવો.