જો તમે વિચારતા હોવ કે માત્ર સોના અને હીરાથી ઘેરાયેલી વસ્તુઓ જ મોંઘી હોય, તો પછી આ વસ્તુઓ વિષે જાણો. અહીં અમે તમને સૌથી વધુ મોંઘી વસ્તુઓ વિષે જણાવશું કે જે ઈન્ટરનેટ પર વેચાણી હોય.
૧. ગીગા યાટ $૧૪૦ મિલિયન (૮૪૦ કરોડ ભારતીય નાણું)
૪૦૫ ફૂટ લાબું ગીગા યાટ કે જેમાં ૧૦ મલ્ટી લેવલ માળ, આઠ કેબીન મહેમાનો માટેની, ફિટનેસ રૂમ, એક ઓફિસ, સલૂન અને એક પર્સનલ હેલીકોપટર પેડ પણ. આ યાટ સૌથી વધુ મોંઘી વસ્તુઓમાંનું છે જે ઈન્ટરનેટ પર $૧૪૦ મિલિયન માટે વેચાણુ હોય (૮૪૦ કરોડ ભારતીય નાણું)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
૨. એડવર્ડ હૉપ્પર આર્ટ $૯.૬ મિલિયન (૫૮ કરોડ ભારતીય નાણું)
એડવર્ડ હૉપ્પર આર્ટ એ કેનવાસ પર ૧૯૪૬માં પેઇન્ટ થયેલું માસ્ટરપીસ હતું જેમાં એક નાનું ઘર પેઇન્ટ કરવામાં આવેલું હતું જે કેપ કોડ ના કિનારે આવેલું બતાવવામાં આવ્યું હતું. આ આર્ટને ૨૦૧૨માં, $૯.૬ મિલિયનમાં વહેંચવામાં આવ્યું.
૩. ગલ્ફ-સ્ટ્રીમ ૨ $૪.૯ મિલિયન (૩૦ કરોડ ભારતીય નાણું)
આ ગલ્ફ-સ્ટ્રીમ ૨ નું પ્રાઇવેટ જેટ કે જેમાં ૧૨ માણસો બેસી શકે છે તે ટાયલર જેટની માલિકીનું હતું. જો કે તેને બાદમાં એક ચાર્ટર ફ્લાઈટ કંપની હેડક્વાર્ટર, આફ્રિકા ને વહેંચી દેવામાં આવ્યું.
૪. શાંગ ડાયનેસ્ટી વાઝ $૩.૩ મિલિયન (૨૦ કરોડ ભારતીય નાણું)
આ કાંસાનું બનેલું એક દુર્લભ એવું વાઈન માટેનું વાસણ છે જે ૧૧-૧૬મી સદીનું જૂનું છે કે જયારે શાંગ ડાયનેસ્ટીનું રિવર વેલી પર રાજ હતું.
૫. વોરેન બફેટ સાથેનું પાવર લંચ $૨.૬ મિલિયન (૧૬ કરોડ ભારતીય નાણું)
વોરેન બફેટ સાથેનું વાર્ષિક પાવર લંચ કુલ $૯ મિલિયનથી પણ વધી ગયું અને આ રૂપિયા ગ્લાઈડ મેમોરિયલ ચર્ચને દાનમાં આપવામાં આવ્યા, તે એક સાન ફ્રાન્સિસ્કો ઓર્ગેનાઇઝેશન છે જે ભૂખ્યા લોકોને ૪૫ થી પણ વધુ વર્ષોથી ભોજન આપે છે.
૬. આલબર્ટ, ટેક્સાસ $૨.૫ મિલિયન (૧૫ કરોડ ભારતીય નાણું)
આ એવું કૈક છે જે તમને અચંબિત કરશે – આલબર્ટ, ટેક્સાસ એ એક નાનકડું શહેર છે જેમાં માત્ર ૫ પરિવાર રહે છે અને તે ૨૦૦૭માં ઈબે પર વહેંચાણુ.
૭. એટલાસ એફ મિસાઈલ બેઝ $૨.૧ મિલિયન (૧૩ કરોડ ભારતીય નાણું)
એટલાસ એફ મિસાઈલ બેઝ એ અમેરિકાનું જૂનું મિસાઈલ બેઝ હતું જે ઈબે પર ૨૦૦૨માં વહેચાણુ અને તે ફેડરલ ગવર્મેન્ટ દ્વારા બનાવેલું હતું જયારે કોલ્ડ વૉર ચાલી રહ્યું હતું.
૮. T206 હોનસ વેન્ગર બેઝબોલ કાર્ડ $૧.૧ મિલિયન (૬ કરોડ ભારતીય નાણું)
૧૯૦૯માં, અમેરિકન ટેબાકો કંપનીએ T206 હોનસ વેન્ગર બેઝબોલ કાર્ડને એન્ડોર્સ કર્યું કે જે ઈબે પર વહેચાણુ. આ કાર્ડ ૨૦૦૦ની સાલમાં બ્રાયન સેઇગલએ ૧.૧ મિલિયન અને ૧૫% ખરીદનારની ફી ભરીને ખરીદ્યું.
૯. એન્ઝો ફેરારી સ્પોર્ટ્સ કાર $૧ મિલિયન (૬ કરોડ ભારતીય નાણું)
કુલ ૩૯૯ માંથી એક ૨૦૦૨માં વહેંચણી. આ કારનું નામ એક ઇટાલિયન ફેરારી મોટર રેસિન્ગ ડ્રાઈવરના નામ એન્ઝો એન્સેલ્મો ફેરારી પરથી પાડવામાં આવ્યું છે કે જે સક્યુડેરિયા ફેરારી ગ્રાન્ડ પીક્સ મોટર રેસિંગ ટીમનો સ્થાપક છે.
૧૦. બ્લેક બેટ્સી બેઝબોલ બેટ $૫૭૭,૬૧૦ (૩ કરોડ ૪૬ લાખ ભારતીય નાણું)
બ્લેક બેટ્સી એ એક પ્રાઈમરી બેઝબોલ બેટ હતો કે જે શૂલેસ જો જેકસનનો હતો જે ૨૦૦૧માં એક જંગી રકમ $૫૭૭,૬૧૦ માટે વહેંચાણો.