કાલે સવારે વાળ ધોવા છે તો વિચારું છું કે તેલ લગાવીને સુઈ જાવ. જો તમે પણ આવું વિચારો છો અથવા તો તમને પણ રાત્રે વાળમાં તેલ લગાવીને સુવાની આદત છે તો થોડું સંભાળીને. કારણ કે આવું કરવાથી વાળ તો ખરે જ છે આ સાથે જ આપણા વાળને બીજી ચાર સમસ્યા પણ થઈ શકે છે.
કઈ છે એ સમસ્યા અને રાત્રે વાળમાં તેલ નાખવું જોઈએ કે ન ના નાખવું જોઈએ?
કઈ છે એ સમસ્યા અને રાત્રે વાળમાં તેલ નાખવું જોઈએ કે ન ના નાખવું જોઈએ? અથવા તો કેટલા કલાક પહેલા તેલ લગાવવું જોઈએ અને કેવી રીતે વાળમાં તેલ નાખવું જોઈએ એ બધા વિશે જાણીએ.
હવે અત્યારે લગભગ લોકોને વાળ ખરવાની સમસ્યા તો થતી જ હશે અને ઘણા લોકો તમને એવું પણ કહેતા હશે કે તમે વાળમાં તેલ નથી લગાવતા ને એટલા માટે તમારા વાળ ખરે છે. આ સિવાય ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે રાત્રે સૂતા પહેલા તેઓ વાળમાં તેલ લગાવે છે અને આખી રાત વાળમાં તેલ રાખી મૂકે છે. અથવા તો ઘણા લોકો એક બે દિવસ સુધી વાળમાં તેલ રાખી મૂકે છે. પણ આવું કરવાથી પણ તમારા વાળને નુકશાન પહોંચી શકે છે.
હવે સામાન્ય રીતે વાળ સારા બનાવવા માટે વાળમાં માં તેલ નાખવું કે હેર ઓઇલિંગ કરવું તો જરૂરી જ છે. પણ આના કારણે નુકશાન ન થાય એ પણ ધ્યાન રાખવું જરૂરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
જો આખી રાત આપણે વાળમાં તેલ લગાવી રાખીએ તો?
સૌથી પહેલા આપણા વાળ ચીપચીપા થઈ જાય
આપણા વાળ જે છે એ ચીપચીપા એટલે કે ઓઇલી થઈ જાય છે. હવે આખી રાત તેલ લગાવવાના કારણે વાળના જે છિદ્રો છે માથાના છિદ્રો છે એ ભરાઈ જાય છે અને સ્કેલ્પમાં જે ગંદકી છે એનું પ્રમાણ પણ વધી જાય છે. તેના કારણે વાળ તો ખરે જ છે આ સાથે જ આપણા વાળ જે છે ચીપચીપા થઈ જાય છે. કારણ કે આપણા સ્કેલ્પમાં નેચરલ ઓઇલનું પ્રમાણ વધી જાય છે. એટલા માટે આખી રાત ક્યારેય પણ વાળમાં તેલ ન લગાવી રાખવું જોઈએ.
બીજું છે ડેન્ડ્રફ
હવે સામાન્ય રીતે અત્યારે શિયાળામાં ખાસ કરીને લોકોને ડેન્ડ્રફની સમસ્યા વધી જતી હોય છે. હવે ડેન્ડ્રફ ત્યારે થાય જ્યારે આપણે વાળને સરખી રીતે સાફ ના કરીએ, સરખી રીતે ધોઈએ નહીં અથવા તો આપણા વાળમાં ગંદકીનું પ્રમાણ વધી જાય. આ સિવાય આપણા વાળમાં જો તેલનું પ્રમાણ વધી જાય ને તો પણ ડેન્ડ્રફ થવાની સમસ્યા વધી જતી હોય છે. એટલા માટે જો તમે આખી રાત વાળમાં તેલ લગાવીને રાખો છો તો આપણા વાળ ઝડપથી ગંદા થઈ જતા હોય છે અને પ્રદૂષણ વધી જતું હોય છે તેના કારણે ડેન્ડ્રફની સમસ્યા પણ વધી જતી હોય છે.
ત્રીજું છે વાળ ખરવાની સમસ્યા
આ તમને પહેલા પણ કીધું કે જો તમે આખી રાત વાળમાં તેલ લગાવીને રાખો છો તો તમને જે વાળ ખરવાની સમસ્યા છે એ ઘણી વધી શકે છે. જો તમારા પહેલેથી જ વાળ ખરતા હોય તો તમારે ક્યારેય પણ આખી રાત વાળમાં તેલ લગાવીને ન રાખવું જોઈએ.
ચોથું છે માથામાં ફોલ્લીઓ થવા લાગે
હવે કોઈપણ વસ્તુ જો તમે લાંબા સમય સુધી તમારા સ્કેલ્પમાં એટલે કે તમારા માથામાં લગાવીને રાખો છો તો ઘણા લોકોને વાળમાં એટલે કે માથામાં ફોલ્લીઓ થવા લાગે છે.
પાંચમું છે ફંગલ ઇન્ફેક્શન
હવે જો લાંબા સમય સુધી તમે તમારા વાળમાં તેલ લગાવીને રાખો છો તો ઘણા લોકોને ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા પણ થઈ શકે છે.
આપણે વાળમાં કેટલા કલાક સુધી તેલ લગાવીને રાખવું જોઈએ?
ઘણા લોકો કહેતા હશે કે આખી રાત રાખવું જોઈએ તો એવું ના કરવું જોઈએ. એનાથી શું નુકશાન થાય એ તો આપણે જાણી લીધું તો હવે તમારે વાળમાં તેલ લગાવવું છે તો તમે માથું ધોયાના એક થી બે કલાક પહેલા વાળમાં તેલ લગાવી શકો છો. કોઈએ પણ છ થી સાત કલાક પહેલા અથવા તો એક બે દિવસ સુધી વાળમાં તેલ લગાવી રાખવાની જરૂર નથી.
આપણે વાળમાં તેલ કેવી રીતે લગાવવું જોઈએ?
જો વાળ સારા બની રહે એ માટે તેલ લગાવવું તો જરૂરી છે. હવે તમે જ્યારે પણ તેલ લગાવો ત્યારે તમારે તેલને થોડું નવસેકું ગરમ કરીને ફક્ત તમારા વાળમાં નહીં પરંતુ તમારા વાળના મૂળમાં એટલે કે સ્કેલ્પમાં પહોંચે એવી રીતે તેલ લગાવવું જોઈએ. એ આ માટે તમારા વાળને નાના નાના ભાગોમાં વહેંચી દેવા જોઈએ અને હાથેથી તમારી જે આંગળી છે તેનાથી વાળના સ્કેલ્પ પર તેલની માલિશ કરવી જોઈએ. જો આ રીતે તમે તેલ લગાવશો તો તમારા વાળ ખરવાની જે સમસ્યા છે એ ઘણી ઓછી થઈ જશે.