SIR હવે ગુજરાતમાં લાગુ, કઈ રીતે કરવું ઓનલાઇન ચેક?

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

ફાઇનલી ગુજરાતમાં હવે એસઆઇઆર એટલે કે SIR લાગુ કરી દેવામાં આવ્યું છે અને એટલા જ માટે ઘણા બધા લોકો એ બાબતને લઈને ગભરાઈ રહ્યા છે કે ભાઈ મારું નામ વોટર લિસ્ટમાંથી હટી ગયું કે કપાઈ ગયું તો? અરે ભાઈ એમને એમ કેમનું હટી જાય કે કપાઈ જાય. હા એટલું ચોક્કસ બની શકે છે કે જો માહિતી એટલે કે ડિટેલ્સ યોગ્ય નહીં હોય તો એ થવાના ચાન્સીસ છે પણ એને આપણે રોકી પણ શકીએ છીએ. કઈ રીતે પ્રોપર ડોક્યુમેન્ટ્સ અને પ્રોપર ડિટેલ્સ આપીને આપણે આપણું નામ વોટર લિસ્ટમાં કન્ટીન્યુ કરાવી શકીએ છીએ.

આ એસઆઈઆરમાં એટલે કે SIR માં કયા કયા ડોક્યુમેન્ટસ આપવાના રહેશે?

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR . આપણે આને SIR 2.0 ઓ પણ કહી શકીએ છી કારણ કે આ કેમ્પેન હેઠળ 12 રાજ્યોના 51 કરોડ વોટર્સને કવર કરવામાં આવશે, જેમાંથી જો તમારું વોટર આઈડી જૂનું થઈ ગયું છે અથવા તો જેટલી ડિટેલ્સ છે એ જૂની થઈ ગઈ છે તો એને અપડેટ કરીને રીઇશયુ કરવામાં આવશે અને જેટલા પણ બોગસ વોટર્સ છે ડયુપ્લીકેટ વોટર્સ છે એમના નામની બાદબાકી પણ કરી નાખવામાં આવશે.

બૂથ લેવલ ઓફિસર તમારા ઘરે આવીને જેટલા પણ 18 વર્ષના ન્યુ વોટર્સ છે, ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એમના નામ એડ પણ કરશે, જેટલા પણ ડયુપ્લીકેટ લોકો છે અથવા તો પછી જેમની ડેથ થઈ ચૂકી છે એમના નામ મતદાર યાદીમાંથી ડિલીટ પણ કરી નાખશે. એટલા જ માટે બિહારના ફેઝ વનમાં ટોટલ 68 લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવામાં આવ્યા.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

હવે ગુજરાતમાં પણ SIR લાગુ કરી દેવામાં આવ્યું છે તો આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે કે જેથી કરીને આપણા વોટર આઈડીમાં નવી ડિટેલ્સ અપડેટ પણ થઈ જાય અને આપણું નામ વોટર લિસ્ટમાંથી કપાઈ ના જાય?

સૌથી પહેલા તો બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર તમારા ઘરે આવશે અને તમને એક યુનિક ઇન્યુમિરેશન ફોર્મ આપશે.

તમારે આટલા આટલા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે.

  1. સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો પેન્શનરને ઇશ્યુ કરવામાં આવેલું ઓળખકાર્ડ અથવા તો પેન્શન ચૂકવણીના ઓર્ડર.
  2. 1 જુલાઈ 1987 પહેલા ભારત સરકાર દ્વારા અથવા તો કોઈપણ પ્રકારની સ્થાનિક સંસ્થા જેમ કે બેંક એલઆઈસી પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલ ઓળખપત્ર પ્રમાણપત્ર કે પછી દસ્તાવેજ.
  3. કોઈપણ ઓફિશિયલ અધિકારી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલું તમારું જન્મનું પ્રમાણપત્ર
  4. પાસપોર્ટ
  5. તમારા એડજ્યુકેશનલ સર્ટિફિકેશન જ્યાં તમે તમારા ગ્રેજ્યુએશનની અથવા તો માસ્ટર્સની ડિગ્રી પણ સબમિટ કરી શકો છો.
  6. રાજ્યના ઓફિસિયલ અધિકારી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ તમારા રહેઠાણનો કાયમી રહેઠાણનો પુરાવો
  7. વન અધિકાર પ્રમાણપત્ર
  8. તમારા જાતિનું પ્રમાણપત્ર જેની અંદર ઓબીસી એસસી એસટી અથવા તો પછી અન્ય કેટેગરીસનો પણ સમાવેશ થતો હોય
  9. એનઆરસી એટલે કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર જ્યાં લાગુ પડે છે ત્યાં
  10. રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું કુટુંબનું રજિસ્ટર મતલબ રેશન કાર્ડ કહી શકાય એન્ડ લાસ્ટ બટ નોટ લીઝ
  11. સરકાર દ્વારા જારી કરવામાં આવેલ જમીન અથવા તો પછી મકાનના ફાળવણીનું પ્રમાણપત્ર
ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

હવે આ બધા જ ડોક્યુમેન્ટ SIR 2.0 હેઠળ તમારે ને મારે આપવાના રહેશે કારણ કે ગુજરાતમાં SIR 2.0 લાગુ થઈ ચૂક્યું છે.

સવાલ એમ થાય કે આ ડોક્યુમેન્ટસ તો આપી તો દઈએ પણ આ ફોર્મ ભરવાનું કઈ રીતે?

હવે ઓનલાઇન અરજી કરવા માટે જેટલા પણ ઇન્ડિયન વોટર્સ છે એમની પાસે બે ઓપ્શન રહેશે

સૌથી પહેલા તો તમે રાષ્ટ્રીય મતદારસેવા પોર્ટલ એટલે કેવો https://voters.eci.gov.in પર પણ જઈ શકો છો અથવા તો પછી વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ઉપર જઈને પણ આ ફોર્મને ફીલ કરી શકો છો.

ઓનલાઈન ફોર્મ ભરવા માટેની આવશ્યકતાઓ

ઓનલાઈન પ્રક્રિયામાં આગળ વધવા માટે કેટલાક નિયમનું પાલન કરવું ફરજિયાત છે:

  • Esign ટૂલ, જે આધારનો ઉપયોગ કરે છે, તેના પરનું નામ અને EPIC (2025) પરનું નામ એકદમ સમાન હોવું જોઈએ.
  • મતદારનો મોબાઇલ નંબર EPIC સાથે લિંક હોવો જરૂરી છે. જો મોબાઇલ નંબર લિંક ન હોય, તો મતદારે ફોર્મ 8 ભરીને તેને લિંક કરાવવો પડશે.
  • ફોર્મ માત્ર Esign નો ઉપયોગ કરીને જ સબમિટ કરી શકાય છે.
  • જે મતદારો ઉપરની શરતોનું પાલન કરતા નથી, તેમને BLO (બૂથ લેવલ ઓફિસર) મારફતે ફોર્મ સબમિટ કરવું પડશે.

SIR ગણતરી ફોર્મ ઓનલાઈન ભરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

  • સૌપ્રથમ, Voter’s Service Portal (https://voters.eci.gov.in/) પર લોગિન કરો.
  • ત્યારબાદ ‘Fill Enumeration Form‘ પર ક્લિક કરો.
  • રાજ્ય પસંદ કરો (દા.ત., ગુજરાત).
  • આપેલા ફિલ્ડમાં તમારો EPIC નંબર (2025) દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.
  • મતદારની પ્રીફિલ્ડ માહિતી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • OTP વેરિફિકેશન પૂર્ણ કરો.
  • હવે તમારે ‘CHOOSE CATEGORY‘ પસંદ કરવી પડશે. કેટેગરીમાં તમે પસંદ કરી શકો છો કે તમારું નામ છેલ્લી SIR ની મતદાર યાદીમાં હાજર છે, અથવા તમારા માતા-પિતાનું (પિતા, માતા, દાદા, દાદી) નામ છેલ્લી SIR ની મતદાર યાદીમાં હાજર છે, અથવા છેલ્લી મતદાર યાદીમાં તમારું કે તમારા માતા-પિતાનું નામ હાજર નથી.
  • જો તમારું નામ છેલ્લી SIR માં હાજર ન હોય, તો સંબંધીઓની વિગતો આપો.
  • DETAILS IN LAST SIR‘ ની માહિતી પૂરી પાડો.
  • ગણતરી ફોર્મનું પૂર્વાવલોકન (Preview) કરો.
  • આધાર વેરિફિકેશન કરો.
  • ફોર્મના પૂર્વાવલોકન બાદ, ઘોષણા (declaration) પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો.
ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

સાથે સાથે ઇલેક્શન કમિશનરનું એમ પણ કહેવું છે કે બૂથ લેવલ ઓફિસર દ્વારા ટોટલ ત્રણ વખત તમારા ઘરની મુલાકાત લેવામાં આવશે કે જેથી કરીને દરેકે દરેક માહિતીને ડબલ નહી પણ ટ્રિપલ ચેક કરી શકાય અને જેટલા પણ નવા મતદારો છે એ લોકોનું મેચિંગ અને લીકિંગ પણ કરી શકાય.

BLO ઓફિસર દ્વારા આપેલું ફોર્મ કઈ રીતે ભરવું sample માટે:- Click Here

2002ની મતદારયાદી જોવા માટે:- Click Here

Sharing Is Caring:

Leave a Comment

Our Whatsapp Group Join Now
latestnewsupdates.in © {{current_year}}  • Built with Latest News Updates
About Us Contact Us Disclaimer Privacy Policy