ભારતનો ગેમિંગ ઉદ્યોગ, જે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યો છે, તે હવે એક નવા અને મોટા પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે. સરકારે ઓનલાઈન ગેમિંગ અંગે એક નવું બિલ તૈયાર કર્યું છે જેને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
બિલ સંસદમાં રજૂ
તમને જણાવી દઈએ કે હવે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે અને જો તે પસાર થઈ જશે, તો તે તે બધી ઓનલાઈન ગેમ્સને અસર કરશે જેમાં વાસ્તવિક પૈસાથી રમાય છે અથવા સટ્ટો લગાવવામાં આવે છે. સરકારનું કહેવું છે કે આ બિલનો હેતુ ઓનલાઈન સટ્ટાબાજી પર પ્રતિબંધ મૂકવાનો અને ડિજિટલ ગેમિંગ સેક્ટરને નિયમોના દાયરામાં લાવવાનો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ બિલને લીલી ઝંડી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિલ કાયદો બન્યા પછી, નાણાકીય સંસ્થાઓને એવા પ્લેટફોર્મ પરથી પૈસા ટ્રાન્સફર કરવાથી રોકી શકાય છે જ્યાં વાસ્તવિક પૈસાથી રમતો રમાઈ રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
હવે ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હશે કે શું બધી ઓનલાઈન ગેમ્સ બંધ થઈ જશે?
જવાબ ના છે. મનોરંજન માટે રમાતી રમતો પર કોઈ અસર થશે નહીં. જેમાં કોઈ સટ્ટો લગાવવામાં આવતો નથી તેના પર કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. જેમ કે Free Fire Maxx, BGMI અથવા Call of Duty. પરંતુ એવી રમતો જેમાં અલગ અલગ જગ્યાએથી સટ્ટાબાજી કરવામાં આવે છે જેમાં પૈસાનું રોકાણ કરવામાં આવે છે. ખેલાડીઓ પોતાની ટીમ બનાવે છે અને પૈસાનું રોકાણ કરે છે અને જીતવા પર પુરસ્કારો મેળવે છે. જેમ કે Dream 11, My Circle 11, Winzo અને Hero Fantasy પર કડક કાર્યવાહી થઈ શકે છે.
કઈ ગેમ્સ પર અસર નહિ થાય?
જો કોઈ એવી રમત હોય જેમાં રમતા પહેલા તમારે ફક્ત સબ્સ્ક્રિપ્શન લેવું પડે છે. જેમ કે Super Mario, તો તે આ કાયદાના દાયરામાં આવશે નહીં. પરંતુ જે રમતો વાસ્તવિક પૈસાના વ્યવહારોથી રમાય છે અને જ્યાં જીત કે હાર પૈસા પર આધાર રાખે છે, સરકાર તેને સટ્ટાબાજી તરીકે જુએ છે અને તેના પર પ્રતિબંધ મૂકી શકાય છે.
કેટલા લોકો પર અસર પડશે?
આ કાયદાની અસર ફક્ત રમતો સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ ગેમિંગ કંપની અને આ ઉદ્યોગમાં કામ કરતા લોકો પર પણ મોટી અસર પડશે. દેશમાં લગભગ 2 લાખ લોકો આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને હવે તેમની નોકરીઓ જોખમમાં છે અને આ પહેલા સરકારે ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ વધારીને 30% કરી દીધો છે. જેના કારણે કંપનીઓનો ખર્ચ પહેલાથી જ વધી ગયો છે.
પ્રમોશન પર પ્રતિબંધ
આ પ્રસ્તાવિત કાયદા હેઠળ, સરકાર હવે આવી રમતોના પ્રમોશન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. એટલે કે, ટીવી કે ઈન્ટરનેટ પર દેખાતી જાહેરાતો જે કહે છે કે રમો અને લાખો કમાઓ હવે દેખાશે નહીં. જોકે, ફક્ત મનોરંજન માટે હોય અને તેમાં કોઈ સટ્ટાબાજી સામેલ ન હોય તેવી રમતોની જાહેરાતો ચાલતી રહેશે.
ભારતના યુવાઓ માટે આ આ ખાસ કદમ
તમને જણાવી દઈએ કે સરકારના આ પગલાને ઓનલાઈન સ્પેસને નિયંત્રિત કરવા અને યુવાનોને સટ્ટાબાજી જેવા વ્યસનથી દૂર રાખવાના પ્રયાસ તરફ એક વધુ સારું પગલું ગણાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ સાથે એ સ્પષ્ટ છે કે તેની ગેમિંગ ઉદ્યોગના ભવિષ્ય પર અને રોકાણ અને રોજગાર પર પણ મોટી અસર પડશે. હવે બધાની નજર તેના પર છે કે જ્યારે આ બિલ સંસદમાં પસાર થશે ત્યારે શું થશે અથવા આ બિલ પસાર થશે કે નહીં? જો આવું થાય, તો ભારતમાં ઓનલાઈન ગેમિંગની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ શકે છે અને તેની વ્યાપક અસર પણ થઈ શકે છે.