આપણા દેશમાં ઘણા લોકો દ્વારા અંધશ્રદ્ધામાં ખુબ વધુ માત્રામાં વિશ્વાસ કરાય છે. સમયાંતરે હવે ટેક્નોલોજી અને તર્કના વિકાસને આધારે લોકોનો અંધશ્રદ્ધામાં વિશ્વાસ ઓછો થતો જાય છે કેમકે દુનિયા ટેક્નોલોજીમાં આગળ વધી છે.
પણ, હજી આજે પણ, એવા લોકો છે જે અંધશ્રદ્ધામાં વિશ્વાસ ધરાવે છે અને તેનું સચોટ ઉદાહરણ મુંબઈની કેટલીક હોટેલો છે જે ૩૦ માળની ગગનચુંબી બિલ્ડીંગ હોવા છતાં તેને ૧૩મો માળ છે જ નહીં. આ હોટેલોના બિલ્ડરોએ અગાઉથી જ નક્કી કરેલું હતું જયારે તેઓ માળને નંબરીંગ કરી રહ્યાં હતાં કે ૧૩ નંબરને કાઢી નાખવો.
કરોડોની કમાણી કરતી આ હોટેલના માલિકો છે અંધવિશ્વાસુ?
આ નંબર ૧૩ને બિલ્ડિંગના માળમાં સમાવેશ ના કરવાનું મુખ્ય કારણ એ કે નંબર ૧૩ને અપશુકનિયાળ અને દુષ્ટ માનવામાં આવે છે. અને લોકો કહે છે કે ૧૩ ના આંકડાનો દુષ્ટતાનો પાવર એ તેની ઊંચાઈ પર હોય છે જયારે શુક્રવાર હોય. અને તેમની આ દલીલનું સમર્થન કરવા, તેઓની પાસે ઉદાહરણ તરીકે ઘણા કિસ્સાઓ છે જે મહિનાની ૧૩મી તારીખે બન્યા હોય જયારે શુક્રવાર હોય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
નરીમાન પોઇન્ટ પર ની ટ્રાઇડેન્ટ હોટેલને ૧૩ નંબર નો કોઈ માળ નથી. કારણ માત્ર ટ્રિસ્કાઇડકોફૉબિયા હોવાનું જ નથી. મહેમાનો અને પ્રવાસીઓ, સ્ટાફ અને સપોર્ટ યુનિટના લોકો, જે તે માળ પર રહેતા હતાં, તેઓને ઘણી વાર ભૂત અને પેરાનોર્મલ પ્રવૃત્તિઓનો અનુભવ થયો હતો.
આવા જ પ્રકારના નિરીક્ષણો હૉચેસ્ટ હાઉસમાં પણ જોવા મળ્યા હતાં જે નરીમાન પોઇન્ટ પર સ્થિત છે. અમુક પ્રવાસીઓએ બંધ નળમાંથી પાણી વહેવાથી આવતા અવાજની ફરિયાદ કરી હતી કે જે એવા રૂમના બાથરૂમમાંથી આવતા હતાં જે પહેલા ૧૩માં માળે હતાં.
મુંબઈની આવી બીજી હોટેલ કે જેનું નામ મેકર ચેમ્બર્સ ૪ છે જેમાં તેના સ્ટાફ યુનિટ એ ફરિયાદ કરી કે કોરિડોર પરની લાઈટો બંધ થઇ જતી હતી જો કે તેને સમયાંતરે ચાલુ રહેવા માટે નું સેટિંગ કરવામાં આવ્યું હતું.
એ ખુબ જ આશ્ચર્યજનક બાબત છે કે આપણે માણસો ગગનચુંબી ઇમારતો તો બનાવી શક્યાં છીએ પણ એવી વાતો પર વિશ્વાસ રાખતા હોઈએ છીએ જે આપણને જમીન પર લાવી દે. જો કે એવી બાબતો કે જેમાં સમય કે રૂપિયાનો વ્યય ના થતો હોય, તો આવી કોઈ બાબતોમાં વિશ્વાસ કરવો એ કોઈ પ્રોબ્લેમ ઉભો નથી થતો.
જો કે આવી અંધશ્રદ્ધાઓથી અલગ, મુંબઈ એ એવું શહેર છે કે જે ઉલ્લાસ અને તક નું છે જે ક્યારેય પોતાની પ્રસિદ્ધિ અને ત્યાં રહેતા લોકોના જુસ્સાને આવી અંધશ્રદ્ધાઓ પાછળ છુપાવા નથી દેતું. આવી અંધશ્રદ્ધાઓ તથા લોકોની પ્રતિક્રિયાઓ માટેનો તમારો મત શું છે.