રાશન કાર્ડ સાથે જોડાયેલા છે આ 7 સરકારી યોજનાઓ

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

શું તમે રાશનકાર્ડ ધારક છો? શું તમે જાણો છો કે રાશનકાર્ડની મદદથી તમે સાત સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો?

આજે આ આર્ટિકલમાં અમે તમને આ બધી જ યોજના જણાવીશ.

રાશનકાર્ડમાં સસ્તું અનાજ મળે, લગભગ બધાની માન્યતાઓ એવી જ હોય છે. બહુ ઓછા લોકો જાણે છે કે રાશનકાર્ડ જીવન માટે કેટલું ઉપયોગી સાબિત થાય છે. રાશનકાર્ડ જે પરિવાર પાસે છે તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક યોજનાઓનો લાભ લઈ શકે છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

પહેલા તો તમારે તમારી પાસે જો રાશનકાર્ડ નથી તો તમે પણ તાત્કાલિક અસરથી રાશનકાર્ડને બનાવી લો. અને રાશનકાર્ડના માધ્યમથી આ તમામ યોજનાઓનો લાભ લો.

આ યોજનાઓ વિશે વિસ્તૃતમાં વાત કરીશું, પણ સૌથી પહેલા એ સાત યોજનાઓના નામ તમે જાણી લો.

  1. પ્રધાનમંત્રી પાક વીમા યોજના.
  2. ઉજ્જવલા યોજના
  3. પ્રધાનમંત્રી આવાસ યોજના
  4. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
  5. શ્રમિક કાર્ડ યોજના
  6. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
  7. મફત સિલાઈ મશીન યોજના
ALSO READ:-  જો UPI ખોટી જગ્યાએ થઇ જાય, તો તેને કેવી રીતે પાછું મેળવી શકું? પ્રક્રિયા શું છે?

હવે વિસ્તૃતમાં પણ આ દરેક યોજનાને સમજી લો.

પ્રધાનમંત્રી પાક વીમા યોજના.

આ યોજના અંતર્ગત ખેડૂતો માટે આ યોજના જીવન રક્ષક સાબિત થાય છે. આ યોજના અંતર્ગત દેશના ખેડૂતોના પાકનો વીમો ઉતારવામાં આવે છે. જો ખેડૂતને કોઈ નુકસાન થાય તો તેમને સરકાર રૂપિયા આપે છે. તેમાં 50% પ્રીમિયમ ખેડૂતોને અને 50% પ્રીમિયમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. નુકસાન થવા પર ખેડૂતોને 2 લાખ સુધીનો વીમો આપવામાં આવે છે.

ઉજ્જવલા યોજના

આ યોજના અંતર્ગત સરકાર મહિલાઓને મફત ગેસ કનેક્શન આપે છે. આ યોજનાની શરૂઆત 1 જાન્યુઆરી 2016 ના રોજ થઈ હતી. તેનો હેતુ ગ્રામીણ અને વંચિત પરિવારોને સ્વસ્થ ખોરાક પકવવા માટે બળતણ ઉપલબ્ધ કરાવવાનું છે. યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે. તેના બાદ સરકાર ગેસ સિલિન્ડર ભરાવવા પર પણ સબસીડી આપે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના

આ યોજના અંતર્ગત સરકાર એ લોકોને પાકું ઘર બનાવવામાં આર્થિક મદદ કરે છે જેમની પાસે પોતાનું ઘર નથી. સરકાર ગ્રામીણ વિસ્તારો માટે 1,30,000 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે 1,20,000 રૂપિયા આપે છે.

ALSO READ:-  ITR ફાઇલ કરતા પહેલા આ 5 મહત્વપૂર્ણ બાબતો જાણી લો

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના. યોજના આ યોજના હેઠળ લોકોને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે અને તેની સાથે લોકોને દરરોજ રૂપિયા 500 નું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. આ સાથે તેમને તેમના વ્યવસાય માટે ટુલકીટ ખરીદવા માટે 15000 રૂપિયા પણ સરકાર તરફથી આપવામાં આવશે જે તેમને સરકારને પરત કરવાની જરૂર નથી.

શ્રમિક કાર્ડ યોજના

શ્રમિક કાર્ડ ગરીબ અને મજૂર શ્રમિકો માટે બનાવવામાં આવે છે. જેમની ઉંમર 18 થી વધુની હોય તેમાં તમારી દીકરીના લગ્ન માટે આર્થિક સહાયતા, બાળકોના અભ્યાસ માટે રૂપિયા, ઘર બનાવવા માટે, સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત સંગઠિત વિસ્તારોમાં કામ કરનારા કોઈપણ વ્યક્તિ શ્રમિક કાર્ડ બનાવી શકે છે જેની ઉંમર 60 વર્ષથી વધુ ન હોય.

ALSO READ:-  કાવડ યાત્રા 2025 માટે ઓનલાઈન નોંધણી કેવી રીતે કરવી?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

આ યોજના અંતર્ગત પાત્ર સીમાંત અને નાના ખેડૂતોને પરિવાર દીઠ વાર્ષિક રૂપિયા 6000 સુધીની ન્યૂનતમ આવક સહાય કરવામાં આવે છે. પ્રત્યેક ચાર મહિને રૂપિયા 2000 ના ત્રણ હપ્તામાં ખેડૂતોને બેન્ક એકાઉન્ટમાં વાર્ષિક રૂપિયા 6000 ની નાણાકીય સહાય કરવામાં આવે છે.

મફત સિલાઈ મશીન યોજના

મહિલાઓને સશક્ત બનાવવા માટે સરકાર તરફથી મફત સિલાઈ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશની ગરીબ અને શ્રમિક મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે. જેમાં તેઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે.

જો તમારી પાસે પણ રાશનકાર્ડ નથી તો ફટાફટ કઢાવી લો અને આ યોજનાનો લાભ લો.

Sharing Is Caring:

Leave a Comment

નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp