અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે સરકારે નવું પાનકાર્ડ રિલીઝ કરી દીધું છે. જેને સરકાર કહે છે પાનકાર્ડ 2.
હવે નવા પાનકાર્ડ માટે અપ્લાય તો તમારે કરવાની જરૂર નથી, પણ જો તમારી પાસે પાનકાર્ડ જ નથી તો પાનકાર્ડ માટે કેવી રીતે અપ્લાય કરવું એ જાણવા માટે આ આર્ટિકલ આખો જોઈ લેજો.
પાનકાર્ડ માટે કેવી રીતે અપ્લાય કરવું?
હવે સૌથી પહેલા અત્યારે લોકોને પ્રશ્ન એ છે કે આ જે નવું પાનકાર્ડ છે એમાં શું નવું આવેલું છે. તો તમને જણાવી દઉં કે આ પાનકાર્ડમાં બીજું કંઈ નવું નથી જેને આપણે પાનકાર્ડ 2 કહીએ છીએ તેમાં થોડા વધારે ફિચર આપવામાં આવ્યા છીએ. સૌથી મોટી વાત છે કે તેમાં ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે જેમાં ટેક્સ પેયર્સની બધી જ માહિતી આપવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
પણ ખાસ વાત એ છે કે જે તમારો જૂનો પાન નંબર છે એ જ પાન નંબર તમારા નવા પાનકાર્ડમાં રહેશે એટલે કે તમારું જૂનું પાનકાર્ડ અત્યારે બંધ નહીં થાય.
બીજો પ્રશ્ન એ છે લોકોને કે નવું પાનકાર્ડ છે એની માટે આપણે અપ્લાય કેવી રીતે કરવું?
એ માટે તમારે કંઈ જ કામ કરવાની જરૂર નથી જે સરકાર છે આ નવું પાનકાર્ડ તમારા ઘરે પહોંચાડી દેશે. એટલા માટે ન તો તમારે ક્યાંય અપ્લાય કરવાનું રહેશે કે ન તો તેની માટે તમારે કોઈ ફી ચૂકવવાની રહેશે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે લોકો પાસે પાનકાર્ડ નથી એમને આ નવા પાનકાર્ડ માટે અપ્લાય કેવી રીતે કરવું?
આ માટે તમારે ઘરે બેઠા તમે થોડા સ્ટેપ ફોલો કરીને નવા પાનકાર્ડ માટે અપ્લાય કરી શકો છો.
- સૌથી પહેલા તમે ગૂગલ ખોલો અને તેમાં nsdl ની એક વેબસાઈટ જે છે એને સર્ચ કરી લો. અથવા તો તમે એમ પણ સર્ચ કરી લો કે ન્યુ પાનકાર્ડ nsdl એમ કરશો એટલે તમારી સામે એક વેબસાઈટ ખુલી જશે.
- હવે જે તમે nsdl ની વેબસાઈટ ખોલી છે એમાં તમારી સામે ઓનલાઇન પાન એપ્લિકેશનનું એક એક પેજ ખુલશે.
- એમાં તમારે સૌથી પહેલા એપ્લિકેશન ટાઈપમાં ન્યુ પાનકાર્ડ ઇન્ડિયન સિટીઝનને સિલેક્ટ કરવાનું રહેશે.
- એ બાદ એની પાસે આવેલી એક કેટેગરીમાં ઇન્ડિવિજ્યુઅલને સિલેક્ટ કરવાનું રહેશે.
- હવે નીચે એપ્લિકેશન ઇન્ફોર્મેશન હશે તેમાં તમારે સૌથી પહેલા ટાઈટલમાં શ્રી, શ્રીમતી અથવા કુમારીમાંથી એક પસંદ કરવાનું રહેશે.
- હવે તમારું લાસ્ટ નેમ એટલે કે તમારું સરનેમ તમારું નામ અને તમારા પિતા અથવા પતિનું નામ એડ કરવાનું રહેશે.
- નીચે તમે તમારે તમારી ડેટ ઓફ બર્થ, તમારું ઈમેલ આઈડી અને તમારો જે મોબાઈલ મોબાઈલ નંબર છે એ એડ કરવાનો રહેશે.
- એ બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.
- એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે અને એ પેજમાં તમારે નવા પાન માટે એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે અને તેનો ટોકન નંબર પણ તમને આપ્યો છે એ તમને દેખાશે.
- હવે આગળ તમે ક્લિક કરશો એટલે તમારે તમારી બધી ડિટેલ્સ ભરવાની રહેશે.
- એ માટે તમારે કંટીન્યુ વિથ પાન એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે આ પેજ પર તમારે તમારી પર્સનલ ડિટેલ ભરવાની રહેશે.
- જેમાં સૌથી પહેલા પાનકાર્ડ બનાવવા માટે તમારે કેટલી ફી ચૂકવવી પડશે તે ની બધી જ માહિતી આપી છે.
- એ પછી તમારે તમારા આધાર કાર્ડના જે છેલ્લા ચાર નંબર છે તેને એડ કરવાના રહેશે.
- અને આધાર કાર્ડમાં જે તમારો ફોટો છે એ જ તમારે પાનકાર્ડમાં રાખવો છે કે નહીં એ ઓપ્શન પણ તમને આપ્યો હશે તેમાંથી તમારે યસ કે નો એક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.
- અને એ બાદ નીચે બધી બીજી ડિટેલ્સ ભરવાની રહેશે જેમ કે તમારા પિતાનું નામ માતાનું નામ અને બીજી ઘણી માહિતી.
- એ બાદ નીચે તમારે તમારો મોબાઈલ નંબર સહિત જે બીજી ડિટેલ માંગેલી છે બધી જ ડિટેલ ભરીને નેક્સ્ટ પર ક્લિક કરો.
- હવે એ બાદ એક નવું પેજ પેજ ખુલશે જેમાં તમારે એરિયા કોડ અને પીનકોડ સહિત બીજી બધી જ ડિટેલ ભરવાની રહેશે.
- અને એ પછી નેક્સ્ટ પર ક્લિક કરો.
આટલું કર્યા બાદ તમારી સામે એક લાસ્ટ પેજ ખુલશે જેમાં તમારે તમારી આઈડેન્ટિટી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ આપવાનું રહેશે. અને એ માટે તમારે આધાર કાર્ડની બધી જ ડિટેલ તેમાં ભરવાની રહેશે. બસ આટલું કર્યા પછી તમારે છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું છે.
આટલું કરશો એટલે 15 દિવસની અંદર તમારા ઘર સુધી તમારું જે નવું પાનકાર્ડ છે એ પહોંચી જશે.