મહાકુંભમાં પ્રથમ શાહી સ્નાનના નિયમો અને શુભ મુહૂરત

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

તમે જાણો જ છો કે મહાકુંભમાં શાહી સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. 2025 ના મહાકુંભમાં પ્રથમ શાહી સ્નાન પોષ પૂર્ણિમાના દિવસે થશે.

પ્રથમ શાહી સ્નાનના નિયમો અને શુભ મુહૂરતની વાત કરીશું.

પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીઓના સંગમ સ્થાને યોજાતા મહાકુંભને ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનો સૌથી મોટો ધાર્મિક પ્રસંગ માનવામાં આવે છે. તે મુખ્યત્વે ચાર પવિત્ર સ્થળો પ્રયાગરાજ, નાસિક, ઉજ્જૈન અને હરિદ્વારમાં આયોજિત થાય છે. આ મહાપર્વનો સાધુ સંતો અને ભક્તો દ્વારા આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે.

ધાર્મિક માન્યતા

ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાકુંભમાં ગંગા યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ સાથે તેને આત્મા અને શરીરની શુદ્ધિનો માર્ગ પણ માનવામાં આવે છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

ALSO READ:-  રથયાત્રા 2025 ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે છે? સ્નાન પૂર્ણિમા પછી ભગવાન જગન્નાથને તાવ કેમ આવે છે?

પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન

2025 માં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવશે. જેમાં નું ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. પ્રયાગરાજને ખાસ માનવામાં આવે છે, કારણ કે અહીં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીઓનો સંગમ છે જેને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. આ સંગમમાં સ્નાનનું વિશેષ મહત્વ છે અને તેથી જ અહીં મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ પરંપરા

મહાકુંભ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ પરંપરાઓમાંની એક શાહી સ્નાન છે. આ સ્નાન દરમિયાન અખાડાઓના સાધુ સંતો વિશેષ શોભાયાત્રામાં સંગમમાં પહોંચે છે અને ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બને છે. શાહી સ્નાન ની પરંપરામાં સાધુ સંતો પહેલા સ્નાન કરે છે. ત્યારબાદ સામાન્ય ભક્તો ગંગાના પવિત્ર જળમાં ડૂબકી લગાવે છે. એવું માનવામાં આવે છે કે મહાકુંભના સમયે ગ્રહો અને નક્ષત્રોની વિશેષ સ્થિતિને કારણે સંગમનું પાણી ચમત્કારી ગુણોથી ભરેલું હોય છે. આ કારણથી શાહી સ્નાન અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

ALSO READ:-  ભગવાન જગન્નાથ 7 દિવસ સુધી અલગ અલગ રંગના કપડાં કેમ પહેરે છે?

2025 મહાકુંભમાં શાહી સ્નાન માટે આ પાંચ દિવસનું ખૂબ જ મહત્મય રહેશે.

  • પહેલું શાહી સ્નાન 13 જાન્યુઆરીએ થશે
  • બીજું શાહી સ્નાન 14 જાન્યુઆરીએ થશે
  • ત્રીજું શાહી સ્નાન 29 જાન્યુઆરીએ થશે
  • ચોથું શાહી સ્નાન 2 ફેબ્રુઆરીએ થશે અને
  • પાંચમું શાહી સ્નાન 26 ફેબ્રુઆરીએ થશે

2025 ના મહાકુંભમાં પ્રથમ શાહી સ્નાન પોષ પૂર્ણિમાના દિવસે થશે. પંચાંગ અનુસાર પોષ પૂર્ણિમા 13 જાન્યુઆરી 2025 ના રોજ સવારે પાંચ ને ત્રણ વાગ્યાથી શરૂ થશે અને 14 જાન્યુઆરી બપોરે 3:56 વાગ્યા સુધી ચાલશે.

આ સમયગાળા દરમિયાન સ્નાન માટેના શુભ સમય નીચે મુજબ છે.

  • બ્રહ્મ મુહૂરત સવારે 5:27 થી 6:21 સુધી
  • વિજય મુહૂરત બપોરે 2:15 થી 2:57 સુધી
  • ગોધુલી મુહૂરત સાંજે 5:42 થી 6:9 સુધી
  • નિશિતા મુહૂરત રાત્રે 12:30 થી 12:57 સુધી
ALSO READ:-  અમરનાથ યાત્રાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

શાહી સ્નાન દરમિયાન ભક્તોએ કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જેમાં સ્નાન કરતી વખતે સાબુ અથવા શેમ્પુનો ઉપયોગ પ્રતિબંધિત છે, કારણ કે તે પવિત્ર પાણીને પ્રદૂષિત કરે છે. સ્નાન કર્યા પછી ભક્તો તેમની ભક્તિ અનુસાર ગરીબોને દાન આપે છે. જેમાં ખોરાક, કપડા અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે.

દીપદાનનું પણ વિશેષ મહત્વ છે. જે પુણ્યકારક માનવામાં આવે છે. મહાકુંભનું માત્ર ધાર્મિક મહત્વ નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ પણ છે. આ ઇવેન્ટ વિશ્વભરના ભક્તોને એક મંચ પર લાવે છે, જ્યાં તેઓ આસ્થા ભક્તિ અને સેવાના મહાન તહેવારમાં ભાગ લે છે.

Sharing Is Caring:

Leave a Comment

નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp