ગુજરાત સરકારનું મહિલા અને બાળ વિકાસ વિભાગની દીકરીઓ માટેની એક સુંદર મજાની યોજના એટલે કે વ્હાલી દીકરી યોજના શું છે તેના લાભ શું છે તેના માટે ડોક્યુમેન્ટમાં શું કાળજી રાખવી અને તેના ફોર્મ કેવી રીતે ભરવા તેને વિસ્તારથી સમજીએ.
વ્હાલી દીકરી યોજના અંતર્ગત જે દીકરીઓનું રજીસ્ટ્રેશન થયું છે તેમને સરકારશ્રી દ્વારા કુલ 1,10,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે.
આ સહાય તેમને કુલ ત્રણ હપ્તામાં માં ચૂકવવામાં આવે છે.
- પ્રથમ હપ્તો જ્યારે દીકરી ધોરણ એક માં પ્રવેશ મેળવે છે ત્યારે તેમને ₹4000 ની તેમના બેન્ક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે.
- બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ નવ માં પ્રવેશ મેળવે છે ત્યારે તેમને ₹6000 તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે
- અને ત્રીજો અને છેલ્લો હપ્તો દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે હાયર એજ્યુકેશનમાં અભ્યાસ કરતી હોય અથવા તો તેમના લગ્ન કરવાના હોય ત્યારે તેમને કુલ એક લાખ રૂપિયા આર્થિક સહાય પેટે ચૂકવવામાં આવે છે.
વ્હાલી દીકરી યોજનાનો ઉદ્દેશ્ય
દીકરીઓના શિક્ષણનું સ્તર વધારવું તેમજ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો તેમજ તેમને સશક્તિકરણ કરવું અને તેમના બાળ લગ્ન અટકાવવાનો ઉદ્દેશ્ય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
વ્હાલી દીકરી યોજનાની પાત્રતામાં
જે દંપતિ એટલે કે પતિ અને પત્નીની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોય તેવા દંપતિના પ્રથમ ત્રણ સંતાન પૈકી જેટલી દીકરીઓ છે તે તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. અહીં એક ખાસ કન્ડિશન એ છે કે દીકરીના જન્મ ના એક વર્ષની અંદર તમારે આ વ્હાલી દીકરી યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી લેવું ફરજિયાત છે એટલે કે જો એક વર્ષથી વધુ સમય થઈ ગયો હોય તો પછી તમે હવે તેમનું રજીસ્ટ્રેશન કરાવી શકશો નહીં તે ખાસ કન્ડિશન તમે ધ્યાન રાખશો.
વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ કઈ રીતે અને ક્યાં થી ભરવું?
વ્હાલી દીકરી યોજનામાં અરજદાર કક્ષાએથી સંપૂર્ણ પ્રક્રિયા ઓફલાઇન છે એટલે કે તમારે ઓનલાઇન પ્રોસેસ કોઈ કરવાની નથી અને જો ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય તો તમારા ગ્રામના ઈ ગ્રામ કે પછી વીસી કે પછી તાલુકા મામલતદાર પાસેથી અરજી મળી જશે અને ત્યાં જ તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે. જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો મામલતદાર કક્ષાએ અથવા તો જિલ્લાની મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીએથી તમને ફોર્મ વિનામૂલ્યે મળી જશે અને ત્યાં જ તમારે ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના છે. એક વખત ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા પછી તમારે એક મહિનાની અંદર તમને મંજૂરીનો પત્ર મળી જશે. ગ્રામ્ય કક્ષામાં ઘણી વખત તમને કુરિયરથી પણ આ મંજૂરી પત્ર મોકલવામાં આવતું હોય છે, પરંતુ જો તમને એક મહિનામાં આ કોઈપણ મંજૂરીનો પત્ર ન મળે તો તમે તમારા જિલ્લાની મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીએ રૂબરૂ જઈ અને ત્યાંથી મંજૂરીનો પત્ર લેવાનું ભૂલશો નહીં.
વ્હાલી દીકરી યોજનામાં ડોક્યુમેન્ટ
વ્હાલી દીકરી યોજનામાં ડોક્યુમેન્ટ એ ખૂબ જ અગત્યનું પાસું છે કારણ કે આ યોજનામાં દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, દીકરીનું આધાર કાર્ડ, રેશન કાર્ડમાં દીકરીનું નામ અને બેંકની પાસબુક આપવાની છે તેથી તમારે પૂર્વ તૈયારી રૂપે તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખવાના છે. દંપતિના જેવા લગન થાય તેવા તાત્કાલિક ધોરણે જે મેરેજ સર્ટિફિકેટ તે બનાવી લેવાનું. ત્યારબાદ પતિ અને પત્નીનું આધાર કાર્ડ પૂરા નામ સાથેનું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું. તેમજ ત્યારબાદ પત્નીનું નામ એ રેશન કાર્ડમાં ઉમેરી દેવાનું લેવાનો છે. જેવું દીકરીનો જન્મ થાય તેવો દીકરીનું જે જન્મનું પ્રમાણપત્ર છે તેમાં દીકરીનું નામ તેમના પિતાનું નામ અને માતાનું નામ પૂરું આવે એ રીતે તમારે જેમનું પ્રમાણપત્ર બનાવી લેવાનું. જેમનું પ્રમાણપત્ર બને તેવું તાત્કાલિક જ દીકરીનું આધાર કાર્ડ પૂરા નામ સાથેનું બનાવી લેવાનું. આધાર કાર્ડ બની ગયા પછી દીકરીના રેશન કાર્ડમાં નામ ઉમેરી દેવાનું છે. અને ત્યારબાદ દીકરીનું એક બેન્ક એકાઉન્ટ પણ જોઈન્ટ બેન્ક એકાઉન્ટ તમારે ખોલાવી લેવાનું. તે તમે બેંકમાં અથવા તો જે પોસ્ટ પોસ્ટ ઓફિસમાં આધાર સીડીંગ સાથેનું નવું બચત ખાતું આઈએફએસસી વાળું છે તે પણ તમે ખોલાવી શકો છો.
વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ ઓફલાઇન ભરવાનું છે તેના માટે કોઈ ઓનલાઇન તમારે પ્રોસેસ નથી કરવાની.
ચાલો આ ફોર્મ કેવી રીતે ભરીએ અને તેના માટે શું ડોક્યુમેન્ટ જોશે તે સમજીએ.
અહીં સેમ્પલ માટે ફોર્મ આપ્યું છે. – Click Here
અરજી સાથે રજૂ કરવાના પુરાવા આ મુજબ છે
- લાભાર્થી દીકરીના પાસપોર્ટ સાઈઝના ફોટા
- દીકરીનું જન્મનું પ્રમાણપત્ર
- દીકરીનું આધાર કાર્ડ
- દીકરીના માતા અને પિતા બંનેના આધાર કાર્ડ જેમાં જન્મ તારીખ પૂરી લખેલી હોવી જોઈએ
- દીકરીના માતા-પિતાના લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર
- દીકરીના માતા-પિતાના આવકનું પ્રમાણપત્ર જે ગ્રામ પંચાયત અથવા મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા તો ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલું ગમે તે ચાલશે
- લાભાર્થી દીકરી અથવા તો માતા-પિતાના બેંકની પાસબુક, રેશનકાર્ડ.