2024 પૂરું થઈ ગયું છે અને 2025 ની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ 2024 માં એવી ઘણી બધી ઘટનાઓ બની કે જેને કદાચ તમે ક્યારેય નહીં ભૂલી શકો. બની શકે કે તમારી પર્સનલ લાઈફમાં પણ એવી ઘણી બધી ઘટનાઓ 2024 માં બની હશે કે જેને કદાચ તમે ક્યારેય નહીં ભૂલી શકો.
આપણા દેશમાં પણ એવી ઘણી બધી ઘટનાઓ બની કે જેને કદાચ તમે યાદ રાખશો અને આની સાથે સાથે આ દેશ તો યાદ રાખશે. પરંતુ આખું વિશ્વ પણ 2024 માં ભારતમાં બનેલી ઘટનાઓને હંમેશા યાદ રાખશે.
આજે આપણે જાણીશું કે 2024 માં કઈ કઈ એવી ઘટનાઓ બની હતી કે જેને કદાચ તમે ક્યારેય નહીં ભૂલી શકો?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
1. પહેલી ઘટના
સૌથી પહેલી 2024 માં બનેલી એવી ઘટના કે જે તેનું સાક્ષી આખું વિશ્વ રહેશે. એટલે કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા. અયોધ્યામાં એક એવો ઇતિહાસ રચાયો. એવો સુવર્ણ ઇતિહાસ રચાયો કે જેની ચર્ચા આખા વિશ્વમાં થઈ. 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ 22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રી રામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા. ઐતિહાસિક ક્ષણે અયોધ્યાનું ચિત્ર બદલી નાખ્યું અને રામનગરી આખું વર્ષ ખુશીઓમાં તરબોળ થઈ રહ્યું.
2. બીજી ઘટના
બીજું નીરજ ચોપડાએ ઓલમ્પિક્સ 2024 માં સિલ્વર મેડલ જીત્યો. આમ જોવા જાય ને આની પહેલા જ્યારે ઓલમ્પિક્સ રમ્યો હતો ને ત્યારે નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પરંતુ આ વખતે એમને સિલ્વર મેડલ મેળવ્યો. છતાં પણ આખા દુનિયામાં એની ચર્ચા થઈ. એથલેટ નીરજ ચોપડાએ પેરિસ ઓલમ્પિક્સ 2024 માં ભાલાફેકમાં સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું. 8 ઓગસ્ટના રોજ પેરિસ ઓલમ્પિક્સ 2024 માં તેણે 89.45 m બરચી ફેંકીને આ મેડલ જીત્યો હતો. નીરજ ઓલમ્પિક્સમાં વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યા બાદ બીજો મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનાવી ગયો છે.
3. ત્રીજી ઘટના
ત્રીજું જમ્મુ કશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થઈ. હવે આમ જોવા જાય તો કોઈ પણ રાજ્યમાં ચૂંટણી થાય એ કોઈ નવાઈની વાત નથી. થતી જ રહેતી હોય છે, પરંતુ જમ્મુ કાશ્મીર એક એવું રાજ્ય કે જેની વિધાનસભાની ચૂંટણી થવી એ પણ પોતાની રીતે જ એક મોટી ઘટના છે. 370 ની કલમ હટ્યા બાદ લોકોને લાગતું જ નહોતું કે અહીં વિધાનસભાની ચૂંટણી થઈ શકે. ના નેતાઓને લાગતું હતું, પરંતુ એવું કંઈક થયું કે જે કદાચ લોકો નહીં ભૂલી શકે. કારણ કે વિધાનસભાની ચૂંટણી પણ થઈ અને ત્યાં હવે પોતાની એક સરકાર પણ છે. જો કે ભાજપને આનાથી આશા હતી કે કદાચ તેઓ જમ્મુ કશ્મીરમાં જીતી શકે, પરંતુ એવું થયું નહીં. ઉમર અબ્દુલ્લાની સરકાર બની ગઈ અને ભાજપનું જે જીતવાનું સપનું હતું ને એ સપનું જ રહી ગયું.
4. ચોથી ઘટના
ચોથી ઘટના એવી ઘટના કે જે સાંભળીને કદાચ કોંગ્રેસના જેટલા પણ લોકો હશે એટલે કે કોંગ્રેસને પસંદ કરનાર જેટલા પણ લોકો હશે એમને બહુ જ ગમશે એટલે કે રાહુલ ગાંધી પ્રતિપક્ષના નેતા તરીકે સ્થાપિત થયા. રાઈબરેલીના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહેલીવાર લોકસભામાં વિપક્ષના નેતા બન્યા. લગભગ 10 વર્ષ બાદ લોકસભાને વિપક્ષના નેતા મળ્યા છે. છેલ્લી બે ચૂંટણીઓમાં કોંગ્રેસ પાસે જરૂરી 10% બેઠકો પણ નહોતી, તેથી પક્ષ અને વિપક્ષના નેતા પદ માટે દાવો કરી શક્યું ન હતું. તમને જણાવી દઉં કે અગર કોઈને વિપક્ષનું નેતા બનવું હોય ને તો એના પાસે 10% જેટલી સીટ હોવી જોઈએ. જો કે 2014 અને 2019 માં કોંગ્રેસ પાસે પોતાની પાસે જ એટલી બેઠકો નહોતી, જેના જ કારણે કોંગ્રેસનું જે માથું હતું એ તો શરમથી નીચું હતું. જ પરંતુ આખે દેશને કદાચ કોંગ્રેસ પરથી વિશ્વાસ પણ ઉડતો જઈ રહ્યો હતો. પરંતુ 2024 માં કંઈક એવું થયું કે જે હંમેશા યાદ રહેશે. કારણ કે કોંગ્રેસને સારી એવી સીટો પણ મળી અને એને જ કારણે અત્યારે રાહુલ ગાંધી વિપક્ષના નેતા પણ છે.
5. પાંચમી ઘટના
છેલ્લી એવી ઘટના કે જે કદાચ તમને તો યાદ રહેશે જ. એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે પોતાની ખુરશી સંભાળી. આપણે બધાને ખબર હતી કે 2024 માં લોકસભાની ચૂંટણી થઈ હવે લોકસભાની ચૂંટણી થઈને ત્યારથી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને લાગતું હતું કે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નહીં જીતી શકે એટલે કે ભાજપ આ વખતે નહીં જીતી શકે. પરંતુ બીજી બાજુ જો જોવા જઈએ તો ભાજપને એમ લાગતું હતું કે એનડીએ સાથે મળીને 400 ઉપરની બેઠકો પોતે જીતી લેશે, પરંતુ બંનેનું ખોટું પડ્યું એટલે કે ભાજપને ઇનડીએ સાથે મળીને પણ માત્ર ને માત્ર 272 સીટ જીતી શક્યું.
જ્યારે બીજી બાજુ જો જોવા જઈએ તો ઇન્ડિયા ગઠબંધનને ભલે હારનો સામનો કરવો પડ્યો, પરંતુ એક રાહે જોવા જઈએ તો એમને ક્યાંક આશાનું કિરણ પણ જાગ્યું કે કદાચ આવનારી જે ચૂંટણી આવશે એમાં જીતી પણ શકાય છે.
આમ જોવા જઈએ તો 2024 નું જે વર્ષ હતું એ ઘણી બધી રીતે મહત્વનું સાબિત થયું. 2025 આવી ગયું છે છે એના તમને પણ અભિનંદન એટલે કે 2025 માં ઘણી બધી હજુ પણ ઘટનાઓ બનશે એની અમે તમને માહિતી પણ આપતા રહેશું, પરંતુ 2025 નું વર્ષ તમારા માટે એક સારું સાબિત થાય. એટલા માટે થઈને અમારા તરફથી તમને ઘણી બધી શુભેચ્છાઓ.