મિત્રતામાં ભેટોનું ખૂબ મહત્વ છે. આપણે જ્યારે પણ કોઈ પ્રસંગમાં જઈએ કે પછી કોઈના બર્થડે પર જઈએ ત્યારે આપણે તે વ્યક્તિ માટે ગિફ્ટ લઈને જતા હોઈએ છીએ. ત્યારે દેશો વચ્ચે પણ એટલું જ મહત્વ છે, ભલે તે બે દેશ વચ્ચે હોય કે બે વ્યક્તિઓ વચ્ચે તે સંબંધને મજબૂત બનાવે છે.
ગીફ્ટ ડિપ્લોમસી
જો આપણે રાષ્ટ્રીય સ્તરે મિત્રતાની વાત કરીએ તો વિશ્વમાં વ્યાવસાયિક સ્પર્ધાના વર્તમાન વાતાવરણમાં મિત્રો વધારવાની કોને જરૂર નથી. આજ કારણ છે કે દરેક દેશના નેતાઓ એકબીજાના ઘરે મુલાકાત લેતા રહે છે અને આ આવવું અને જવાનું ખાલી હાથે થતું નથી. મહેમાન નેતા યજમાન માટે ભેટો એટલે કે ગિફ્ટ લાવે છે.
ગિફ્ટ ફક્ત આકસ્મિક રીતે નથી અપાતી તેની પાછળ એક ઊંડી શાંટ પણ રહેલી છે. બંને દેશો વચ્ચેની સાંસ્કૃતિક સામાજિક અથવા ઐતિહાસિક ભાગીદારીને પ્રતિબિંબિત કરતી ભેટો શોધવામાં આવે છે. જો ભેટ બંને દેશોની સહિયારી લાગણીઓ સાથે જોડાયેલી હોય તો તે તેમની મિત્રતાને મજબૂત કરે છે. આંતરરાષ્ટ્રીય સંબંધોની દુનિયામાં આ સમગ્ર વ્યવસ્થાને ગીફ્ટ ડિપ્લોમસી કહે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ક્યાં નેતાને શું શું ભેટમાં આપ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જુલાઈના રોજ પાંચ દેશોની મુલાકાતેથી પરત ફર્યા. તેઓ સૌપ્રથમ દાના ગયા. તેમણે દાનાના રાષ્ટ્રપતિને કાળા ચમકદાર અને ચાંદીના જડતર સાથેની ફુલદાની ભેટમાં આપી. આ કર્ણાટકના બીદરની એક ખાસ કલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિની પત્નીને ચાંદીના દોરાથી શણગારેલું પર્સ ભેટમાં આપ્યું. તેમણે ઉપરાષ્ટ્રપતિને કાશ્મીરની પ્રખ્યાત પશ્મીના શાલ ભેટમાં આપી. જે બાદ તેવો ત્રીનિદાત ટોબેગો પહોંચ્યા હતા. તેમણે ત્યાના વડાપ્રધાન કમલાપ્રસાદ બિસેરસરને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી. દારા અને ત્રીનિદાત બાદ વડાપ્રધાન મોદીએ આર્જેન્ટીના બ્રાઝીલ અને નામિબિયા ની પણ મુલાકાત લીધી હતી. તેમણે આર્જેન્ટીના રાષ્ટ્રપતિ જેવિયર માયલીને ફ્યુસાઈટ પથ્થરના પાયા પર હાથથી કોતરવામાં આવેલ ચાંદીનો સિંહ ભેટમાં આપ્યો. તે જ સમયે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાદા સિલ્વાને મહારાષ્ટ્રનું પરંપરાગત વારલી ચિત્ર ભેટમાં અપાયું.
આ બધું જોઈને સામાન્ય છે કે મનમાં એક પ્રશ્ન ઉઠે કે પીએમ મોદી પોતાની સાથે જે ભેટો લઈ જાય છે તેને કોણ ખરીદે છે? કોને શું અને ક્યાં આપવું તે કોણ નક્કી કરે છે અને આ બધા માટે પૈસા ક્યાંથી આવે છે?
મહેમાન નેતાને શું ભેટ એવી એ કોણ નક્કી કરે છે?
તમે જોયું હશે કે પીએમ મોદીની ભેટોમાં ઘણીવાર ભારતીય હસ્તકલા અને કલા સંબંધિત વસ્તુઓ હોય છે. જેમાં ભારતના પરંપરાગત ઇતિહાસ સાથે સંબંધિત ચિન્હો અને સંદેશાઓ પણ હોય છે. અધિકારીઓની એક ટીમ તે પસંદ કરવા માટે કામ કરે છે. વિદેશ મંત્રાલયનો પ્રોટોકોલ વિભાગ કઈ ભેટ ક્યાંથી ખરીદવામાં આવશે અને ક્યા દેશમાં મોકલવામાં આવશે તેની વ્યવસ્થા કરે છે.
આ ભેટો સામાન્ય રીતે હસ્તકલા કેન્દ્રો અથવા સરકાર દ્વારા પ્રાયોજિત એમ્પોરિયમસમાંથી સીધી ખરીદવામાં આવે છે.
હવે જાણીએ કે આ ભેટોની કિંમત કેટલી છે?
સોહમ ગુર્જર અને સિદ્ધાર્થ ગોયેલ નામના બે વ્યક્તિઓએ અલગ અલગ સમયે આરટીઆઈ દાખલ કરી હતી અને આ સંદર્ભમાં વિદેશ મંત્રાલય પાસેથી માહિતી માંગી હતી. તેમનો પ્રશ્ન એ હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના વિદેશી સમકક્ષો અને અન્ય નેતાઓને આપવામાં આવેલી ભેટો પર કેટલો ખર્ચ થયો?
ભેટોની કિંમત કોણ આપે છે?
આ અંગે વિદેશ મંત્રાલય કહ્યું કે ભેટો સરકારી બજેટમાંથી ખરીદવામાં આવે છે, પરંતુ તેમની કિંમત શું છે? તેનો જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો. મંત્રાલયે કહ્યું કે પ્રધાનમંત્રી નિર્ધારિત નિયમો અનુસાર વિદેશી નેતાઓને ભેટ આપે છે. આ ભેટો સરકારી બજેટમાંથી ખરીદાય છે. પરંતુ ખર્ચની વિગતો જાહેર કરવી યોગ્ય નહીં રહે. કારણ કે તેનાથી ભારત અને તે વિદેશી દેશ વચ્ચેના સંબંધો પર નકારાત્મક અસર થઈ શકે છે. જો આ ભેટોના મૂલ્ય અને જથ્થાની તુલના થાય તો તે ખોટા અર્થઘટન તરફ દોરી શકે છે. આ દેશો વચ્ચે સારા સંબંધો બનાવવાના હેતુને અસર પહોંચાડી શકે છે.
મીડિયા અહેવાલમાં શું દાવો કરાયો?
મીડિયા અહેવાલમાં વિદેશ મંત્રાલયના આ દલીલો પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અહેવાલમાં દાવો કરાયો છે કે વડાપ્રધાનની ભેટો વિશેની માહિતી પહેલાથી જ જાહેર ક્ષેત્રમાં છે. ભારત સરકાર પોતે જ પોતાની પ્રેસ રિલીઝમાં જણાવે છે કે કોને કઈ ભેટ અપાય છે. આવી સ્થિતિમાં આરટીઆઈમાં આ માહિતી ન આપવાની દલીલ અર્થહીન છે.
અન્ય દેશોમાં આવો કોઈ નિયમ નથી.
અમેરિકા અને બ્રિટન જેવા દેશો ફક્ત ભેટો વિશેની માહિતી જાહેર નથી કરતા, પરંતુ તેમની કિંમત અને આપનારનું નામ પણ જાહેર કરે છે. જેમ કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 2002 થી 2015 દરમિયાન યુએસ રાષ્ટ્રપતિઓને મળેલી ભેટોનો ડેટા જાહેર કરેલો છે. તેમાં એ પણ જણાવાયું છે કે ભારતીય વડાપ્રધાનો દ્વારા અમેરિકન રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને કઈ ભેટો અપાઈ હતી અને તે કેટલી કિંમતની હતી.