કોણ છે આ 8 બોલ માં 8 સિક્સર ફટકારનાર ખેલાડી?

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક નવો સિતારો ચમક્યો છે. મેઘાલયના ક્રિકેટર આકાશ ચૌધરીએ એક એવી સિદ્ધિ મેળવી છે જેણે તેમને રાતોરાત ચર્ચામાં લાવી દીધા છે.

સુરતમાં અરુણાચલ પ્રદેશ સામે રમાઈ રહેલી રણજીત ટ્રોફી પ્લેટ ગ્રુપ મેચના બીજા દિવસે આકાશ ચૌધરીએ માત્ર 9 મિનિટમાં અર્ધસદી ફટકારીને પ્રથમ શ્રેણી ક્રિકેટ એટલે કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધસદી બનાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. આ તોફાની ઇનિંગ્સમાં તેમણે માત્ર આઠ બોલમાં સતત આઠ સિક્સર ફટકારીને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. આ સિદ્ધિની માત્રા એટલી મોટી છે કે તેનાથી ક્રિકેટના દિગ્ગજોના રેકોર્ડની બરાબરી થઈ છે. આકાશ ચૌધરીએ જે સૌથી મોટી સિદ્ધિ મેળવી છે તે છે છ બોલમાં સતત છ સિક્સર મારવાનું કીર્તિમાન.

મીડિયા હવાલો અનુસાર પ્રથમ શ્રેણી ક્રિકેટના ઇતિહાસમાં એક ઓવરના છ બોલમાં છ સિક્સર મારનારા તેઓ માત્ર ત્રીજા ખેલાડી બન્યા છે. આ પહેલા આ રેકોર્ડ માત્ર વેસ્ટ ઇન્ડિઝના મહાન ઓલરાઉન્ડર ગેરી સોબર્સ અને ભારતના પૂર્વ કોચ અને દિગ્ગજ ખેલાડી રવિ શાસ્ત્રીના નામ પર હતો. રવિશાસ્ત્રીએ 1985 માં વડોદરા સામે આ સિદ્ધિ મેળવી હતી. દક્ષિણ આફ્રિકાના માઈક પ્રોક્ટરે પણ છ સતત સિક્સર મારી હતી. પરંતુ તે બે અલગ અલગ ઓવરમાં હતી તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. આકાશે એક જ ઓવરમાં આ પરાક્રમ કર્યું છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

સૌથી ઓછા બોલ માં અર્ધ શતક પૂરું કરવાનો રેકોર્ડ

આકાશ ચૌધરી મુખ્યત્વે એક સીમર એટલે કે ફાસ્ટ બોલર છે. અને તેઓ આ મેચમાં આઠમાં નંબરે બેટિંગ કરવા આવ્યા હતા. જ્યારે મેઘાલયનો સ્કોર છ વિકેટે 576 રન હતો. પોતાની ઇનિંગ્સની પ્રથમ ત્રણ બોલમાં તેમણે માત્ર બે રન બનાવ્યા હતા. ત્યારબાદ તેમણે ડાબા હાથના સ્પિનર લીમાર ડાબીના એક જ ઓવરમાં સતત છ સિક્સર ફટકારી દીધી. એટલું જ નહીં ત્યારબાદના ઓવરમાં ઓફ સ્પીિનર ટીએનઆર મોહિતની સતત બે બોલ પર વધુ બે સિક્સર મારીને તેમણે પોતાની અર્ધસદી માત્ર 12 બોલમાં પૂરી કરી. મીડિયા અહેવાલો અનુસાર આ પહેલા સૌથી ઝડપી અર્ધસદીનો રેકોર્ડ લીસેસ્ટર શાયરના વેન વાઈટના નામે હતો. જેમણે 2012 માં એસએક્સ સામે 12 બોલમાં માં અર્ધસદી ફટકારી હતી. આકાશે આ રેકોર્ડને તોડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

ભારતીય ક્રિકેટમાં યુવા પ્રતિભાનો અખૂટ જથ્થો

આકાશની વિસ્ફોટક ઇનિંગ્સના કારણે મેઘાલયની ટીમને મોટો ફાયદો થયો. મેઘાલય પોતાની પ્રથમ ઇનિંગ્સ છ વિકેટે 628 રનના જંગી સ્કોર પર ડિક્લેર કરી દીધી. આના જવાબમાં અરુણાચલ પ્રદેશની ટીમ માત્ર 73 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ. જેના કારણે મેઘાલયને 555 રનની વિશાળ લીડ મળી. આકાશ ચૌધરીએ બેટિંગમાં પરાક્રમ કર્યા બાદ હવે બોલિંગમાં પણ પોતાની ટીમને લીડ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આકાશ ચૌધરીની આ ઇનિંગ્સ માત્ર એક રેકોર્ડ નથી પરંતુ ક્રિકેટ જગતને એક સ્પષ્ટ સંકેત છે કે ભારતીય ક્રિકેટમાં યુવા પ્રતિભાનો જથ્થો અખૂટ છે.

આઠ બોલમાં સતત આઠ સિક્સર નો વિડિઓ જોવા:- Click Here

શું આ ખેલાડીને IPL માં મળશે તક?

રણજીત ટ્રોફીની પીચ પર દેખાયેલું આ પ્રદર્શન હવે તેમને ભવિષ્યમાં આઈપીએલ અને અન્ય મોટી ટૂર્નામેન્ટમાં તક અપાવી શકે છે. મેઘાલયના આ ખેલાડી આકાશ ચૌધરીએ રણજીત ટ્રોફીમાં એવો વિસ્ફોટ કર્યો છે જેનાથી માત્ર ક્રિકેટ જગત જ નહીં પરંતુ સમગ્ર દેશ ચોંકી ઉઠ્યું છે. સુરતમાં અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં આકાશે માત્રનવ મિનિટમાં અર્ધસદી ફટકારીને પ્રથમ શ્રેણી ક્રિકેટ એટલે કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં સમયના હિસાબે બીજું સૌથી ઝડપી અર્ધશતક બનાવ્યું છે. આ દરમિયાન તેમણે આઠ બોલમાં સતત આઠ સિક્સર ફટકારીને દિગ્ગજોના રેકોર્ડની બરાબરી કરી છે. આકાશ ચૌધરીએ એકસાથે બે મોટી સિદ્ધિઓ હાસલ કરી છે. પહેલું સૌથી ઝડપી અર્ધસદી સમયના આધારે, તેમણે માત્ર 9 મિનિટમાં પોતાનું અર્ધશતક પૂર્ણ કર્યું.

ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ઈએસપીએન ક્રિક ઇન્ફો મુજબ સમયના આધારે આ રેકોર્ડ હજી પણ ક્લાઈવ ઇનમેનના નામે છે. જેમણે 1965 માં લિસેસ્ટર શાયર તરફથી રમતા માત્ર 8 મિનિટમાં અર્ધસદી પૂરી કરી હતી. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધસદીનું ભારતીય રેકોર્ડ અગાઉ જમ્મુ કાશ્મીરના બનદીપ સિંહના નામે હતું. જેમણે 2015 માં 15 બોલમાં અર્ધશતક બનાવ્યું હતું. આકાશે તેને પાછળ છોડી દીધો છે.

છ બોલમાં છ સિક્સર

બીજી સિદ્ધિ વિશે વાત કરીએ તો છ બોલમાં છ સિક્સર. પ્રથમ શ્રેણી ક્રિકેટના ઇતિહાસમાં આકાશ એક ઓવરમાં સતત છ સિક્સર મારનારા વિશ્વના ત્રીજા ખેલાડી બન્યા છે. આ પહેલા 1968 માં વેસ્ટ ઇન્ડીઝના ગેરી સોબરસે અને 1984 થી 85 માં ભારતના રવિશાસ્ત્રીએ બોમ્બે તરફથી વડોદરા સામે આ કારનામું કર્યું હતું.

આકાશે ઐતિહાસિક સિદ્ધિ કેવી રીતે મેળવી?

આકાશ આઠમાં નંબરે બેટિંગ કરવા ઉતર્યા હતા. પ્રથમ ત્રણ બોલમાં બે રન બનાવ્યા હતા. તેમણે ડાબા હાથના સ્પિનર લીમાર ડાબીના એક જ ઓવરમાં સતત છ સિક્સર ફટકારી. આટલેથી ન અટકાતા તેમણે તરત જ આગામી ઓવરમાં ઓફ સ્પિનરની પ્રથમ બે બોલ પર વધુ બે સિક્સર ફટકારીને પોતાની અર્ધસદી માત્ર 12 બોલમાં પૂરી કરી. જેનાથી તેમનો કુલ સિક્સરનો આંકડો સતત આઠ બોલમાં આઠ સિક્સર પર પહોંચી ગયો.

ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

સારો ઓલ રાઉન્ડર ખેલાડી

આકાશ મુખ્યત્વે જમણા હાથના મીડીયમ પેસર ફાસ્ટ બોલર અને જમણા હાથના બેટ્સમેન છે. તેમણે અત્યાર સુધી 30 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 87 વિકેટ ઝડપી છે અને 14.39 39 ની સરેરાશથી 503 રન બનાવ્યા છે.

મહેનતુ ઓલરાઉન્ડર ખેલાડી

મીડિયા અહેવાલો અનુસાર આકાશ ચૌધરીના પ્રદર્શનથી મેઘાલય ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ નબા ભટ્ટાચાર્ય ખૂબ ખુશ છે ભટ્ટાચાર્યએ જણાવ્યું કે આકાશ શરૂઆતથી જ મહેનતુ ખેલાડી છે. તે ટીમનો મુખ્ય ઓપનિંગ બોલર છે પરંતુ તેણે છેલ્લા બે વર્ષમાં મહેનત કરીને પોતાને એક ઓલરાઉન્ડર તરીકે તૈયાર કર્યો છે.

આકાશનો જન્મ અને ઉછેર

આકાશનો જન્મ અને ઉછેર મેઘાલયમાં જ થયો છે અને તેણે કેન્દ્રીય વિદ્યાલય શિલોંગમાંથી અભ્યાસ કર્યો છે. તેમના પિતા કેન્દ્ર સરકારની નોકરીમાં છે. જો કે મૂળભૂત રીતે તેમનો પરિવાર બિહારથી સંબંધ ધરાવે છે. પરંતુ હવે તેઓ મેઘાલયના નિવાસી બની ચૂક્યા છે. નવા ભટ્ટાચાર્યએ આશા વ્યક્ત કરી છે કે આકાશના આ અભૂતપૂર્વ પ્રદર્શનને કારણે તેને જલ્દી જ આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ જેવા મોટા ટૂર્નામેન્ટમાં રમવાની તક મળશે. મેઘાલયે આકાશની આ ઇનિંગ્સના જોરે છ વિકેટે 628 રનના વિશાળ સ્કોર પર ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી.

ક્રિકેટના આ સૌથી લાંબા ફોર્મેટમાં આટલો વિસ્ફોટક પાવર શું કરવો એ દર્શાવે છે કે આ યુવા ખેલાડી લાંબી રેસનો ઘોડો છે.

Sharing Is Caring:

Leave a Comment

Our Whatsapp Group Join Now
latestnewsupdates.in © {{current_year}}  • Built with Latest News Updates
About Us Contact Us Disclaimer Privacy Policy