હવે તમે પણ કોઈ સ્ટેશન પર ઊભા હોવ ને આવી અનાઉન્સમેન્ટ થાય તો શું વિચાર આવે પહેલો મગજમાં. તમે વિચારતા હશો કે આવું તો પોસિબલ જ નથી કોઈ ટ્રેન ત્રણ વર્ષ સુધી મોડી કેમ પડી શકે?
સામાન્ય રીતે કોઈ ટ્રેન ચાર કલાક પાંચ કલાક અથવા તો 10 કલાક અને વધારેના વધારે કિસ્સેમાં એક થી બે દિવસ મોડી પડી શકે છે. પણ ત્રણ વર્ષ હવે આવો કિસ્સો સામે આવ્યો છે. હવે તમે વિચારતા હશો કે આવો કિસ્સો ક્યાં બન્યો છે તો આવા વિચિત્ર કિસ્સા બીજે ક્યાં બની શકે આપણા ભારતમાં જ બની શકે. પણ આ કિસ્સો અત્યારનો નહીં ઘણા વર્ષ પહેલાનો છે. શું છે
કોઈ ટ્રેન ત્રણ વર્ષ સુધી મોડી કેમ પડી શકે?
હવે આપણી ભારતીય રેલવે દરરોજ નવા નવા શિખર પર પહોંચી રહી છે. અને ઘણી નવી નવી ટ્રેન પણ બહાર કાઢી રહી છે. ઘણી એટલી ફાસ્ટ ટ્રેન પણ છે જે આખા દિવસની મુસાફરી કલાકોમાં પતાવી દે છે. પણ આપણા ભારતીય રેલવેને લઈને લોકો એવું પણ કહેતા રહે છે કે અહીં જે ટ્રેન છે એ હંમેશા મોડી જ આવતી હોય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
પહેલા તો પરિસ્થિતિ એવી હતી કે ટ્રેન બે કે ત્રણ દિવસ સુધી મોડી પડતી. પણ અત્યારે હવે ધીરે ધીરે સ્થિતિ સુધરી રહી છે. પણ શું તમે ક્યારેય એવી ટ્રેન વિશે સાંભળ્યું છે જે ત્રણ વર્ષ મોડી પડી હોય નહીં સાંભળ્યું હોય ને..! આ ટ્રેન આપણા જ ભારતમાં છે અને આ જે કોઈ ટ્રેન છે એ કોઈ પેસેન્જર ટ્રેન નથી પરંતુ એક માલગાડી હતી. અને આખી આંધ્રપ્રદેશમાં બન્યો હતો.
આ જે ટ્રેન છે એ વર્ષ 2014 માં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી નીકળી અને તેને 42 કલાક બાદ ઉત્તર પ્રદેશના બસ્તીમાં પહોંચવાનું હતું. પણ આ ટ્રેન ત્યાં 2018 માં પહોંચી હતી એટલે કે આ ટ્રેનને પહોંચતા પહોંચતા ત્રણ વર્ષ આઠ મહિના અને સાત દિવસનો સમય લાગી ગયો હતો.
ટ્રેન આટલી બધી મોડી કેમ પડી?
આ પ્રશ્ન એમ થાય કે આ ટ્રેન આટલી બધી મોડી કેમ પડી અને આ કિસ્સો કેવી રીતે પ્રકાશમાં આવ્યો? આ જે માલગાડી હતી તેમાં એક બિઝનેસમેને પોતાનો 14 લાખનો માલ મંગાવ્યો હતો. પણ તેને જે જે આ માલ છે એ બે વર્ષ 2018 માં મળ્યો હતો એને પણ આ કિસ્સા વિશે ઘણી વખત ફરિયાદ કરી હતી. રેલવેને પણ આ વિશે જાણ કરી હતી પણ રેલવે તરફથી કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં નથી આવી. આ ટ્રેનની રાહ જોતાં જોતા એ બિઝનેસમેને ઘણી બધી ફરિયાદ પણ કરી હતી. એ બિઝનેસમેનને ખબર પડી કે જે અનફિટ ડબ્બાઓ કે અનફિટ ટ્રેન હોય છે તેને ટ્રેન યાર્ડમાં મોકલી દેવામાં આવે છે.
ધીરે ધીરે તેને ભારતીય રેલવેને આ વિશે ઘણી બધી જાણ કરી. ફરિયાદો કરી. પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી અને અંતે ઘણી બધી પ્રોસિજર બાદ જુલાઈ 2018 માં આ ટ્રેન ફરીથી ઉત્તર પ્રદેશના બસ્તીમાં પહોંચી ગઈ હતી. જો કે બિઝનેસમેનનો માલ પણ માલગાડીમાં સહી સલામત હતો. પણ આટલા વર્ષ બાદ એ માલ બગડી ગયો હતો એટલે એ બિઝનેસમેનને 14 લાખ રૂપિયાનું નુકસાન પણ થયું હતું.
આ રીતે આ જે માલગાડી છે એ ભારતની સૌથી મોટી ટ્રેન એટલે કે ડીલે ટ્રેન બની ગઈ હતી. જે પોતાના સ્થાન પર ત્રણ વર્ષ આઠ મહિના અને સાત દિવસ બાદ પહોંચી હતી.