તમારા હસ્તાક્ષર પરથી જાણી શકાય છે તમારી પર્સનાલીટી ને તમારા ભવિષ્ય વિષે

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

ઘણીવાર તમે કોઈ વ્યક્તિને માત્ર જોઈને જ તે કેવો છે તેનો અંદાજો લગાવી લો છો. પણ તે અંદાજો ખોટો પણ હોઈ શકે માત્ર જોવાથી જ તમે કોઈ વ્યક્તિને ઓળખી નથી શકતાં. પણ અમુક એવી ટ્રીક છે કે જેના દ્વારા તમે તેની પર્સનાલીટી વિષે જાણી શકો. તેમાં તેની બોડી લેન્ગ્વેજ, તેની ચાલ, તેનું લખાણ, વિગેરેનો સમાવેશ થાય છે. પણ આજે અમે તમને હસ્તાક્ષર પરથી વ્યક્તિના વ્યક્તિત્ત્વને ઓળખવાની કેટલીક ટ્રીક બતાવીશું. તો ચાલો જાણીએ કે તમે લોકોના હસ્તાક્ષર એટલે કે સિગ્નેચર પરથી તેના અંગે શુંશું જાણી શકો છો.

જે વ્યક્તિને હસ્તાક્ષરના છેડે ડોટ કરવાની ટેવ હોય છે તે વ્યક્તિ ક્યારેય કોઈપણ કામ અધૂરુ છોડતા નથી, તે પોતાના હાથમાં જે કામ લે છે તેને પૂર્ણ કરીને જ જંપે છે. હસ્તાક્ષરમાં ડોટ લગાવનાર વ્યક્તિ જવાબદાર હોય છે. તે પોતાના પર્સનલ તેમજ પ્રોફેશનલ જીવનમાં સંપૂર્ણ મહેનત અને પ્રામાણિકતાથી પોતાની જવાબદારી પૂર્ણ કરે છે.

જેમના સિગ્નેચર સિમેટ્રિકલ ન હોય તેવા લોકો માનસિક રીતે અસ્થિર હોઈ શકે છે. તેમને માનસિક કામોમાં તકલીફ થઈ શકે છે. તેઓ થોડા નકારાત્મક વિચારશરણીવાળા પણ હોય છે કારણ કે તે કોઈ કામ શરૂ કરે તે પહેલાં તેમાં રહેલી નકારાત્મકતા તરફ જ નિર્દેશ કરે છે અને હંમેશા નિષ્ફળતા જ જુએ છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

ALSO READ:-  જો તમારી બગલમાં ખૂબ પરસેવો થાય તો શું કરવું?

જે લોકો હસ્તાક્ષર નીચે બે લાઈન કરે છે તેઓમાં અસુરક્ષાની ભાવના વધારે હોય છે. આવા લોકો કંજુસ સ્વભાવના હોય છે અને કોઈપણ કામની સફળતાને લઈને હંમેશા શંકાશીલ રહે છે.

જે લોકોના હસ્તાક્ષરો ગડબડિયા હોય છે, સમજાય એવા નથી હોતા. તેઓએ જીવનમાં ખુબ મુશ્કેલીઓનો સામનો કર્યો હોય છે, તેઓ સુખી જીવન જીવી શકતા નથી.

જે લોકો હસ્તાક્ષરની શરૂઆત મોટા અક્ષરથી કરે છે તેઓ અતિ વિલક્ષણ પ્રતિભા ધરાવતા હોય છે, આવા લોકો પોતાના દરેક કામને એક આગવા અંદાજથી પૂર્ણ કરે છે.

જેમના હસ્તાક્ષરમાં પ્રથમ અક્ષર મોટો અને અન્ય અક્ષરો નાના તેમજ સુંદર હોય છે તે લોકો પોતાના લક્ષ સુધી પહોંચી શકે છે. આવા લોકો જીવનની બધી જ ભૌતિકતા પ્રાપ્ત કરે છે.

ALSO READ:-  નારિયેળ પાણી પીવાથી શું જીવ જઈ શકે છે?

જેમના હસ્તાક્ષરમાં પ્રથમ અક્ષર મોટો હોય અને ઉપનામ આખું લખે છે તેઓ અસામાન્ય ટેલેન્ટ ધરાવતા હોય છે. તેઓ જીવનમાં ખુબ જ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.

જેમના હસ્તાક્ષર તૂટક-તૂટક અક્ષરમાં હોય છે અને જેમના અક્ષરો નાના તેમજ અસ્પષ્ટ હોય છે તેઓ ખુબ ચાલાક હોય છે. પોતાના કામનું એકપણ રહસ્ય તેઓ છતું થવા દેતા નથી.

જે લોકોના હસ્તાક્ષર આર્ટિસ્ટિક અને એટ્રેક્ટિવ હોય છે તેમનો નેચર ક્રિએટિવ હોય છે. તેઓનું કોઈપણ કામ આર્ટિસ્ટિક હોય છે. તેમને દરેક બાબતમાં કળા જ દેખાય છે અને તેવા લોકો અનેક કામોમાં કુશળ હોય છે.

જેમના હસ્તાક્ષરો મધ્યમ અક્ષરવાળા હોય છે તેઓ પોતાના કામને ખૂબ જ સારી રીતે કરે છે. તેઓ પોતાના બધા જ કામ વચ્ચે સંતુલન જાળવી રાખે છે. આવા લોકો સ્ટ્રેઇટ ફોર્વડ હોય છે ક્યારેય કોઈ બનાવટ નથી કરતાં.

કપાયેલા હસ્તાક્ષર ધરાવતી વ્યક્તિ નકારાત્મક વિચારો ધરાવે છે. તેઓ કોઈપણ કાર્યમાં નિષ્ફળતા પ્રથમ જુએ છે. માટે નવું કામ હાથ પર લેતા તેમને ખુબ જ ખચકાટ થાય છે.

ALSO READ:-  ભારતમાં સ્ટારલિંકની કિંમત કેટલી હશે અને તેના ફાયદા અને ગેરફાયદા જાણો?

હસ્તાક્ષર કરતી વખતે જે લોકો પોતાનું મિડલ નેમ પહેલાં લખે તેઓ પોતાની જાતને વધારે મહત્ત્વ આપનારા હોય છે. તેઓ હંમેશા પોતાની પસંદ-નાપસંદનો વિચાર પહેલાં કરતાં હોય છે.

જે લોકો હસ્તાક્ષરમાં માત્ર પોતાનું નામ જ લખે છે. તેમની સરનેમ નથી લખતા તે પોતાના સિદ્ધાંતોને વળગી રહેનારી વ્યક્તિ છે. આવા લોકો કોઈની સલાહ માનતા નથી અને પોતાના મન પ્રમાણે જ કામ કરે છે.

જે વ્યક્તિ પોતાના હસ્તાક્ષરના છેડે લાંબી લાઈન ખેંચે છે, તે વ્યક્તિ ઉર્જાશીલ હોય છે. આવા લોકો હંમેશા બીજા લોકોને મદદ કરવા તત્પર રહે છે. કોઈ પણ કામને પૂર્ણ મનથી કરે છે અને સફળતા મેળવે છે.

જેમના હસ્તાક્ષર ઉપરથી નીચે તરફ જતાં હોય, તે લોકો નકારાત્મક વિચારશરણી ધરાવતા હોય છે. તેઓના મનમાં હંમેશા નકારાત્મક વિચારો જ ફરતા રહેતા હોય છે.

જે લોકો પોતાના હસ્તાક્ષર નીચેથી ઉપરની તરફ લઈ જતાં હોય છે. તેઓ આશાવાદી હોય છે અને પોતાના મનમાં ક્યારેય કોઈ નિરાશાનો ભાવ જન્મવા દેતા નથી. આવા લોકો ભગવાનમાં ભરપુર શ્રદ્ધા ધરાવે છે.

Sharing Is Caring:

Leave a Comment

નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp