42 વરરાજા જાણ લઇને ગયા પણ ત્યાં કન્યા જ ન હતી? જાણો શું છે આ કિસ્સો?

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

ગુજરાતના પાડોશી રાજ્યમાં 42 વરરાજાઓ જાન લઈને પહોંચ્યા, પરંતુ દુલ્હનો કેમ ન આવી?

વરરાજાના લુટાયેલા અરમાન અને ગાયબ થઈ ગયેલી લાડીઓ પાછળ શું છે સાચું કારણ? લગ્નના સપના જોનારા લગ્ન વાંછુકો સાથે કેવી રીતે થઈ મોટી છેતરપિંડી?

તો ચાલો જાણીએ દિવાસના નકલી સમૂહ લગ્નની આખી હકીકત

મિત્રો તો આજે અમે તમને એક એવી સત્ય ઘટના જણાવવા જઈ રહ્યા છે કે જે સાંભળીને તમને એમ લાગશે કે આ તો કોઈ ફિલ્મની વાર્તા છે, પરંતુ અફસોસ કે આ હકીકત છે. અને તે પણ આપણા પાડોશી રાજ્યમાં મધ્યપ્રદેશના દિવાસમાં એક એવી ઘટના બની છે કે જેને માનવતા અને વિશ્વાસના લીરે લીરા ઉડાવી દીધા છે. મધ્યપ્રદેશના દિવાસમાં એક મંદિરના પ્રાંગણમાં ધીમે ધીમે લોકો ભેગા થઈ રહ્યા હતા. કોઈના ગળામાં ફુલહાર હતી, કોઈના હાથમાં મીઠાઈના બોક્સ હતા, કોઈ પોતાના દીકરાના લગ્નની ખુશીમાં સગા સંબંધીઓને ફોન કરીને બોલાવી રહ્યા હતા અને કોઈ પોતાના જીવનના સૌથી મોટા સપનાને સાકાર થતું જોવાનું ધામમાં જોઈ રહ્યો હતો. વાત માત્ર લગ્નની ન હતી, વાત હતી આશાઓની, એક નવા જીવનની અને એ આશા લઈને લગભગ 42 વરરાજાઓ દિવસના માતા ટેકરી મંદિર સુધી પહોંચ્યા હતા. પરંતુ કોઈએ કલ્પના પણ ન કરી હતી કે આ દિવસ તેમના જીવનની સૌથી મોટી શરમ, સૌથી મોટું દુઃખ અને સૌથી મોટી છેતરપિંડીમાં બદલાઈ જશે. કેમ કે આ લગ્નમાં બધું જ હતું વરરાજા હતા પરિવાર હતા જાન હતી પૂજા માટેની તૈયારીઓ પણ હતી પરંતુ ન હતી તો તે છે માત્ર દુલ્હનો અને આજ વાત આખા કેસના દેશનું સૌથી અજીબને ચોકાવનારા લગ્ન કોભાંડમાનો એક બનાવી દે છે.

આ વાત છે સપનાઓના વેપારીની વિશ્વાસના દગાખોરીની અને એવા લોકોની કે જેઓ લગ્નની ઈચ્છાને વેપાર બનાવી દીધી છે. આ ઘટના માત્ર 42 વરરાજાઓની નથી. આ ઘટના એ દરેક વ્યક્તિની છે કે જે જે જીવનસાથીની શોધમાં સમાજ એકલતા અને ઉંમરના દબાણની વચ્ચે ક્યાંકને ક્યાંક નબળો પડી જાય છે અને પછી કોઈ ઠગ એની જ લાગણીઓને પોતાના ધંધામાં ફેરવી દે છે. આ સમગ્ર કોભાણની શરૂઆત મહિનાઓ પહેલા થઈ ગઈ હતી.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

મીડિયા અહેવાલમાં સારી એવી માહિતી સામે આવી રહી છે કે કેટલાક યુવકો સુધી એક ખાસ માહિતી પહોંચાડવામાં આવી. એવું કહેવામાં આવ્યું કે ઇન્દોરના એક અનાથ આશ્રમમાં ઘણી બધી યુવતીઓ છે કે જે લગ્ન કરવાની ઈચ્છે છે અને યુવતીઓ ગરીબ છે, નિરાધાર છે અને તેમને સારા યુવકોની જરૂર છે. આ વાત સાંભળતા ઘણા પરિવારોને લાગ્યું કે કદાચ હવે ભગવાને તેમની સાંભળી લીધી હશે, કારણ કે આમાંથી ઘણા બધા યુવકો એવા હતા કે જેમની ઉંમર 35, 40 અને 45 કે 50 વર્ષ સુધી પહોંચી ગઈ હતી. કોઈના લગ્ન વારંવાર તૂટ્યા હતા, કોઈને ગરીબીના કારણે સંબંધ મળતા ન હતા.

કોઈને સમાજે ઉમર વધી ગઈ છે તેમ કહીને નકારી દીધા હતા. તો કોઈ એકલતા અને દબાણની વચ્ચે જીવન પસાર કરી રહ્યો હતો અને ત્યારે અચાનક એવી આશા આવી અને આ આશાની સાથે આવ્યા કેટલાક લોકો કે જેમને પોતાને સમાજસેવક બતાવ્યા હતા.

ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

આ લોકોમાં મુખ્ય નામ હતું મુકેશ બૈરાગી, તેની પત્ની સુનીિતા બૈરાગી અને તેમનું સંબંધ દિનેશ બેરાગી નામના વ્યક્તિ સાથે હોવાનું કહેવાતું હતું. આ લોકો યુવકોના પરિવાર સુધી પહોંચતા હતા. મધ્યસ્થીઓ દ્વારા સંપર્ક કરતા અને પછી તેમને વિશ્વાસ અપાવતા કે અહીયા બધુ જ કાયદેસર થાય છે. સમૂહ લગ્ન થશે, અનાથશ્રમની યુવતીઓ સાથે સન્માનપૂર્વક લગ્ન કરાવવામાં આવશે અને સરકાર તરફથી સહાય પણ મળશે.

આ સિવાય મીડિયામાંથી એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે કેટલાક લોકોને તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી પોતે આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને દરેક દંપતિને 51,000 રૂપિયાની સહાય મળશે. આમ ધીમે ધીમે લોકો વિશ્વાસમાં આવતા ગયા. ત્યારબાદ શરૂ થયો પૈસા વસૂલવાનો ખેલ. કોઈની પાસેથી 10,000, કોઈના પાસેથી 12000, તો કોઈના પાસેથી 25,000 સુધી લેવામાં આવ્યા હતા. આ પૈસાને રજિસ્ટ્રેશન ફી, વ્યવસ્થા ખર્ચ, લગ્ન આયોજન, દસ્તાવેજ પ્રક્રિયા જેવા નામ આપવામાં આવ્યા. યુવકો પાસેથી આધાર કાર્ડ ફોટોગ્રાફ ઓળખપત્ર અને અન્ય દસ્તાવેજો પણ મંગાવવામાં આવ્યા હતા. જેથી કરીને બધું જ ખૂબ જ પ્રોફેશનલ રીતે કરવામાં આવતું હતું. આનાથી કોઈને પણ શંકા ન જાય. યુવતીઓની તસ્વીરો પણ મોકલવામાં આવતી હતી. WhatsApp પર ફોટા આવતા, કોઈ સાડીમાં કોઈ સેલ્ફીમાં કોઈ સ્મિત કરતી અને આ તસ્વીરો જોઈને ઘણા યુવકોને લાગ્યું કે હવે તો ખરેખર જીવન બદલાઈ જશે. કેટલાક તો પોતાની થનારી પત્ની વિશે સપના જોવાનું શરૂ કરી ચૂક્યા હતા પરંતુ હકીકત તો એ હતું કે આ તો વધુ એક જાળ હતી. એક એવો જાળ કે જેમાં લાગણીઓ ફસાતી ગઈ અને લોકો પોતાની જ આશામાં ડૂબતા જતા હતા.

ત્યારબાદ 24 મેની તારીખ નક્કી થઈ. દિવસના માતા ટેકરી મંદિર ખાતે સૌ કોઈને પહોંચવાનું કહેવામાં આવ્યું અને ખાસ સૂચના આપવામાં આવી કે વરરાજાઓને સામાન્ય કપડામાં આવવાનું રહેશે. લગ્નના કપડા બધી વિધિઓ ત્યાં જ થશે. મહેંદી કે હળદર ઘરે ન કરવી કારણ કે આખું આયોજન સ્થળ પર જ થશે. આ સૂચનાઓથી લોકોને વધુ વિશ્વાસ આવ્યો. જેથી કરીને એક પછી એક તે દિવસે જાન દિવાસ પહોંચવા લાગી હતી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. સવારના 8 વાગ્યા પછી 10 વાગ્યા પછી બપોર થઈ અને દુહનોનો ક્યાંય પતો નહીં. ત્યારે આયોજકો કહેતા રહ્યા કે અમે રસ્તામાં છે ઇન્દોરમાંથી નીકળી ગયા છે, બસ થોડી જ વારમાં આવી જશે. અને બાકીના લોકોને રાહ જોઈ રહી હતી અને લોકો ફરી એકવાર શાંત થઈ જતા કારણ કે હજુ પણ આશા એમની જીવંત હતી, પરંતુ જેમ જેમ સાંજ પડવા લાગી, વાતાવરણ બદલાવા લાગ્યું. કેટલાક વરરાજાઓએ પ્રશ્ન પૂછવાના શરૂ કરી દીધા. કેટલાક પરિવારોને શંકા જવા લાગી હતી અને સૌથી મોટી શંકા ત્યારે ઊભી થઈ ગઈ જ્યારે લોકોને સમજાયું કે અહીંયા હાજર ઘણા બધા વરરાજાઓની ઉંમર 40 થી 60 વર્ષની વચ્ચે છે.

કોઈએ ધીમેથી પૂછ્યું કે શું ખરેખર યુવતીઓ આવશે અને આ સવાલ સાથે આખું જ વાતાવરણ ભારે બનવા લાગ્યું હતું. રાત્રી થઈ ગઈ પરંતુ હજુ સુધી કોઈ પણ દુલહન આવી ન હતી. હવે ગુસ્સો વધવા લાગ્યો હતો. લોકો આયોજકોને ઘેરવા લાગ્યા પ્રશ્નો વધવા લાગ્યા અને આખરે હંગામો શરૂ થઈ ગયો. ત્યારે મુકેશ બૈરાગીએ પોતે જ એક એવું નાટક શરૂ કર્યું તેણે કહ્યું કે મારી સાથે પણ છેતરપિંડી થઈ ગઈ છે. તેમને દાવો કર્યો કે તેનો મોટો ભાઈ દિનેશ બેરાગી આખું આયોજન સંભાળી રહ્યો હતો અને તે માત્ર મધ્યસ્થી હતો. તેણે કહ્યું કે જે પણ પૈસા આવ્યા છે તે દિનેશને મોકલવામાં આવ્યા હતા.

ALSO READ:-  GSEB SSC પરિણામ 2026: ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ

હવે વિચાર કરો કે જે લોકો કલાકો સુધી પોતાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. તેઓ અચાનક સમજી ગયા કે તેઓની સાથે કોઈ મોટો ખેલ થઈ ગયો છે. ઘણા લોકોની આંખોમાં તો આંસુ આવી ગયા હતા, કેટલાક ગુસ્સે થઈ ગયા, કેટલાક શરમમાં માથું ઝુકાવીને બેઠા હતા અને કેટલાક તો એ વિચારીને તૂટી ગયા હતા કે હવે સમાજ શું કહેશે? આ ઘટનામાં સૌથી વધુ દુઃખ માત્ર વાત અહીયા પૈસા લૂટવી ન હતી પરંતુ સૌથી મોટું નુકસાન લાગણી થયું હતું. એક 22 વર્ષીય યુવકે તો પોલીસમાં ફરિયાદ કર્યા પછી કહ્યું કે મેં બધાને હાથ જોડીને કહ્યું કે આ વાત બહાર ન જાય નહી તો પછી મારું જીવન મુશ્કેલ થઈ જશે.

હવે વિચાર કરો કે એક યુવક કે જેને લગ્નની આશા હતી તે હવે દુનિયાની આ વાત છુપાવવા માટે મજબૂર બની ગયો છે, કારણ કે સમાજ તેને સહાનુભૂતિ નહીં આપે, પરંતુ મજાક બનાવશે તેવી તેને ભીતિ સેવાઈ રહી હતી.

આ સમગ્ર ઘટનામાં બીજો એક ગંભીર પ્રશ્ન પણ ઊભો થાય છે કે શું ભારતમાં લગ્નની ઈચ્છા અને સામાજિક દબાણ એટલું વધી ગયું છે કે લોકો કોઈના પર પણ વિશ્વાસ કરી લે છે. ખાસ કરીને એવા પુરુષો કે જેમની ઉંમર વધી ગઈ છે અથવા તો જેમને વારંવાર સંબંધોમાં નિષ્ફળતા મળી છે. તેઓ ઘણીવાર ભાવનાત્મક રીતે એટલા બધા નબળા બની જાય છે કે કોઈપણ મીઠી વાત પર વિશ્વાસ કરી લે છે. અને ઠગો આજ નબળાઈનો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે.

આ માત્ર દિવાસનો કેસ નથી. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોમાં આવા અનેક કોભાંડો સામે આવી ચૂક્યા છે. ક્યાંક નકલી મેરેજ બ્યુરો, ક્યાંક નકલી દુનિયાનો, ક્યાંક લગ્ન પછી લૂટ ક્યાંક એ જ યુવતીના અનેક લગ્ન અને ક્યાંક તો આખા ગેંગ દ્વારા લગ્નના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા ઘણા બધા રાજ્યોમાં આવા કેસ વધી રહ્યા છે. કારણ કે સમાજમાં લગ્નને લઈને એક અસ્વસ્થ દબાણ થઈ રહ્યું છે. જ્યાં દબાણ હોય છે ત્યાં છેતરપિંડીનો રસ્તો હંમેશા ઊભો થઈ જાય છે. જો કે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે આ કેસમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતીઓની તસ્વીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી હતી. એટલે કે કદાચ એ યુવતીઓને પણ ખબર નહી હોય કે તેમની તસ્વીરનો ઉપયોગ લગ્ન કોભાણમાં થઈ રહ્યા છે. આ વાત વધુ ભયંકર છે કારણ કે હવે સોશિયલ મીડિયા માત્ર મનોરંજનનું માધ્યમ નથી રહ્યું. તે ઠગાઈ માટેનું હથિયાર પણ બની રહ્યું છે.

ALSO READ:-  શું આ વખતે ગુજરાતમાં ચોમાસુ વહેલું આવશે? ક્યારે અને કયા જિલ્લામાં વહેલો વરસાદ પડશે? અંબાલાલ પટેલે શું કહ્યું?

પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ ઘણા સમયથી સક્રિય હોઈ શકે છે કારણ કે તેમની જે કામગીરી છે તે ખૂબ જ વ્યવસ્થિત હતી. લોકો સુધી પહોંચવાની પદ્ધતિ દસ્તાવેજો એકત્રિત કરવાનું આયોજન પૈસા લેવાની રીત વિશ્વાસ જીતવા માટે મુખ્યમંત્રીનું નામ લેવું. આ બધું જ બતાવે છે કે આ કોઈ સામાન્ય છેતરપિંડી નથી. પરંતુ સંપૂર્ણ પ્લાનિંગની સાથે રચાયેલું નેટવર્ક હતું. દિવાસ પોલીસે કેસ નોંધ્યો છે કેટલાક આરોપીઓની ધરપકડ થઈ છે અને તપાસ આગળ વધી રહી છે.

પરંતુ સવાલ એ છે કે શું માત્ર ધરપકડથી આ પરિવારોની શરમ અને દુઃખ દૂર થઈ જશે શું એ લોકો ફરી એકવાર સરળતાથી કોઈના પર પણ વિશ્વાસ કરી શકશે. શું હવે સમાજ તેને સમજી શકશે કે પછી ફરી એકવાર તેની મજાક બનાવશે.

આ ઘટના આપણને એક કડવી હકીકત પણ બતાવે છે કે ભારતમાં લાખો લોકો એવા પણ છે કે જેમને લગ્ન માટે યોગ્ય સંબંધ નથી મળતા, ખાસ કરીને ગરીબ વર્ગ, ઓછી આવક ધરાવતા લોકોમાં અથવા તો ઉંમર વધી ગયેલા પુરુષોમાં અને જ્યારે આશાઓ ઓછી થઈ જાય છે ત્યારે કોઈપણ પ્રકારનો ચમત્કાર જેવું વચન પણ સાચું લાગવા લાગે છે. કદાચ આ જ કારણ છે કે 42 લોકો એક અજાણીયા સમૂહ લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા. તેમને માત્ર રોધન નહીં પરંતુ સ્વીકાર જોઈતો હતો. પરિવાર જોઈતો હતો જીવનમાં કોઈ પોતાનું કહેવાની ઈચ્છા હતી અને ઠગોએ આ જ લાગણીઓને વ્યાપારમાં બદલી નાખ્યો.

આ કૌભાણમાં પૈસા કરતાં વધુ મોટી ચોરીએ વિશ્વાસની થઈ છે, કારણ કે જ્યારે કોઈ માણસ જીવનના સૌથી પવિત્ર સંબંધ માટે આગળ ઉભે છે અને ત્યારે ત્યાં પણ છેતરાય છે ત્યારે તે માત્ર વ્યક્તિગત દુઃખ નથી રહેતું તે આખા સમાજ માટે ચેતવણી બની જાય છે. આજે પણ ઘણા ગામોમાં લોકો આ ઘટનાની ચર્ચા કરે છે કોઈ હસે છે કોઈ દયા બતાવે છે એ તો ગુસ્સે થાય છે. પરંતુ કદાચ બહુ ઓછા લોકો એ સમજવાનો પ્રયાસ કરે છે કે આ લોકો સાથે ખરેખર શું થઈ ગયું? તેઓ મૂર્ખ ન હતા તેઓ માત્ર આશાવાન હતા. અને ઘણીવાર આશા જ માણસને સૌથી વધુ જોખમી જગ્યાએ લઈ જાય છે.

દેવાસના માતા ટેકરી મંદિરનો એ દિવસ હવે માત્ર એક ઘટના નથી રહી. તે ભારતના લગ્ન બજારની એક કાળી હકીકત બની ગઈ છે કે જ્યાં લાગણીઓ વેચાય છે વિશ્વાસ ભાડે મળે છે સપનાઓનો સોદો થાય છે અને કદાચ સૌથી દુઃખદ વાત એ છે કે 42 વરરાજાઓ આજે પણ એ દિવસને ભૂલી શક્યા નથી કારણ કે તેઓ લગ્ન કરવા ગયા હતા પરંતુ પાછા ફર્યા ત્યારે તેમની સાથે માત્ર ક્ષણ ગુસ્સો અને તૂટી ગયેલા સપનાઓ જ હતા.

તમે દર્શક મિત્રો આ વિષય પર તમારું શું માનવું છે તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો

Sharing Is Caring:

Leave a Comment

Our Whatsapp Group Join Now
latestnewsupdates.in © {{current_year}}  • Built with Latest News Updates
About Us Contact Us Disclaimer Privacy Policy