શું આ વર્ષે ચોમાસાનું આગમન સમય પહેલા જ થઈ જશે? જાણો ભારતમાં ક્યારથી બેસે ચોમાસું? શું વર્ષ 2026 નું ચોમાસું ખેડૂતોની આશા પર પાણી ફેરવશે કે પછી વાવણી માટે આશીર્વાદરૂપ સાબિત થશે?
જાણો ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું અને કયા જિલ્લાઓથી થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે?
ખેડૂતો જેની આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે ચોમાસાને લઈને આ વર્ષના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા વર્ષ 2026 ના ચોમાસાના આગમનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. દેશભરમાં કાળઝાડ ગરમી અને અસહ્ય ઉકડાટ વચ્ચે સામાન્ય જનતા જ્યારે વરસાદની આશા રાખીને બેઠી છે ત્યારે હવામાન વિભાગની આ આગાહી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ચોમાસુ ભારતના કયા રાજ્યમાં ક્યારે દસ્તક દેશે
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ભારતના કયા રાજ્યમાં ક્યારે દસ્તક દેશે અને ખાસ કરીને આપણા ગુજરાતમાં મેઘરાજાની સવારી ક્યારે આવી પહોંચશે તેની સંપૂર્ણ અને સચોટ વિગતો હવામાન વિભાગના ડેટા સાથે આજે તમને આ ખાસ અહેવાલમાં જણાવીશું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેના સામાન્ય સમય કરતાં થોડું વહેલું અથવા તો બિલકુલ સમયસર ભારતીય ઉપખંડમાં પ્રવેશવા માટે સંપૂર્ણ રીતે સાનુકૂળ પરિસ્થિતિઓ ધરાવે છે.
સામાન્ય રીતે દર વર્ષે પહેલી જૂનની આસપાસ ચોમાસુ કેરળના દરિયા કાંઠે ટકરાતું હોય છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલા સાનુકૂળ ફેરફારોને કારણે મે મહિનાના અંતિમ સપ્તાહમાં એટલે કે 25 થી 26 તારીખની આસપાસ કેરળમાં ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે.
સાથે જ મીડિયાના અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે હવામાન વૈજ્ઞાનિકો સતત પવનની ગતિ અને ભેજનું પ્રમાણ માપી રહ્યા છે જે દર્શાવે છે કે આંદમાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસુ નિર્ધારિત સમય કરતાં વહેલું પહોંચી ચૂક્યું છે અને ત્યાંથી તે અત્યંત ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વર્ષે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને તરફથી ભેજવાળા પવનો સક્રિય હોવાને કારણે દેશના પૂર્વોત્તર રાજ્યો જેવા કે અસામ મેઘાલય અને ત્રિપુરામાં પણ જૂનની શરૂઆતમાં જ ચોમાસુ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દે તેવા સંકેતો છે.
આઇએમડીના મોડેલના આધારે દેશના મધ્ય ભાગો એટલે કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ જૂનના મધ્ય સુધીમાં વરસાદી માહોલ જામી જશે જેનાથી ખરીફ પાકની વાવણી કરતા ખેડૂતોને મોટી રાહત મળશે.
હવે વાત કરીએ આપણા ગુજરાતની તો ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને જગનો તાદ ગણાતો અહીંનો ખેડૂત ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસાનું આગમન જૂન મહિનાના મધ્યમાં એટલે કે અંદાજે 10 મી જૂનથી 15 મી જૂનની વચ્ચે થવાની પૂરેપૂરી સંભાવના છે. જો કે ચોમાસાના મુખ્ય પવનો ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જૂનના પ્રથમ અને બીજા સપ્તાહમાં રાજ્યના અનેક વિસ્તારોમાં આ પ્રી મોન્સુન એક્ટિવિટી દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જે લાંબા સમયથી ચાલી આવતી કાળઝાડ ગરમીમાંથી લોકોને આંશિક રાહત આપશે.
પ્રારંભિક તબક્કે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને સુરત જિલ્લાઓમાંથી ચોમાસુ રાજ્યમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધીને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાઓને આવરી લેશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ સોકા ગણાતા કચ્છ પ્રદેશમાં જૂનના અંત સુધીમાં ચોમાસુ સક્રિય થઈ જાય તેવી શક્યતા છે.
જો સમયસર અને પૂરતો વરસાદ થાય તો ડાંગર, કપાસ, મગફળ, સોયાબીન અને કઠો જેવા ખરીફ પાકોનું ઉત્પાદન સારું થઈ શકે છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો મગફળનો પાક અને ઉત્તર મધ્ય ગુજરાતનો કપાસનો પાક સંપૂર્ણપણે વરસાદી પાણી પર આધાર રાખે છે. સારો વરસાદ થવાથી જમીનમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને રાજ્યના નાના મોટા ડેમો તેમજ જળાશયોમાં પાણીની આવક વહેલી શરૂ થશે. જે આગામી શિયાળા અને ઉનાળાના પાક માટે તેમજ પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે અત્યંત જરૂરી છે.
જોકે વહેલા ચોમાસાના આનંદની વચ્ચે હવામાન વિભાગ આઈએમડીએ એક ચિંતાજનક આર્થિક સંકેત પણ આપ્યો છે. પ્રશાંત મહાસાગરમાં અલનીનોની સ્થિતિ મજબૂત થવાના કારણે આ વર્ષે 2026 નું ચોમાસું એકંદરે સામાન્ય કરતાં નબળું રહેવાની આશંકા છે.