2 લાખ રૂપિયાની અકસ્માત મૃત્યુ સહાય યોજના

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ અકસ્માત મૃત્યુ સહાય યોજના વિશે જેમાં તમને બે લાખ સુધીની સહાય છે એ મળવા પાત્ર છે.

હવે આ બાબતે તમારે શું શું કરવાનું રહેશે આનો લાભ મેળવવા માટે?

ગુજરાત સરકારના શ્રમ કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગીના કુટુંબને અચાનક આવી પડેલી આફત માટે ટકી રહેવા માટે આ જે અકસ્માત મૃત્યુ સહાય યોજના લાગુ કરવામાં આવી છે. આ સહાય છે એ સંગઠિત ક્ષેત્રના જે શ્રમયોગીઓ છે એના માટે આ યોજના લાગુ કરવામાં આવી છે.

મહત્વનું છે દોસ્તો શ્રમયોગી નોકરીમાં દાખલ થયાના બીજા દિવસથી આ યોજનાનો લાભ છે એમને મળવા પાત્ર રહેશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

ALSO READ:-  Live Assembly Elections 2026 Result

હવે કોઈ વ્યક્તિનું કામના સ્થળે કે પ્રિમાઈસીસ બહાર મુસાફરી કે કામકાજ દરમિયાન જો મૃત્યુ થાય તો આ સહાય છે એમને સરકાર તરફથી આપવામાં આવશે. એના માટે કારખાનામાં કામ કરતા શ્રમયોગી ઉપરાંત જે કંપની કે સંસ્થા દ્વારા લેબર વેલફેર ફંડ જમા કરવામાં આવતું હોય તો ત્યાં ફરજ બજાવતા શ્રમયોગીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.

મહત્વનું છે દોસ્તો જો માંદગી કે કોઈ કુદરતી મૃત્યુ હોય તો આ યોજના છે એનો લાભ મળતો નથી. કોઈ તમે બીમાર હોય કે પછી તમારું કુદરતી રીતે મૃત્યુ થાય તો તમને આનો લાભ નથી મળી શકતો, પરંતુ જો કોઈ બીજા કારણોસર તમારું મૃત્યુ થાય છે સાઈટ ઉપરથી કે કોઈ કામ કરતાં તમારું મૃત્યુ થાય છે તો તમારા પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

ALSO READ:-  GSEB SSC પરિણામ 2026: ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ

આ ઉપરાંત શ્રમયોગીને કામ દરમિયાન 70% જો અપંગતા આવે તો એવા કિસ્સામાં 25000 અને 70% થી વધારે અપંગતા આવે તો 50000 ની સહાય છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

કેટલાક ડોક્યુમેન્ટ છે એ આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી છે.

તેમાં સૌ પહેલા તો જો તમારું કોઈ અકસ્માત થયું હોય તો એ અકસ્માત અંગે તમારે એફઆઇઆર કરાવવી જરૂરી છે અને એ એફઆઇઆર ની નકલ પણ જરૂરી છે.
મહત્વનું છે ત્યારબાદ કેટલાક ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડ, એક્સિડેન્ટનો રિપોર્ટ, ઓળખપત્ર, નિરીક્ષક શ્રી નો સ્થળ તપાસનો અહેવાલ, પ્રથમ વારસદાર અંગેનો પુરાવો કે પછી બેંક પાસબુક કેન્સલ ચેક, બોરોફાઈડ સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ, રાશન કાર્ડ, વારસદાર અને શ્રમિકનો ઓળખ પુરાવો અને સાથે સાથે સોગંધનામું પણ હોવું જરૂરી છે.

ALSO READ:-  શું તમે પણ 10,000 થી ઓછા બજેટમાં એક શક્તિશાળી ફોન ખરીદવા માંગો છો?

તો દોસ્તો આ કેટલાક ડોક્યુમેન્ટ છે એ હોય તો તમને છે આ યોજનાનો લાભ છે એ મળવા પાત્ર છે મહત્વનું છે આ એક સારી એવી યોજનાઓ છે કે જેમાં તમને 2 લાખ સુધીની સહાય છે એ તમારા પરિવારજનોને મળવા પાત્ર છે.

તો દોસ્તો આ હતી આજની આપણી અકસ્માત મૃત્યુ સહાય યોજના વિશેની માહિતી.

Sharing Is Caring:

Leave a Comment

Our Whatsapp Group Join Now
latestnewsupdates.in © {{current_year}}  • Built with Latest News Updates
About Us Contact Us Disclaimer Privacy Policy